તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Election Commission Considering The E voting System Where Voters Can Vote From Anywhere In The Country

મતદાતા દેશમાં કોઈ પણ જગ્યાએથી મતદાન કરી શકે તેવી ઈ-વોટિંગની વ્યવસ્થા માટે વિચારણા કરતું ચૂંટણી પંચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો
  • ઈ-વોટિંગથી મતદાનની ટકાવારી વધારવા અને ચૂંટણી પાછળનો ખર્ચ ઘટાડવાની ચૂંટણી પંચની યોજના
  • અગાઉ ગુજરાતમાં વર્ષ 2010માં સ્થાનિય ચૂંટણીમાં ઈ-વોટિંગનો પ્રયોગ થયો હતો,
  • વર્ષ 2015માં કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ ઈ-વોટિંગની સુવિધા હતી,પણ જાગૃતિનો અભાવ હતો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ઈ-વોટિંગ અંગેની શક્યતા પર વિચારણા કરી રહ્યું છે. એટલે કે ચૂંટણી પંચ મતદાતાઓને ઈ-વોટિંગ (E-Voting) મારફતે મતદાન માટે સુવિધા આપવાના વિકલ્પ આગળ વધી રહ્યું છે.  ઈ-વોટિંગની પહેલ પાછળ ચૂંટણી પંચનો ઉદ્દેશ મતદાનની ટકાવારી વધારવા તેમ જ ચૂંટણી પાછળ થતા જંગી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને સૌને મતદાન અધિકાર મળી રહે તેવો છે.
 ઈ-વોટિંગ મારફતે અંતરિયાળ વિસ્તારોમાં મતદાન સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે. મુખ્ય ચૂંટણી વડા સુનિલ અરોડાએ તાજેતરમાં જ આ વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરી હતી કે આઈઆઈટી ચેન્નાઈની મદદથી વિકસિત કરવામાં આવી રહેલી મતદાનની આ પદ્ધતિ હેઠળ મતદાતા અન્ય કોઈ પણ રાજ્યમાંથી તેના નોંધણી હેઠળના વિસ્તારમાં યોજાતા મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ તેનો મત આપી શકશે.
એક અંદાજ પ્રમાણે દેશમાં આશરે 45 કરોડ પ્રવાસી લોકો એવા છે કે જે રોજગારી કે અન્ય કારણોથી તેમના મૂળ વતનથી દૂર વસવાટ કરે છે. આ પૈકી કેટલાક મતદાતા વિવિધ કારણોથી મતદાનના દિવસે તેમના ચૂંટણી ક્ષેત્રમાં પહોંચી શકતા નથી.
આ યોજના સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે દૂરના સ્થળેથી મતદાન કરવાનો ઈ-વોટિંગથો પ્રયોગ સૌ પ્રથમ ગુજરાતમાં વર્ષ 2010માં સ્થાનિય ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થામાં પ્રત્યેક સ્થાનિક એકમના એક-એક વોર્ડમાં ઈ-વોટિંગનો વિકલ્પ મતદાતાઓને આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં થયું હતું ઈ-વોટિંગ
ત્યારબાદ વર્ષ 2015માં ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ અને સુરત સહિત છ સ્થાનિય કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાતાઓને ઈ-વોટિંગની સુવિધાથી જોડ્યા હતા. જોકે વ્યાપક પ્રચારના અભાવે 95.9 લાખ નોંધાયેલા મતદાતા પૈકી ફક્ત 809 મતદાતાએ ઈ-વોટિંગનો ઉપયોગ કર્યો હતો.
દેશભરમાં ઈ-વોટિંગને અમલી બનાવવા માટે ભૂતપુર્વ ચૂંટણી કમિશનર ઓપી રાવતે તેમના કાર્યકાળમાં મતદાતા ઓળખ પત્રને આધાર સાથે જોડી સીડેકથી ઈ-વોટિંગ સોફ્ટવેર વિકસાવવાની યોજના પર કામગીરી શરૂ કરી હતી.

મતદાર યાદીને આધાર સાથે જોડવા માટે મળી મંજૂરી
આ યોજના સાથે સંકડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આધારને મતદાતા ઓળખ પત્ર સાથે લિંક કરવા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા આ યોજનામાં વિલંબ થયો હતો, પણ તાજેતરમાં કોર્ટે આધાર સંબંધિત પૂર્વનિર્ધારિત દિશા સૂચનો હેઠળ મતદાતા ઓળખ કાર્ડ સાથે જોડવાની મંજૂરી આપી છે.
તેમણે કહ્યું કે આશરે 31 કરોડ મતદાતા ઓળખ પત્રને આધાર સાથે અગાઉથી લિંક કરી દેવામાં આવ્યા છે. દેશમાં અત્યારે 91.12 કરોડ મતદાતાઓમ પૈકી પૈકી આશરે 61 કરોડ મતદાતાઓના મતદાન ઓળખ કાર્ડને આધાર સાથે જોડવાના બાકી છે.
 

અન્ય સમાચારો પણ છે...