• Home
  • National
  • EC has ordered removal of Anurag Thakur & Parvesh Sahib Singh Verma from the list of star campaigners of BJP for Delhi Elections 

દિલ્હી વિધાનસભા ચૂંટણી / ચૂંટણી પંચે સાંસદ પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુરની બોલતી બંધ કરી, કેમ્પેઈનમાંથી બહાર કરવા બીજેપીને આદેશ

EC has ordered removal of Anurag Thakur & Parvesh Sahib Singh Verma from the list of star campaigners of BJP for Delhi Elections 

Divyabhaskar.com

Jan 29, 2020, 04:45 PM IST

નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રવેશ વર્મા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર એક્શન લીધા છે. ચૂંટણી પંચે પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુરને બીજેપીના સ્ટાર કેમ્પેનર લિસ્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. જોકે બંને નેતાઓ હજી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી શકશે.

જોકે ચૂંટણી પંચના આ આદેશ પછી પણ પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર ચૂંટણી પ્રચાર કરી શકે છે. જો ઉમેદવાર આ બંને નેતાઓ સાથે રેલી કરાવશે તો તે તેમના ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવશે. આ પહેલાં બંને નેતાઓની રેલીને પાર્ટીના ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવતી હતી.

કેજરીવાલને ગણાવ્યા હતા આતંકી-નક્સલી
બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરખામણી આતંકી અને નક્સલીઓ સાથે કરી હતી. માદીપુરમાં એક જનસભા દરમિયાન પ્રવેશ વર્માએ કહ્યું હતું- કેજરીવાલ જેવા નટવરલાલ... કેજરીવાલ જેવા આતંકવાદી દેશમાં છુપાઈને બેઠા છે. અમે વિચારવા માટે મજબૂર થઈ જઈએ છીએ કે કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ સાથે લડીએ કે પછી કેજરીવાલ જેવા આતંકીઓ સાથે આ દેશમાં લડીએ.

કેજરીવાલે દુખ વ્યક્ત કર્યું હતું
પ્રવેશ વર્માના નિવેદન પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને દુખ જાહેર કર્યું હતું. તેમણે લખ્યું, પાંચ વર્ષ દિવસ-રાત મહેનત કરીને દિલ્હી માટે કામ કર્યું છે. દિલ્હીના લોકો માટે ત્યાગ આપ્યો. રાજકારણમાં આવ્યા પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો જેથી લોકોનું જીવન સુધારી શકુ. બદલામાં આજે ભારતીય જનતા પાર્ટી મને આતંકવાદી કહી રહી છે. ખૂબ દુખ થયું.

X
EC has ordered removal of Anurag Thakur & Parvesh Sahib Singh Verma from the list of star campaigners of BJP for Delhi Elections 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી