પૂર અને ભૂસ્ખલનથી હિમાચલમાં 63 અને ઉત્તરાખંડમાં 59 લોકોનાં મૃત્યુ, 20 લાપતા, આજે ફરી ભારે વરસાદનું એલર્ટ 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રયાગરાજના બડે હનુમાન મંદિરની છે. ગંગામાં પાણીનું સ્તર વધવાથી મંદિર ડુબી ગયું છે. - Divya Bhaskar
તસવીર પ્રયાગરાજના બડે હનુમાન મંદિરની છે. ગંગામાં પાણીનું સ્તર વધવાથી મંદિર ડુબી ગયું છે.
  • હિમાચલમાં લેહ-મનાલી હાઈ-વે ફરી બંધ, અત્યાર સુધી 1600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
  • ઉત્તરાખંડમાં રૂ. 170 કરોડ, હિમાચલમાં રૂ. 600 કરોડનું નુકસાન

જોશીમઠ, શિમલા: ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી થઈ  છે. હિમાચલમાં અત્યાર સુધી 63 અને ઉત્તરાખંડમાં 59 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત 55 લોકો ઈજાગ્રસ્ત છે, મોરીના સનેલ ગામમાં 20 લાપતા છે. અહીં 250થી વધુ ઘર સંપૂર્ણપણે તબાહ થઈ ગયાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં અત્યાર સુધી અનુક્રમે રૂ. 170 કરોડ અને રૂ. 600 કરોડનું નુકસાન થયું છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ મંગળવારે ઉત્તરકાશીમાં હતા. તેમણે કહ્યું કે, જિલ્લામાં સર્જાયેલી દુર્ઘટનાથી 70 ચોરસ કિ.મી.નો વિસ્તાર પ્રભાવિત થયો છે. હિમાચલમાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું. બપોરથી જ લેહ-મનાલી હાઈવે બંધ કરી દેવાયો હતો. મનાલી અને રોહતાંગ વચ્ચે ભૂસ્ખલન થયું હતું. અલગ અલગ જગ્યાએ ફસાયેલા 1600 લોકોને બહાર કઢાયા હતા. 

પંજાબમાં રૂ. 1700 કરોડનું નુકસાન, 20 લોકો ડૂબ્યા
પંજાબમાં ભારે વરસાદથી આશરે રૂ. 1700 કરોડનું નુકસાન થયું છે. જલંધરમાં લોહિયા ખાસ ગામમાં આશરે 20 લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા છે.  અહીં એક બંધમાં વરસાદના કારણે તિરાડ પણ પડી છે. 

રાહત: ઉત્તરકાશીમાં છ ક્વિન્ટલ રાહત સામગ્રી પહોંચાડાઈ 
ઉત્તરકાશીમાં એરફોર્સના હેલિકોપ્ટરથી આશરે છ ક્વિન્ટલ રાહત સામગ્રી મોરી તાલુકામાં પહોંચાડાઈ છે. જલંધર જિલ્લાના ગામોમાં પરાઠાના 36 હજાર પેકેટ, સૂકા નાસ્તાના 18 હજાર પેકેટ અને પાણીની બોટલો હેલિકોપ્ટરથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાઈ છે. 

હવે: ઉત્તરાખંડ સહિત 12 રાજ્યમાં વરસાદનું એલર્ટ 
આગામી 24 કલાકમાં ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુના કેટલાક હિસ્સામાં ભારે વરસાદથી એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને મેઘાલય સિવાય કર્ણાટક-તેલંગાણામાં પણ વરસાદ થશે.