તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહાર અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતી, બન્ને રાજ્યોમાં 4 દિવસમાં 86 લોકોના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુઝફ્ફરપુરમાં ઓરેન્જ અને રાજ્યના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ, પટનામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે
  • પટનાના 80% વિસ્તારમાં પાણી ભરાયા છે, હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓએ શહેર છોડ્યું
  • NDRFના 60 અને SDRFના 20 જવાનોની ટીમે રાહત કાર્યમાં જોડાઈ

પટનાઃ બિહારના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે. ગયામાં છ, કૈમૂરમાં ત્રણ ભોજપુર, નવાદા, સમસ્તી પુર અને મોતિહારીમાં એકનું મોત થયું છે. તો બીજી બાજુ રાજ્યના 22 જિલ્લાઓમાં પૂરના જોખમની આશંકા છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં તંત્રને 15 ઓક્ટોબર સુધી હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. ગુરુવારથી અત્યાર સુધીમાં પૂર્વ ઉત્તરપ્રદેશમાં 63 અને બિહારમાં 24 લોકો મોતને ભેટ્યા છે. બિહારના 22 જિલ્લાઓમાં પૂરનું જોખમ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અહીં આગામી બે દિવસ વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી. 
દક્ષિણ ઉત્તરપ્રદેશ અને તેની આસપાસ આવેલા મધ્યપ્રદેશ ઉપર સાઈક્લોનિક સર્કુલેશન અને બંગાળની ખાડીમાંથી ઝારખંડ અને ગંગીય વિસ્તારમાં ઓછા દબાણના કારણે સમગ્ર બિહારમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોના કહ્યાં પ્રમાણે, આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી રહેશે. પટનામાં પણ શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યના પાંચ મંત્રી નંદ કિશોર યાદવ(રોડ નિર્માણ મંત્રી), કૃષ્ણ નંદન વર્મા(શિક્ષા મંત્રી), સુરેશ શર્મા(નગર વિકાસ મંત્રી), સંતોષ નિરાલા(પરિવહન મંત્રી)અને ઉપ મુખ્યમંત્રી શુસીલ મોદીના નિવાસસ્થાને પણ પાણી ભરાયા છે. 

પંજાબ- હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદ 
રવિવારે હરિયાણા, પંજાબમાં પણ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પંચકૂલા, અંબાલા અને યમુનાનગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે બન્ને રાજ્યોમાં આગામી બે દિવસ સુધી વરસાદ થવાનું અનુમાન લગાવ્યું છે. ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...