કેમ છો ટ્રમ્પ / ફર્સ્ટ લેડી મેલાનિયાએ કહ્યું- હું અને ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા માટે ઉત્સાહિત, બંને દેશોના સંબંધો મજબૂત થશે

  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ અમદાવાદ અને નવી દિલ્હીના પ્રવાસે
  • 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને તેમની પત્ની દિલ્હી પહોંચશે અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે

Divyabhaskar.com

Feb 13, 2020, 04:23 PM IST

વોશિંગ્ટન: અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગુરુવારે કહ્યું છે કે, તેઓ અને તેમના પતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને થનારી ભારત યાત્રા વિશે ખૂબ ઉત્સાહિત છે. તેમણે ભારત આવવાનું આમંત્રણ આપવા માટે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો છે. બુધવારે ટ્રમ્પે પણ કહ્યું હતું કે, હુ ભારત યાત્રા માટે ખૂબ ઉત્સાહિત છે અને સારા સંબંધોની આશાએ ત્યાં જઈ રહ્યો છું. આ વિશે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટ્રમ્પની આ મુલાકાત ખૂબ ખાસ છે અને ભારત તેમના સન્માનિત અતિથિઓનું વિશેષ સ્વાગત કરે છે.

મેલાનિયાએ મોદીના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે કે, આમંત્રણ માટે તમારો ધન્યવાદ, આ મહિને જ અમદાવાદ અને નવી દિલ્હીની યાત્રા થશે. ડોનાલ્ડ અને હું ભારત યાત્રા માટે ખૂબ ઉત્સાહિત છીએ. આ પ્રવાસથી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે.

ટ્રમ્પે કહ્યું- મોદી મારા સારા મિત્ર
ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે, હું સારા સંબંધોની આશાએ ભારત જઈ રહ્યો છું. ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, તેઓ (નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે, તેઓ એક સારા માણસ પણ છે. વ્હાઈટ હાઉસે સોમવારે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ નવી દિલ્હી અને અમદાવાદની મુલાકાતે આવવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. આ પહેલાંના રાષ્ટ્રપતિ બરાક ઓબામા 2010 અને 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

ટ્રમ્પ પરિવારના આગમનથી ખુશ: મોદી
મોદીએ બુધવારે ટ્વિટ કર્યું હતું, ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાના 24-25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસ માટે તેઓ ખૂબ ખુશ છે. ભારત હંમેશા તેમના સન્માનિત અતિથિઓનું યાદગાર સ્વાગત કરે છે. આ પ્રવાસ ખૂબ ખાસ છે અને તેનાથી ભારત-અમેરિકાની મિત્રતા વધારે મજબૂત થશે. એક અન્ય ટ્વિટમાં મોદીએ કહ્યું હતું- બંને દેશ લોકતંત્ર અને વિવિધતાને શેર કરવા માટે વધારે પ્રતિબદ્ધ છે. બંને દેશ વચ્ચે મજબૂત થતી મિત્રતાથી માત્ર અમારા બંને દેશોના લોકોને જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને ફાયદો થશે.

ટ્રમ્પ સરદાર પટેલ સ્ટેડિયમનું ઉદ્ધાચન કરશે
‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ અમદાવાદમાં નવનિર્મિત કરવામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. તેમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ વધારે 1 લાખ 10 હજાર લોકોના બેસવાની ક્ષમતા છે. આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. ટ્રમ્પના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એક લાખ કરતા પણ વધુ લોકો હાજર રહેશે. કેમ છો કાર્યક્રમ પહેલાં મોદી અને ટ્રમ્પ રોડ શો કરશે અને સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના 10 કિમી સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને તેમની પત્ની દિલ્હી પહોંચશે અને મોદી સાથે મુલાકાત કરશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી