વરસાદ / તમિલનાડુના નીલગિરીમાં 24 કલાકમાં 140 સ્થળે ભૂસ્ખલન, યુપી-હિમાચલમાં 4નાં મોત

તસવીર કર્ણાટકના બેલ્લારીની છે. ત્યાં એરફોર્સે 350 લોકોને એરલિફ્ટ કરીને બચાવ્યા.
તસવીર કર્ણાટકના બેલ્લારીની છે. ત્યાં એરફોર્સે 350 લોકોને એરલિફ્ટ કરીને બચાવ્યા.

  • UAEમાં ભારતીય કલાકારો કેરળના પૂરપીડિતો માટે રાહત સામગ્રી એકઠી કરે છે
  • 5 દિવસમાં કેરળમાં 91 અને કર્ણાટકમાં 50 મોત, 23 રાજ્યમાં ભારે વરસાદની વકી

Divyabhaskar.com

Aug 14, 2019, 03:49 AM IST

ચેન્નઇ/ તિરુવનંતપુરમ/ નવી દિલ્હી: દેશમાં મંગળવારે પણ ભારે વરસાદ જારી રહ્યો. તમિલનાડુના નીલગિરી જિલ્લામાં 24 કલાકમાં 140 સ્થળે ભૂસ્ખલન થયું. જોકે, તેમાં કોઇ જાનહાનિ નથી થઇ. મુખ્યમંત્રી કે. પલાનીસામીએ આની પુષ્ટિ કરી છે. ભારે વરસાદ અને પૂરના કારણે 5 દિવસમાં કેરળમાં 91 અને કર્ણાટકમાં 50 લોકોનાં મોત થયાં છે. કેરળમાં 61 અને કર્ણાટકમાં 16 લોકો લાપતા છે.

ઉત્તરપ્રદેશ અને હિમાચલમાં એક દિવસમાં 2-2 લોકોનાં મોત
કેરળના 3 જિલ્લા રેડ અને 6 જિલ્લા ઓરેન્જ એલર્ટ પર છે. કર્ણાટકમાં એરફોર્સે પૂરમાં ફસાયેલા 500 લોકોને એરલિફ્ટ કરીને બચાવ્યા, જેમાંથી 25 પર્યટક છે. ઉત્તરપ્રદેશ અને હિમાચલમાં એક દિવસમાં 2-2 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાકમાં 6 રાજ્યમાં ભારે વરસાદ થયો. વિભાગે આગામી 24 કલાકમાં 23 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. યુએઇમાં ભારતીય કલાકારોનું સંગઠન વોઇસ ઓફ હ્યુમેનિટી કેરળના પૂરપીડિતો માટે રાહતસામગ્રી એકઠી કરી રહ્યું છે.

X
તસવીર કર્ણાટકના બેલ્લારીની છે. ત્યાં એરફોર્સે 350 લોકોને એરલિફ્ટ કરીને બચાવ્યા.તસવીર કર્ણાટકના બેલ્લારીની છે. ત્યાં એરફોર્સે 350 લોકોને એરલિફ્ટ કરીને બચાવ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી