• Gujarati News
  • National
  • Firing On AAP MLA Naresh Yadav's Vehicle Won From Mahrauli; One Supporter Killed, One Injured

મહરૌલીથી જીતેલા AAP ધારાસભ્ય નરેશ યાદવની ગાડી પર ફાયરિંગ;એક સમર્થકનું મોત, એક ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી જીત્યા બાદ યાદવ મંદિરથી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા, બન્ને સમર્થક તેમની ગાડીમાં બેઠેલા હતા
  • પોલીસે કહ્યું - તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ અંગત અદાવતનો પણ કેસ હોઈ શકે છે

નવી દિલ્હીઃ મહરૌલી વિધાનસભા બેઠક પરથી જીતેલા AAP ધારાસભ્ય નરેશ યાદવની ગાડી પર મંગળવારે રાતે અજાણ્યા વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાના ગાડીમાં બેઠેલા એક કાર્યકર્તાનું મોત થઈ ગયું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. આ ઘટના દક્ષિણ-પશ્વિમ દિલ્હીના કિશ્નગઢ ગામમાં રાતે લગભગ 11 વાગ્યે બની હતી. આ વખતે નરેશ યાદવ મંદિરથી દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. પોલીસના કહ્યાં પ્રમાણે આ કેસમાં દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.


મંગળવાર રાતે જ્યારે નરેશ યાદવની ગાડી અરુણા આસિફ અલી રોડ પર એક ટ્રાફિક સિગ્નલ પર અટકી ગઈ હતી, ત્યારે એક યુવકે પાછળથી આવીને ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મને નથી ખબર કે કારણ શું હતું, પરંતુ આ ઘટના અચાનક જ ઘટી હતી. લગભગ 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. મારી ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. મને વિશ્વાસ છે કે જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે તો હુમલાખોરોને ઓળખી શકાશે.