ભોપાલ સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો સ્લોપ તૂટી પડ્યો, 9 વ્યક્તિને ઈજા, 3ની સ્થિતિ ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુર્ઘટના 2-3 નંબરના પ્લેટફોર્મ પર સર્જાઈ, તે સમયે તિરુપતિ નિઝામુદ્દીન એક્સપ્રેસ ત્યાં ઉભી હતી
  • FOBથી પ્લેટફોર્મ તરફ જતો સ્લોપ તૂટી પડ્યો હતો, નીચે બેઠેલા કેટલાક લોકોને ઈજા પહોંચી હતી

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જૂના સ્ટેશન પર ગુરુવારે ફૂટઓવર બ્રિજ (FOB)ના સ્લોપનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 9 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 3 વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. 4 વ્યક્તિને રેલવે અને 5 વ્યક્તિને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યાં દુર્ઘટના થઈ ત્યાં પ્લેટફોર્મ પર ટ્રેન ઉભો હતો
જ્યાં દુર્ઘટના થઈ ત્યાં પ્લેટફોર્મ પર ટ્રેન ઉભો હતો

પ્રાપ્ત માહિતી પ્રમાણે દુર્ઘટના 2-3 નંબરના પ્લેટફોર્મ પર થઈ હતી. તે સમયે તિરુપતિ નિઝામુદ્દીન એક્સપ્રેસ આ પ્લેટફોર્મ પર ઉભી હતી. દુર્ઘટનામાં રેલવે પ્રશાસને સામાન્ય યાત્રીઓ માટે FOB બંધ કર્યો છે.

FOBથી પ્લેટફોર્મ તરફ જતો સ્લોપ તૂટ્યો
FOBથી પ્લેટફોર્મ તરફ જતો સ્લોપ તૂટ્યો

અન્ય સમાચારો પણ છે...