કિડની રેકેટ / ફરીદાબાદની ફોર્ટિસ હોસ્પિટલની કોઓર્ડિનેટરની ધરપકડ , અત્યાર સુધી 12 લોકોની ધરપકડ

Divyabhaskar.com

Jun 12, 2019, 11:58 AM IST
Faridabad's Fortis Hospital Coordinator arrested, so far arrested 12 people

  •  ઉત્તર પ્રદેશ પોલીસે ફોર્ટિસની મહિલા કર્મચારીને પુછપરછ માટે કાનપુર બોલાવી હતી 
  •  પોલીસે ફેબ્રુઆરીમાં કિડની અને લિવરની ખરીદ-વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસે ઈન્ટરનેશનલ કિડની રેકેટમાં સામેલ હોવાના આરોપમાં ફરીદાબાદના ફોર્ટિસ હોસ્પિટલની કર્મચારી સોનિકા નામની મહિલાની ધરપકડ કરી છે. તે ઘણા સમયથી હોસ્પિટલમાં અંગ પ્રત્યારોપણની કોઓર્ડિનેટર છે. મામલાની તપાસ કરી રહેલી પોલીસે છેલ્લા સપ્તાહે તેને નોટિસ આપીને પુછપરછ માટે કાનપુર બોલાવી હતી. મંગળવારે નિવેદન આપ્યા બાદ સોનિકાની ધરપકડ કરાઈ છે. આ ઈન્ટરનેશનલ કિડની રેકેટનો ખુલાસો ફેબ્રુઆરીમાં થયો હતો. ગેંગના સભ્ય ગૌરવ મિશ્રા સહિત અત્યાર સુધી 12 લોકો ઝડપાઈ ચુક્યા છે.

ગત શનિવારે દિલ્હીના પુષ્પાવતી સિંહાનિયા રિસર્ચ ઈન્ટીસટ્યૂટ(PSRI)ના સીઈઓ ડો. શુક્લાની પણ ધરપકડ કરાઈ હતી. ડો. શુક્લાએ માનવ અંગોની ખરીદ-વેચાણની વાત કબૂલી હતી. એસપી(કાનપુર) રાજેશ યાદવના જણાવ્યા પ્રમાણે, તપાસ દરમિયાન PSRIમાં ગેરકાયદે કિડની પ્રત્યારોપણના પુરાવાઓ મળ્યા હતા. વચેટીયાઓની મદદથી અહીં ગરીબ લોકોને લવાતા હતા અને ફ્રોડ પૈથોલોજી રિપોર્ટ તૈયાર કરીને કાગળ બનાવવામાં આવતા હતા. જેના બદલામાં રિસીવર પાસેથી મોટી રકમ વસુલવાની ગેમ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. કિડની રેકેટ શ્રીલંકા, તુર્કી સુધી ફેલાયેલું છે.

X
Faridabad's Fortis Hospital Coordinator arrested, so far arrested 12 people
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી