બેદરકારી / પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ખામી, સેલ્ફી લેવા માટે લોકો ઘરમાં ઘૂસ્યા

પ્રિયંકા ગાંધી વાડ્રા.(ફાઈલ ફોટો)
પ્રિયંકા ગાંધી વાડ્રા.(ફાઈલ ફોટો)

  • કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાંના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને હટાવ્યું
  • આ મામલામાં સીઆરપીએફને ફરિયાદ કરવામાં આવી, મામલાની તપાસ ચાલુ

Divyabhaskar.com

Dec 02, 2019, 05:34 PM IST
નવી દિલ્હીઃ કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં મોટી ખામી હોવાની વાત પ્રકાશમાં આવી છે. ન્યુઝ એજન્સીએ સોમવારે જણાવ્યું કે આ ઘટના એક સપ્તાહ પહેલાની છે. કેટલાક લોકોએ પ્રિયંકા ગાંધીના ઘરમાં પરવાનગી વગર પ્રવેશ કર્યો બાદમાં તેમની સાથે સેલ્ફી લેવાની પણ કોશિશ કરી. આ મામલામાં સીઆરપીએફને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે લોધી એસ્ટેટ સ્થિત પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરમાં 25 નવેમ્બરે એક કારે પ્રવેશ કર્યો. આ ઘટનાને સુરક્ષામાં બેદરકારી તરીકે જોવાઈ રહી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રિયંકાની સુરક્ષા માટેના SPG(સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ને હટાવવામાં આવ્યું હતું.
X
પ્રિયંકા ગાંધી વાડ્રા.(ફાઈલ ફોટો)પ્રિયંકા ગાંધી વાડ્રા.(ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી