તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા નજરકેદમાંથી મુક્ત થયાના એક દિવસ બાદ તેમના દીકરા ઉમર અબ્દુલ્લાને મળ્યા હતા. છેલ્લા સાત મહિનામાં પિતા અને દીકરાની આ પહેલી મુલાકાત હતી. છૂટ્યા બાદ ફારૂકે ઉમરને મળવાની ઇચ્છા જાહેર કરી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ શ્રીનગરની જ સબ જેલમાં ઉમરને મળવાની મંજૂરી આપી હતી. બન્ને લગભગ એક કલાક સાથે રહ્યા હતા. ફારૂક સાથે અન્ય પરિવારજનોએ પણ ઉમર સાથે મુલાકાત કરી હતી.
ઉમરને 4 ઓગસ્ટની રાતે જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને 5 ફેબ્રુઆરીથી પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પીડીપી નેતા મહેબુબા મુફ્તી સહિત ઘણા નેતાઓ હજુ નજરકેદ છે.
ગુલામ નબી આઝાદ ફારૂકને મળવા પહોંચ્યા
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ ફારૂકને મળવા શનિવારે તેમના ઘરે પહોંચ્યા હતા. ગુલામ નબી ઓગસ્ટથી જ ફારૂક સહિત કાશ્મીરમાં નજરકેદ નેતાઓને છોડવાની માંગ કરી રહ્યા છે. તેમણે સંસદના શિયાળુ સત્ર દરમિયાન જમ્મૂ-કાશ્મીરમાં નજરકેદ નેતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. નજરકેદ નેતાઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી નાખનારા લોકોમાં ગુલામ નબી પણ સામેલ છે.
અમારો ઇરાદો કોઇને જેલમાં રાખવાનો નથી- જી.કિશન રેડ્ડી
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ શનિવારે હૈદરાબાદમાં ફારૂકની મુક્તિ અંગે પૂછાવા પર કહ્યું કે અમારો ઇરાદો કોઇને જેલમાં રાખવાનો નથી. પરંતુ જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યને યોગ્ય રીતે ચલાવવા માટે અમુક લોકોને અંદર રાખવા પડશે. દરેક નજરકેદ લોકોને ટૂંક સમયમાંજ મુક્ત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરના લોકોને પણ મૂળભૂત સુવિધાઓ અને વિકાસનો અધિકાર છે. તેમને સમાન અધિકાર આપવા માટે કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કર્યો. હવે રાજ્ય શાંતિના રસ્તે આગળ વધી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.