તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાની જેમ ભારતમાં દુષ્કર્મીઓને કેમિકલ કેસ્ટ્રેશનથી કેમ નપુંસક બનાવી ન શકાય?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકાના એલબેમામાં કેમિકલ કેસ્ટ્રેશન લાગુ, ઇઝરાયેલ, આર્જેન્ટિના સહીત યુરોપના ઘણા દેશોમાં આ તરફ પહેલ 
 • બે એશિયાઈ દેશ દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાએ કેમિકલ કેસ્ટ્રેશનની માન્યતા આપી દીધી છે   

ડેટા ઇન્ટેલિજન્સ ડેસ્ક: હાલમાં જ અમેરિકાના એલબેમા રાજ્યમાં બાળકોનું યૌન શોષણ કરનાર વ્યક્તિને નપુંસક બનાવવાનો કાનૂન લાવવામાં આવ્યો છે. એલબેમાના ગવર્નર કાય ઈવેએ કેમિકલ કેસ્ટ્રેશન બિલ પર સહી કરી દીધી છે. હવે ત્યાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વિરુદ્ધના યૌન શોષણ અપરાધના દોષીઓને નપુંસક બનાવવામાં આવશે.

ભારતમાં પણ 2011થી જ કેમિકલ કેસ્ટ્રેશન લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે. ‘દિવ્ય ભાસ્કર એપ’એ આ બાબતે મધ્ય પ્રદેશની સૌથી મોટી સરકારી મેડિકલ કોલેજમાંની એક એમજીએમ મેડિકલ કોલેજ ઇન્દોરના પ્રોફેસર ડોક્ટર વીપી પાંડે, ભોપાલના યુરો સર્જન ડોક્ટર દેવેન્દ્ર ધાકડ, સુપ્રીમ કોર્ટના વકીલ રાજેશ રોય અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટના એડવોકેટ સંજય મેહરા સાથે વાત કરી.

અમેરિકામાં 1950થી વપરાય છે 

 • અમેરિકામાં 1950થી કેમિકલ કેસ્ટ્રેશનનો ઉપયોગ થઇ રહ્યો છે. ઇઝરાયેલ, આર્જેન્ટિનાની સાથે યુરોપના ઘણા દેશોમાં પણ લાગુ છે. 
 • આનો પહેલીવાર ઉપયોગ 1944માં થયો હતો. ત્યારે ડાઇથાઇલસ્ટિલબેસ્ટ્રોલનો ઉપયોગ પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલને ઘટાડવા માટે કરવામાં આવ્યો હતો. 

2 એશિયાઈ દેશમાં લાગુ, યુએસના 8 રાજ્યોમાં લીગલ 

 • એશિયાના બે દેશ દક્ષિણ કોરિયા (2011) અને ઇન્ડોનેશિયા (2016) કેસ્ટ્રેશનને કાનૂની માન્યતા આપી ચૂક્યા છે.
 • યુએસ ટુડે મુજબ, એલબેમા સિવાય 7 બીજા રાજ્યો કેલિફોર્નિયા, ફ્લોરિડા, ગુઆમ, આયોવા, લુઇસિયાના, મોન્ટાના અને વિસ્કોન્સિનમાં પહેલેથી જ લીગલ છે. આયોવા, કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં તો ગંભીર યૌન અપરાધો સાથે જોડાયેલ દરેક કેસમાં કેમિકલ કેસ્ટ્રેશનની સજા આપવામાં આવે છે. 

એક્સપર્ટ વ્યૂ: કેમિકલ કેસ્ટ્રેશન એટલે કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડવું  

 • મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ ઇન્દોરના મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર વીપી પાંડેએ જણાવ્યું કે, કેમિકલ કેસ્ટ્રેશન વડે વ્યક્તિનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી દેવામાં આવે છે. 
 • તેમાં એનાફ્રોડિસિક નામના ડ્રગ મારફતે સંબંધિત વ્યક્તિની યૌન ઈચ્છા (સેક્સ ડ્રાઈવ)ને ઘટાડી દેવામાં આવે છે. તેમાં મેડ્રોક્સીપ્રોજેસ્ટેરોન એસિટેટ, સાઇપ્રોટેરોન એસિટેટ અને એલએચઆરએચ જેવા ડ્રગનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી દેવામાં આવે છે. 
 • યુરો સર્જન (ભોપાલ યુરોલોજી સેન્ટર) ડોક્ટર દેવેન્દ્ર ધાકડે જણાવ્યું કે, પ્રોસ્ટેટ કેન્સરના ઈલાજમાં કેમિકલ કેસ્ટ્રેશનનો ઉપયોગ થાય છે. તેમાં ડ્રગ આપીને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટાડી દેવામાં આવે છે. જોકે, સહમતી વગર કોઈનું પણ કેમિકલ કેસ્ટ્રેશન કરી ન શકાય.
 • જો સરકાર કોઈ આવો કાનૂન બનાવે છે તો આ પ્રોસેસ કરવામાં કોઈ મુશ્કેલી નથી. આમાં જ્યાં સુધી દવા દેવામાં આવે છે ત્યાં સુધી તેની અસર રહે છે. 
 • સામાન્ય શબ્દોમાં કહીએ તો કેમિકલ કેસ્ટ્રેશન પુરુષોમાં બનનારા એ હોર્મોન્સને રોકે છે જેનાથી તેમને યૌન સંબંધ બનાવવાની ઈચ્છા થાય છે.
 • યુએસના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) મુજબ, કેમિકલ કેસ્ટ્રેશનને બંધ કરવાથી તે અસરકારક રહેતું નથી. આ પ્રોસેસમાં દવા દેવાની હોય છે અથવા નિશ્ચિત સમય પર ઇન્જેક્શન આપવાનું હોય છે. જેનાથી હોર્મોનનું લેવલ નીચું રહે છે. દવાની અસર પૂરી થતા જ હોર્મોનનું લેવલ ફરી વધી જાય છે. 

ભારતમાં 2012માં બીજેપીએ માગ કરી હતી 

 • 2012માં દિલ્હીમાં થયેલ ગેંગરેપ પછી બીજેપીએ આરોપીને મૃત્યુની સજા અથવા કેમિકલ કેસ્ટ્રેશન કરવાની સલાહ આપી હતી.
 • તે સમયે વરિષ્ઠ ભાજપ નેતા અને હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મીડિયાની સામે આ વાત કહી હતી. સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસે પણ આ પ્રસ્તાવ પહોંચાડવામાં આવ્યો હતો. 
 • ઘણી મહિલાઓ પણ પોતાના પતિની વાસનાથી છુટકારો મેળવવા માટે કેમિકલ કેસ્ટ્રેશનને એક ઉપાય માને છે.
 • એક રિપોર્ટ મુજબ, ચેન્નઈ, મુંબઈ જેવા શહેરોમાં ઘણા સેક્સોલોજિસ્ટની મદદ લેવામાં આવી રહી છે. જોકે, તેમાં પતિની ઈચ્છા વગર કંઈ થઇ શકતું નથી.

કાનૂન બનશે તો ડર પેદા થશે 

 • મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સિનિયર એડવોકેટ સંજય મેહરાએ જણાવ્યું કે, કેમિકલ કેસ્ટ્રેશનનો નિયમ ભારતમાં લાગુ કરી શકાય છે. નિયમ બનાવવા માટે પહેલા તેને કેબિનેટમાંથી પસાર કરવું પડશે. ત્યારબાદ તે લોકસભામાં જશે. ત્યાંથી પાસ થયા બાદ રાજ્યસભામાં જશે. પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બની જશે. સરકાર ઈચ્છે તો અધ્યાદેશ પણ લાવી શકે છે અને તરત જ આને લાગુ કરાવી શકે છે. અધ્યાદેશ લાવવા માટે માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે.
 • દિલ્હીના અતિરિક્ત સત્ર ન્યાયાધીશ કામિની લાઉએ સોતેલી દીકરી સાથે દુરાચાર કરનારને સજા આપતાં સમયે બળાત્કારીના કેમિકલ કેસ્ટ્રેશનની તરફેણ કરી હતી.
 • લો ફર્મ આર આર લીગલ (નવી દિલ્હી)ના ફાઉન્ડર રાજેશ રાયે જણાવ્યું કે, કેમિકલ કેસ્ટ્રેશનને લઈને ભારતમાં હજુ સુધી કોઈ કાયદો નથી. આવો કોઈ નિયમ બને તો અપરાધીઓમાં ડર તો પેદા થશે.

શોધ શું કહે છે 

 • સ્કેન્ડિનેવિયામાં થયેલી એક શોધ મુજબ, કેમિકલ કેસ્ટ્રેશન પ્રોગ્રામ લાગુ કર્યા બાદ રીઓફેન્ડિંગ રેટ્સમાં 40% થી 50% ઘટાડો થયો. જોકે, દુનિયાભરમાં આલોચક આને માનવતા વિરુદ્ધ ઉઠાવવામાં આવેલું પગલું મને છે અને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણે છે. 
અન્ય સમાચારો પણ છે...