તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફડણવીસ 80 કલાક મુખ્યમંત્રી રહીને શિવસેના-એનસીપી-કોંગ્રેસથી કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ બચાવ્યા: અનંત હેગડે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનંત હેગડે અને ફડણવીસની ફાઈલ તસવીર
  • હેગડેએ કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સભા સંબોધતા આ નિવેદન આપ્યું હતું
  • હેગડેએ કહ્યું- ફડણવીસે મુખ્યમંત્રી બન્યાના 15 કલાકમાં કેન્દ્રને 40 હજાર કરોડ રૂપિયા પરત કરી દીધા
  • ફડણવીસે કહ્યું દાવો ખોટો છે, મારા કાર્યકાળમાં એક રૂપિયો પણ કેન્દ્રને પરત નથી કર્યો.

બેંગલુરુ: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે માત્ર 80 કલાક મુખ્યમંત્રી બન્યા વિશે ભાજપ નેતા અનંત કુમાર હેગડેએ નિવેદન આપ્યું છે. ઉત્તર કન્નડ જિલ્લામાં એક સભા દરમિયાન હેગડેએ કહ્યું કે, ઘણાં લોકો અમને પુછી રહ્યા છે કે, જ્યારે અમારી પાસે બહુમત નહતો તો અમે ફડણવીસને મુખ્યમંત્રી કેમ બનાવ્યા? તેમણે આટલા ડ્રામા કેમ કર્યા? તો આ વિશે કહેવા માંગુ છું કે, મુખ્યમંત્રી પાસે કેન્દ્રના રૂ. 40 હજાર કરોડ સુધીની પહોંચ હોય છે. તેમને ખબર હતી કે જો, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે તો વિકાસ માટે નક્કી કરરેલા ફંડનો દૂરઉપયોગ કરવામાં આવશે. તેથી આ ડ્રામા કરવામાં આવ્યો. ફડણવીસે કહ્યું દાવો ખોટો છે, મારા કાર્યકાળમાં એક રૂપિયો પણ કેન્દ્રને પરત નથી કર્યો.

હેગડેએ કહ્યું કે, તેથી આ પહેલેથી જ નક્કી કરવામાં આવેલી યોજના હતી. જ્યારે અમને લાગ્યું કે, ત્રણેય પાર્ટીઓ સાથે સરકાર બનાવશે તો તે પહેલાં ફડણવીસે શપથ લઈ લીધા. આગામી 15 કલાકમાં ફડણવીસ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો કે, તે પૈસા કેન્દ્ર સરકારમાં પરત પહોંચાડી દેવામાં આવે, જ્યાં તે સુરક્ષીત છે. તેમણે બધા પૈસા કેન્દ્ર સરકારને મોકલી દીધા. દેવેન્દ્ર ફડણવીસને ડર હતો કે, જો અન્ય કોઈ મુખ્યમંત્રી બનશે તો આ પૈસાનો ચોક્કસથી દૂરઉપયોગ કરાશે.

ફડણવીસે કહ્યું દાવો ખોટો છે

બીજીતરફ ફડણવીસે કહ્યું છે કે ના તો કેન્દ્ર દ્વારા આવું કોઈ ફંડ માટે કહેવામાં આવ્યું હતું કે ના તો મહારાષ્ટ્ર સરકારે તેને પરત મોકલ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે હેગડેનો દાવો સદંતર ખોટો છે અને ટૂંકાગાળામાં આવું કંઈ બન્યું જ નથી. મહારાષ્ટ્ર સરકારનો એક રૂપિયો પણ કેન્દ્રને પરત કરાયો નથી.  મારા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના નાણા મંત્રલાયે જરૂરી તપાસ કરીને સત્યને બહાર લાવવું જોઈએ.
 

સૌથી ઓછો સમય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા ફડણવીસ
5 વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસનો બીજો કાર્યકાળ ચાર દિવસ પણ નહતો ચાલ્યો. ફડણવીસે અજીત પવારના ભરોસે 23 નવેમ્બરે ઉતાવળમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અજીતને ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 26 નવેમ્બરની સવારે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ વિશે ચુકાદો આપ્યો તો બપોરે બે કલાકની અંદર પહેલાં અજીત પવારે અને ત્યારપછી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું હતું. ફડણવીસ રાજ્યના સૌથી ઓછા સમય સુધીના મુખ્યમંત્રી રહ્યા હતા. જોકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર તેઓ રાજ્યના બીજા મુખ્યમંત્રી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો