તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fierce Display Of Students, Fee Increase And Protests Over Dress Code Issue At JNU's Convocation

ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન;માનવ સંસાધન મંત્રી ઓડિટોરિયમમાં ફસાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને પ્રદર્શનને રોકવા માટે મોટી સંખ્યામાં CRPF અને દિલ્હી પોલીસના જવાન તહેનાત છે.
  • હોસ્ટેલ ફી વધારાનો મુદ્દો યુનિવર્સિટીમાં ઘણો આગળ વધી ગયો છે

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં ફી વધારા અને ડ્રેસ  કોડના વિરોધમાં 15 દિવસથી વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે વિદ્યાર્થીઓને પ્રદર્શનને ધ્યાનમાં રાખતા સવારે જ પરિસરમાં પોલીસ હાજર હતી. JNUના લગભગ ત્રણ કિમી દૂર AICTનો ગેટ બંધ કરી દેવાયો છે. અહીં પદવીદાન સમારોહ થઈ રહ્યો હતો, જેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ હાજર રહ્યા હતા. 
 

JNUના વિદ્યાર્થીઓના કહ્યાં પ્રમાણે, જ્યારે તેમના ફીમાં ઘટાડાના માંગની સ્વીકારવામાં નથી આવી રહી તો તેમણે દીક્ષાંત સમારંભ પણ મંજૂર નથી. હોસ્ટેલ ફી વધારાનો મુદ્દો યુનિવર્સિટીમાં ઘણો આગળ વધી ગયો છે અને તેનું કોઈ સમાધાન પણ આવી રહ્યું નથી. 

વિદ્યાર્થી‘દિલ્હી પોલીસ ગો બેક’ના નારા લગાવી રહ્યા હતા 
JNU પરિસરના ઉત્તર અને પશ્વિમ દ્વારની બહાર બેરિકેડ્ટ લગાડવામાં આવ્યા હતા. સાથે જ AICTE સભાગાર અને JNUની વચ્ચે બાબા બાલકનાથ માર્ગ પર, ટ્રાફિક સિગ્નલ પાસે, ફ્લાઈઓવરના નીચે અને કાર્યક્રમ સ્થળ પાસે આવેલા માર્ગ પર બેરીકેડિંગ કરાઈ હતી. વિદ્યાર્થીઓએ બેરિકેડને તોડી દીધી અને સવારે લગભગ 11.30 કલાકે કાર્યક્રમની તરફ આગળ વધવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પ્રદર્શનકારીઓમાંથી ઘણાની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હાથોમાં પોસ્ટર લઈને ‘દિલ્હી પોલીસ ગો બેક’ના નારા લગાવ્યા હતા. કુલપતિ એમ જગદીશ કુમારને ‘ચોર’ કહી રહ્યાં હતા. 

રૂમનું ભાડું 10 રૂપિયાથી 300 રૂપિયા કરવામાં આવ્યું 
બીજી બાજુ JNUના વિદ્યાર્થીના ફી વધારા અંગે પ્રદર્શન કરી રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓના સિંગલ રૂમનું ભાડું 10 રૂપિયાથી વધારી 300 રૂપિયા કરાયું હતું, જ્યારે 20 રૂપિયાથી વધારીને 600 રૂપિયા કરી દેવાયું હતું. મેસની સુરક્ષા નિધિને 5,500થી વધારી 12,000 રૂપિયા કરવાની વાત કહેવાઈ હતી. 


દિલ્હી પોલીસના પીઆરઓ મંદીપ એસ.રંધાવાએ કહ્યું કે, પોલીસે સ્થિતીને નિયંત્રિત કરી લીધી છે. અમે સતત JNU ઓથોરિટી અને વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. અમે દરેક સાથે વાતચીત કરી રહ્યાં છીએ. 

જાણો શું છે JNU વિદ્યાર્થીઓની માંગ?

  • JNU વિદ્યાર્થી સંઘના નેતૃત્વમાં સોમવારે દીક્ષાંત સમારંભના દવિસે વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીની માંગ છે કે ફી વધારાનો નિર્ણય પાછો લઈ લેવામાં આવે. વિદ્યાર્થી સંઘે વિદ્યાર્થીઓને અપીલ કરીને વધારે સંખ્યામાં આ પ્રદર્શનમાં જોડાવા અને માર્ચમાં સામેલ થવા માટે કહ્યું હતું. વિદ્યાર્થી સંઘના કહ્યાં પ્રમાણે, જ્યારે વિદ્યાર્થીઓને સસ્તું શિક્ષણ નથી મળી રહ્યું તો પદવીદાન સમારોહની શું જરૂર છે.
  • વિદ્યાર્થીઓની માંગ છે કે હોસ્ટેલમાં કોઈ સર્વિસ ચાર્જ ન લેવામાં આવે, અને ન તો કોઈ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની માંગ છે કે હોસ્ટેલમાં આવવા જવાના સમય પરની લિમીટેશનને ખતમ કરવામાં આવે.

આ વિદ્યાર્થીઓ શા માટે વિરોધ કરી રહ્યા છે? 
યુનિવર્સિટીએ 23 ઓક્ટોબરથી JNU કેમ્પસના દરવાજા બંધ કરવાના નિયમને લાગુ કર્યો હતો, જેની જાણકારી આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગના ડીન તરફથી મળેલી એક નોટિસ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ નોટિસમાં રૂમ નંબર 16, કોમન રૂમ અને SIS 1 તથા SIS-2ના મેઈન ગેટ અંગે નવા નિયમો લાદવામાં આવ્યા છે.