નોટબંધી / આર્થિક બાબતના ભૂતપુર્વ સચિવે કહ્યું- રૂપિયા 2000 ની નોટની સંગ્રહખોરી થઈ રહી છે, આ ચલણી નોટ પણ બંધ થવી જોઈએ

Former Secretary of Economic Affairs said - Rupee note 2000 is being stolen, this currency note should be closed as well.

  • નોટબંધીના 3 વર્ષ પૂરા થતા સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું- સિસ્ટમમાં ઘણી રોકડ ઉપલબ્ધ છે.
  • વિશ્વભરમાં ડિજીટલ પેમેન્ટ વધી રહ્યું છે, ભારતમાં 85 ટકા ચુકવણી હજુ પણ રોકડથી થાય છે.

Divyabhaskar.com

Nov 08, 2019, 12:52 PM IST

નવી દિલ્હી: નોટબંધી થયાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે આર્થિક બાબતોના ભૂતપુર્વ સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું છે કે રૂપિયા 2000 ની ચલણી નોટોનો મોટો ભાગ ચલણ વ્યવસ્થામાં નથી. તેની સંગ્રહખોરી થઈ રહી છે, તેને બંધ કરી દેવી જોઈએ. ગર્ગના મતે સિસ્ટમમાં મોટા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છે. રૂપિયા 2000 ની ચલણી નોટ બંધ કરવાથી કોઈ જ મુશ્કેલી પડશે નહીં.

રોકડ વ્યવહારો પર ચાર્જ વસુલવાથી ફાયદો થશેઃ ગર્ગ

ગર્ગે કહ્યું હતું કે વિશ્વભરમાં ડિજીટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. ભારતમાં પણ આ પ્રકારનો માહોલ છે, જો કે તેની ઝડપ હજુ ધીમી છે. અહીં 85 ટકા ચુકવણી રોકડથી થઈ રહી છે. ગર્ગે એવું પણ સૂચન કર્યું ચે કે મોટા આર્થિક વ્યવહારો પર ટેક્સ અથવા શૂલ્ક લગાવવાથી, ડિજીટલ પેમેન્ટને સરળ બનાવવા જેવા પગલાંથી દેશને કેશલેસ બનાવવામાં મદદ મળશે.

કાળા નાણાં પર નિયંત્રણ લગાવવા માટે સરકાર 8મી નવેમ્બર, 2016ના રોજ નોટબંધી કરવાની જાહેરાત કરી હતી. તે સમયે રૂપિયા 500 અને રૂપિયા 1000 નોટને વ્યવસ્થામાંથી બહાર કરી હતી અને પ્રથમ વખત રૂપિયા 2000 નોટ જારી કરી હતી.

X
Former Secretary of Economic Affairs said - Rupee note 2000 is being stolen, this currency note should be closed as well.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી