ઉમેદવારી / મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભા માટે આજે ફોર્મ ભરશે, જીત નિશ્વિત

Former PM Manmohan will fill the form for Rajya Sabha from Rajasthan today

 •  ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન લાલ સૈની નિધન બાદ ખાલી રાજ્યસભા સીટ પર 26 ઓગષ્ટના રોજ પેટાચૂંટણી યોજાશે 
 •  199 બેઠકો વાળી વિધાનસભામાં જીતવા માટે 123 ધારાસભ્યો જોઈએ

Divyabhaskar.com

Aug 13, 2019, 10:53 AM IST

જયપુરઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજ્યસભા માટે મંગળવારે રાજસ્થાનથી ફોર્મ ભરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીના નિધન બાદ ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર 26 ઓગષ્ટના રોજ પેટાચૂંટણી યોજાશે. સંખ્યાબળની દ્રષ્ટિએ મનમોહન સિંહને આ બેઠક મળવાની પુરેપુરી શક્યતાઓ છે. તેમ છતા કોઈ પણ પ્રકારની ચુક ન થાય તે માટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે આ માટેનો મોર્ચો સંભાળી રહ્યા છે. મનમોહન સિંહનો 14 જૂને રાજ્યસભાના સભ્ય તરીકે કાર્યકાળ ખતમ થયો હતો. તેઓ આસામ ખાતેથી રાજ્યસભાના સાંસદ હતા.

પાર્ટી ધારાસભ્યોને એકજુથ રાખવાની સાથે તેઓ અપક્ષ અને બસપા ધારાસભ્યો સાથે પણ સંપર્કમાં છે. ગેહલોતે રાજ્યના તમામ કોંગ્રેસી ધારાસભ્યોને આદેશ આપ્યા છે કે સિંહના નામાંકન દરમિયાન તમામ ધારાસભ્યો જયપુરમાં હાજર રહે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગષ્ટ છે. તો બીજી બાજુ ભાજપે મંગળવારે પ્રદેશ પાર્ટી કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જેમાં નક્કી કરાશે કે ભાજપ પોતાના ઉમેદવાર ઉતારશે કે નહીં.

કોંગ્રેસના 100 ધારાસભ્યો, બસપાનું સમર્થન- રાજ્યસભા વિધાનસભામાં કુલ બેઠકો 199 છે. કોંગ્રેસના 100 ધારાસભ્યો છે. આ ઉપરાંત 6 બસપા, બે બીટીપી, બે સીપીએમ, એક આરએલડી અને 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. એવામાં કોંગ્રેસ સંખ્યાબળની દ્રષ્ટીએ 123નાં આંકડાને પાર કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પાસે 72 ધારસભ્યો છે. આરએલપીના બે ધારાસભ્યોનું સમર્થન ભાજપને મળી શકે છે. એક અપક્ષ કોણે સમર્થન આપશે તે હજું નક્કી નથી, બે વિધાનસભાની બેઠકો ખાલી છે, જેની પર પેટાચૂંટણી થવાની છે.

મનમોહન જીતશે તો પહેલી વખત કોઈ પૂર્વ પીએમ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનશે
રાજ્યમાં 10 રાજ્યસભાની બેઠકો છે. 9 બેઠકો ભાજપ પાસે છે. મદનલાલ સૈનીની નિધન બાદ આ બેઠક ખાલી પડેલી હતી. અત્યારે તેમની જગ્યાએ જે પણ નવો ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટાશે તેનો કાર્યકાળ પણ 2024 સુધીનો જ હશેય આઝાદી પછી પહેલી વખત આવું થશે, જ્યારે રાજસ્થાનથી કોઈ પૂર્વ પીએમ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. જો તેઓ જીતશે તો નવો ઈતિહાસ બનશે. જો કે આ પહેલા પણ ઘણા દિગ્ગજો રાજ્યથી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે.

 • વેંકૈયા નાયડૂઃ કેન્દ્રની મોદી સરકારમાં વેંકૈયા નાયડૂ કેન્દ્રીય મંત્રી હતા, તે વખતે તેઓ જુલાઈ 2016માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા.
 • નેઝમા હેપતુલ્લાઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી નેઝમા હેપતુલ્લા 2004 થી 2010 સુધી રાજ્યસભાના સભ્યપદે રહ્યા હતા. 2007માં તેઓ ઉપસભાપતિ પણ રહી ચુક્યા છે. ત્યારબાદ તેઓ મોદીના મંત્રીમંડળમાં પણ મંત્રી બન્યા હતા. હાલ પણ તેઓ મણિપુરના રાજ્યપાલ છે.
 • આનંદ શર્માઃ આનંદ શર્મા યુપીએ સરકારમાં મંત્રી હતા. તે દરમિયાન તેમણે અહીંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. હવે તેઓ હિમાચલથી રાજ્યસભાના સાસંદ છે.
 • જસવંત સિંહઃ પૂર્વ નાણા, વિદેશ મંત્રી જસવંત સિંહ ચાર વખત રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય રહી ચુક્યા છે. 1998થી 2004 વચ્ચે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા. તે દરમિયાન જ તેઓ મંત્રી હતા. આ ઉપરાંત ત્રણ વખત તેમણે વિપક્ષમાં બેસવાની તક મળી હતી.
 • અલ્ફોસ કન્નનથનમઃ નરેન્દ્ર મોદી સરકારના કેબિનેટ વિસ્તારમાં 2017માં અલફોન્સ કન્નનથનમને સ્થાન મળ્યું હતું. ત્યારબાદ તેમણે રાજસ્થાનને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.
 • નટવર સિંહઃ પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહ 2002થી 2006 સુધી અહીંથી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેઓ યુપીએ સરકારમાં વિદેશમંત્રી રહી ચુક્યા છે.
 • રામ જેઠમલાનીઃ જાણીતા વકીલ રામ જેઠમલાની સૌથી વધું પાંચ વખત અહીંથી સાંસદ રહી ચુક્યા છે. પહેલી વખક 1988માં જનતા દળથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારબાદથી માંડી 2016 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. કેન્દ્રમાં વાજપેઈ સરકારના કાર્યકાળ દરમિયના તેઓ મંત્રી પણ રહ્યા હતા.

X
Former PM Manmohan will fill the form for Rajya Sabha from Rajasthan today
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી