તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકીઓ સાથે પકડાયેલા DSPનો વીરતા પુરસ્કાર પરત લેવાઇ શકે છે, પૈસાના બદલામાં આતંકવાદીઓને ઠેકાણું આપતો હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જમ્મૂ-કાશ્મીર પોલીસના DSP દેવિંદર સિંહને રવિવારે આતંકવાદીઓ સાથે પકડવામાં આવ્યો હતો
  • દેવિંદર સિંહે પોલીસને જણાવ્યું- આતંકવાદીઓને કારમાં બેસાડ્યા પહેલા પોતાના શ્રીનગર સ્થિત ઘરે રોક્યા હતા
  • પોલીસે ગૃહ મંત્રાલયને મામલાની જાણકારી આપી, કહ્યું- દેવિંદરનો અપરાધ જઘન્ય, આતંકીઓ જેવું વર્તન કરાશે

શ્રીનગર: 11 લોકોની હત્યામાં વોન્ટેડ આતંકવાદી નવીદ બાબા સાથે પકડવામાં આવેલા જમ્મૂ-કાશ્મીર પોલીસના DSP દેવિંદર સિંહનો વીરતા પુરસ્કાર પરત લેવાઇ શકે છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને સોમવારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ વીરતા પદક પરત લેવાની પ્રક્રિયા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર પોલીસે દેવિંદર સિંહ મામલાની જાણકારી ગૃહ મંત્રાલયને સોંપી દીધી છે. તેનાથી IB, રૉ અને સેનાની ગુપ્ત ટીમો પૂછપરછ કરશે. ત્યારબાદ NIA  દેવિંદર અને નવીદને કસ્ટડીમા લઇ લેશે. અત્યાર સુધી થયેલી તપાસમાં માહિતી મળી છે કે દેવિંદર સિંહ ઘણા વર્ષોથી આતંકવાદીઓને ઠેકાણા પુરા પાડતો હતો અને તેના બદલામાં તગડા પૈસા લેતો હતો. દેવિંદર સિંહને રવિવારે ત્યારે પકડવામાં આવ્યો જ્યારે તે નાવીદ બાબાને તેની કારથી લઇ જઇ રહ્યો હતો. દેવિંદરે પૂછપરછમાં જણાવ્યું કે નવીદને તેણે તેના શ્રીનગર સ્થિત તેના ઘરે પણ રોક્યો હતો. 

આતંકવાદી તરીકે કેસ દાખલ થશે અને તેવું જ વર્તન કરવામાં આવશે- IGP
દેવિંદર સિંહે કાઉન્ટર-ઇન્સર્જન્સી સ્પેશલ ઓપરેશન ગ્રુપમાં સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર નિમણૂક મેળવી હતી અને બાદમાં ખુબ ઝડપથી તે DSP રેન્ક સુધી પહોંચી ગયો હતો. IGP વિજય કુમારે કહ્યું હતું- દેવિંદર સિંહે જઘન્ય અપરાધ કર્યો છે. તે આતંકવાદીઓને લઇ જઇ રહ્યો હતો. તેણે આતંકવાદીઓ પાસેથી 12 લાખ રૂપિયા લીધા હતા. એક આતંકવાદી તરીકે જ તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે અને તેની સાથે એ રીતે જ વ્યવહાર થશે. 
અત્યાર સુધી 5 અગત્યની બાબતો તપાસમાં સામે આવી

  • દેવિંદર નવીદ અને આસિફ અહમદ નામના આતંકીઓને અમુક મહિનાઓ માટે ઠેકાણું ઉપલબ્ધ કરાવવા માટે ચંડીગઢ લઇ જઇ રહ્યો હતો. જે સમયે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે એક સિવિલિયન ઈરફાન અહમદ મીર ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે તેને કુલગામ જિલ્લામાં હાઇવે પર રોક્યો હતો.
  • મીર 5 વખત પાકિસ્તાન જઇ ચૂક્યો હતો અને પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે શું સિંહ અને મીર મળીને આતંકવાદીઓને પરત જવામાં કે કોઇ હુમલાના ષડયંત્રમાં મદદ કરતા હતા કે કેમ.
  • આ લોકો પાસેથી એકે-47 રાઇફલ, બે પિસ્ટલ અને બે ગ્રેનેડ મળ્યા છે. દેવિંદરના ઘરેથી લાખો રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યા છે.
  • સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સિંહ છેલ્લા અમુક વર્ષોથી આતંકવાદીઓને જમ્મૂની ઠંડીની સિઝનમાં ઠેકાણા ઉપલબ્ધ કરાવતો હતો અને તેના બદલામાં તગડી રકમ વસૂલતો હતો.
  • જ્યારે દેવિંદર નવીદ અને આસિફને લેવા માટે શોપિયાં જિલ્લામાં ગયો હતો ત્યારથી પોલીસ તેનો પીછો કરી રહી હતી. બન્ને આતંકવાદી એક રાત માટે શ્રીનગરમાં દેવિંદરના ઘરે રોકાયા હતા.

એ સવાલ , જેનો જવાબ અત્યાર સુધી નથી મળ્યો
 ગુપ્તચર એજન્સીઓ અને જમ્મૂ-કાશ્મીર પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે દેવિંદર સિંહ ક્યારથી ડબલ ક્રોસ કરી રહ્યો હતો અને પોલીસમાં રહેતા તે કેવી રીતે આતંકવાદીઓનો સાથ આપતો હતો ?

અફઝલ ગુરૂએ આરોપ લગાવયા હતા, કહ્યું હતું- આતંકવાદીઓને દિલ્હી લઇ જવા માટે મજબૂર કર્યા
DSP દેવિંદર સિંહનું નામ પહેલી વખત શંકાના દાયરામાં ત્યારે આવ્યું જ્યારે સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુએ તેના પર આરોપ લગાવ્યા. અફઝલે ટ્રાયલ કોર્ટમાં કહ્યું હતું- સિંહને તેના નિર્દેશો પર કામ કરવા માટે કહ્યું હતું. ધમકી આપી હતી કે જો આવું ન કર્યું તો પરિવારની હત્યા કરી દેશે. તેણે સંસદ પર હુમલા કરવા વાળા આતંકવાદીઓને દિલ્હી લઇ જવા અને તેમના માટે ફ્લેટની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. એક સેકન્ડ હેન્ડ એમ્બેસેડર કાર ખરીદવા માટે પણ કહ્યું હતું જેનો ઉપયોગ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા દરમિયાન કરવામાં આવ્યો. જોકે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે દેવિંદર સિંહ પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો