તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17મી લોકસભાનું પહેલું સત્ર આજથી, વિરેન્દ્ર કુમારે પ્રોટેમ સ્પીકર પદના શપથ લીધા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • એનડીએ-2 સરકારના પહેલાં સત્રમાં 5 જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે
 • પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર પહેલાં બે દિવસ ચૂંટાયેલા સભ્યોને શપથ અપાવશે

નવી દિલ્હી: 17મી લોકસભાના પહેલાં સત્રમાં સોમવારે સૌથી પહેલાં વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે શપથ લીધા. પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર મંગળવારે પણ નવાચૂંટાયેલા સાંસદોને શપથ અપાવશે. આ પહેલાં મોદીએ કહ્યું કે લોકતંત્રમાં વિપક્ષનું સશક્ત હોવું જરૂરી છે. તેમનો દરેક શબ્દ મૂલ્યવાન છે, તેઓ લોકસભામાં પોતાના નંબરોની ચિંતા છોડી દે. આશા છે કે તમામ પક્ષ ગૃહમાં ઉત્તમ ચર્ચા કરશે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ અપાવ્યાં. કુમાર મધ્યપ્રદેશના ટિકમગઢથી સાંસદ છે.
હવે 19 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. 20 જૂને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ દિવસે જ રાજ્યસભાના સત્રની શરૂઆત થશે. સંસદનું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. 5 જુલાઈએ પહેલી વખત મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 

4 જુલાઈએ આર્થિક સર્વેક્ષણ, 5 જુલાઈએ સામાન્ય બજેટ

17 જૂન: સોમવારે 17મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત થશે
18 જૂન: પહેલાં બે દિવસ વડાપ્રધાન સહિત 543નવા સાંસદો શપથ લેશે
19 જૂન: નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. તેઓ 17માં સ્પીકર હશે.
20 જૂન: લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિનું સંબોધન
4 જુલાઈ: નાણા પ્રધાનનું આર્થિક સર્વેક્ષણ આવશે
5 જુલાઈ: નવી સરકારનું પહેલું સામાન્ય બજેટ

સાંસદોએ આ ભાષાઓમાં શપથ લીધા 

હિન્દીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, નરેન્દ્ર સિંહ તોમાર, રવિશંકર પ્રસાદ, રમેશ પોખરિયાલ નિશંક, અર્જુન મુંડા, 
સંસ્કૃતઃ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન 
પંજાબીઃ કેન્દ્રીય મંત્રી હરસમિરત કૌર
કન્નડઃ સદાનંદ ગૌડા 

અમારા માટે વિપક્ષની દરેક ભાવના અમૂલ્યઃ મોદી 

 • મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં પહેલાની તુલનામાં મહિલાઓનું મતદાન કરવું મહત્વનું રહ્યું છે. ઘણા દશકો બાદ એક સરકારને ફરી પૂર્ણ બહુમતી સાથે અને પહેલાથી જ વધારે બેઠકો સાથે જનતાએ સેવા કરવાની તક આપી છે. જ્યારે પાંચ વર્ષનો અમારો અનુભવ છે, ત્યારે ગૃહ પણ યોગ્ય રીતે ચાલ્યું છે, તંદુરસ્ત વાતાવરણમાં ચાલ્યું છે ત્યારે દેશ માટેના દરેક નિર્ણય પણ યોગ્ય રીતે કરાયા છે. આશા રાખું છું કે, તમામ દળ ઉત્તમ પ્રકારની ચર્ચા, જનહિતના નિર્ણય માટે આગળ વધશે તેવો વિશ્વાસ છે. 

 • લોકતંત્રમાં વિપક્ષનું સશક્ત હોવું અનિવાર્ય શરત છે. અમારા માટે તેમની દરેક ભાવના અમૂલ્ય છે. જ્યારે ગૃહમાં અમે તે ખુરશી પર એમપી તરીકે બેસીએ તો પક્ષ વિપક્ષ કરતા વધારે નિષ્પક્ષનું વધારે મહત્વ હોય છે. હું આશા રાખું છું કે પક્ષ વિપક્ષથી વધારે નિષ્પક્ષ થઈને અમે ગૃહની ગરિમાને ઉઠાવવાનો પ્રયાસ કરીશું. 

અધ્યક્ષતા કોણ કરશે
લોકસભાના સૌથી સીનિયર સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. જોકે આ વખતે એવું નથી થયું. આ વખતે વીરેન્દ્ર કુમાર પ્રોટેમ સ્પીકર છે. તેઓ સાતમી વખત લોકસભા પહોંચ્યા છે. પ્રોટેમ સ્પીકરની અધ્યક્ષતામાં જ લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટવામાં આવે છે.

સ્પીકરની ચૂંટણી
બહુમતી દળના સભ્યમાંથી જ સ્પીકરની પસંદગી કરવામાં આવે છે. લોકસભાના જ સભ્યો કોઈનું નામ પ્રસ્તાવિત કરી શકે છે. તેની સહમતીથી અથવા ચૂંટણી પ્રક્રિયાથી નિમણૂક કરવામાં આવે છે. આ વખતે સરકાર પાસે પૂર્ણ બહુમતી છે. તેથી જેનું નામ પ્રસ્તાવમાં મુકવામાં આવશે તે વ્યક્તિ અધ્યક્ષ બનશે.

આ મહત્વના બિલ લાવશે સરકાર

 • કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન (શિક્ષણ સવર્ણમાં આરક્ષણ) બિલ 2019
 • આધાર અને અન્ય કાયદો (સંશોધક) બિલ 2019
 • મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) અથવા ત્રિપલ તલાક બિલ 2019
 • જમ્મુ-કાશ્મીર આરક્ષણ (સંશોધન) બિલ 2019
 • આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર બિલ 2019
 • વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (સંશોધન) બિલ 2019