શિયાળુ સત્ર / સંસદમાં સાંસદોની ગેરહાજરી પ્રત્યેક મિનિટે આપણાં રૂ. 2.6 લાખ વેડફી રહી છે

Each minute of running Parliament during sessions costs the exchequer Rs 2.5 lakh

  • સંસદના બંને ગૃહોમાં સાંસદોની પાંખી હાજરી અંગે વડાપ્રધાન મોદીએ ટકોર કરી
  • શિયાળુ સત્રમાં કુલ 15 દિવસની કાર્યવાહી માટે રૂ. 144 કરોડનો ખર્ચ થાય છે, તોતિંગ ભથ્થા મળવા છતાં સાંસદો હાજરી આપવા અંગે બેદરકાર

Divyabhaskar.com

Dec 03, 2019, 05:40 PM IST

નેશનલ ડેસ્કઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર 2019 સુધી યોજાઈ રહ્યું છે. જોકે મોટી સંખ્યામાં સાંસદોની સદનમાં ગેરહાજરી અંગે સ્વયં વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. સંસદના બંને ગૃહો એ દેશના વિકાસનું ચાલકબળ છે અને સરકાર આ લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ ચૂંટાયેલા સાંસદો પોતે જ ગેરહાજર રહીને જનતાના પરસેવાના રૂપિયા બરબાદ કરે છે.

શિયાળુ સત્રનો કુલ ખર્ચ 144 કરોડ રૂપિયા
એક વર્ષ દરમિયાન સંસદનું સત્ર અંદાજે 100 દિવસ સુધી ચાલે છે અને પ્રત્યેક દિવસ સંસદના બન્ને ગૃહોમાં અંદાજે 6 કલાક કામગીરી ચાલે છે. સંસદીય આંકડાઓ પ્રમાણે (2016 મુજબ) શિયાળુ સત્ર દરમિયાન અંદાજે 144 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જેમાં 138 કરોડ રૂપિયા સંસદ ચલાવવાનો ખર્ચ + 6 કરોડ રૂપિયા સાંસદોને વેતન, ભથ્થા તથા આવાસ ખર્ચ પેટે વપરાયા હતા.

સાંસદને સત્ર દરમિયાન રોજના રૂ. 2000 મળે છે
લોકસભા અને રાજ્યસભાના સાંસદોને કાર્યકાળ દરમિયાન 50 હજાર રૂપિયાનું વળતર મળે છે. આ ઉપરાંત જો તેઓ સંસદની કાર્યવાહીમાં હાજરી આપે અને અને રજિસ્ટરમાં હસ્તાક્ષર કરે તો તેમને 2000 હજાર રૂપિયા રોજનું ભથ્થુ પણ મળે છે. એક સાંસદને તેના ક્ષેત્રમાં કામગીરી કરાવવા માટે 45000 રૂપિયા પ્રતિમાસનું ભથ્થું મળે છે. કાર્યાલય ખર્ચ પેટે સાંસદને 45000 રૂપિયા પ્રતિ મહિનાના મળે છે જેમાંથી તે 15000 હજાર રૂપિયા સ્ટેશનરી પર ખર્ચ કરી શકે છે. આ સાથે જ જો કોઈ સાંસદ સહાયક રાખે છે તો તેની પાછળ 30000 રૂપિયા ખર્ચ કરી શકે છે.

દરરોજ 600 રૂપિયા માત્ર કપડાં ધોવડાવવા માટે
સાંસદ નિધિ(મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ) સ્કીમ હેઠળ સાંસદ તેમના વિસ્તારમાં 5 કરોડ રૂપિયા પ્રતિવર્ષ ખર્ચ કરવાની ભલામણ કરી શકે છે. સાંસદોને દર ત્રણ મહિને 50 હજાર રૂપિયા એટલે કે અંદાજે 600 રૂપિયા રોજના માત્ર કપડાં ધોવડાવવા માટેના મળે છે.

સાંસદ દર વર્ષે પત્ની સાથે 34 વખત હવાઈ મુસાફરી કરી શકે છે
દર વર્ષે સાંસદોને સરકાર દ્વારા 25 ટકાની હવાઈ મુસાફરી પર છુટ આપવામાં આવે છે. એક સાંસદ દર વર્ષે 34 વખત હવાઈ મુસાફરી કરી શકે છે. આ સુવિધા પતિ/પત્ની બન્ને માટે આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેનમાં સાંસદ ફર્સ્ટ ક્લાસ એસીમાં એક વિશેષ પાસ દ્વારા મુસાફરી કરી શકે છે. સાથે જ સાંસજને રોડ વેની યાત્રા માટે 16 રૂપિયા પ્રતિ કિલોમીટરનું ભથ્થું પણ આપવામાં આવે છે.

X
Each minute of running Parliament during sessions costs the exchequer Rs 2.5 lakh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી