આપત્તિ / કેરળ અને કર્ણાટકમાં પૂર-ભૂસ્ખલનના કારણે 12 દિવસમાં 130ના મોત, મહારાષ્ટ્રના 5 જિલ્લાઓમાં 43ના મોત

  •  કેરળના 14 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત, પાંચ દિવસમાં 88 લોકોના મોત, 53 હજુ ગુમ 
  • પૂર-વરસાદના કારણે કર્ણાટકમાં 42 લોકોના મોત 

Divyabhaskar.com

Aug 13, 2019, 03:24 PM IST

નવી દિલ્હીઃ દેશના વિવિધ રાજ્યોમાં પુર-ભૂસ્ખલન અને વરસાદના કારણે છેલ્લા 12 દિવસમાં 200 લોકોના મોત થયા છે. કેરળના 14 જિલ્લા ભારે પુર અને ભૂસ્ખલનના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. અહીં 8થી 12 ઓગષ્ટ વચ્ચેનો મૃત્યુઆંક 88 સુધી પહોંચી ગયો છે, જ્યારે 53 લોકો ગુમ છે. કર્ણાટકમાં 42 અને મહારાષ્ટ્રમાં 43 લોકો મોતને ભેટ્યા છે.

કેરળમાં ભૂસ્ખલનના કારણે મલપ્પુરમમાં સૌથી વધારે 29, કોઝિકોડમાં 17,વાયનાડમાં 12, કન્નૂરમાં 09, ત્રિશૂર અને ઈડુક્કી જિલ્લામાં 5-5 તિરુવનંતપુરમ, અલપ્પુઝા, કોટ્ટાયમ અને કસાગોડ જિલ્લાઓમાં 2-2 લોકોના મોત થયા છે. આ સિવાય રાજ્યમાં 53 લકો ગુમ છે. સાથે જ 838 ઘરને મોટા પાયે નુકસાન થયું છે. 63,605 પરિવારોના દોઢ લાખથી વધુ લોકોએ 1413 શિબિર કેન્દ્રોમાં શરણ લીધી છે.

મહારાષ્ટ્રમાં 4 લાખ 74 હજાર લોકોનો સુરક્ષિત બચાવ
કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ પૂરના કારણે પરિસ્થિતી બગડી છે. તમામ પૂરગ્રસ્ત રાજ્યોમાં સેના અને એનડીઆરએફ બચાવ અભિયાનમાં જોડાયેલી છે. મહારાષ્ટ્રમાં પૂણે ડિવીઝનના 5 જિલ્લા(સાંગલી, કોલ્હાપુર, સતારા, પૂણે અને સોલાપુર)માંથી પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે. અહીંના 584 ગામોમાંથી અત્યાર સુધી 4,74,226 લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે.

કર્ણાટકમાં 42 લોકોના મોત
આ ચોમાસામાં કર્ણાટકમાં પૂર અને ભારે વરસાદના કારણે 42, ઉત્તરાખંડમાં 08 અને હિમાચલ પ્રદેશમાં 02 લોકોના મોત થયા છે. આ ઉપરાંત બંગાળમાં વીજળી પડવાના કારણે 8 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 50 લોકો ગુમ થયા છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદ શા માટે?પ્રશ્વિમ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં આવેલા બે તોફાન લેકિમા અને ક્રોસાના કારણે દેશના દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. તેમના કહ્યા પ્રમાણે, પહેલા પશ્વિમ પ્રશાંત મહાસાગરનો ભારતીય ક્ષેત્રો પર પ્રભાવ સીમિત હતો. હવે આ હિંદ મહાસાગરનો ડંપયાર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યો છે. તેની જ અસર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદના રૂપમાં જોવા મળી રહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી