પર્દાફાશ / અમેરિકામાં ડ્રગ રેકેટનો પર્દાફાશ, દાઉદ-બોલિવૂડ સુધી તાર ખૂલ્યા 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • મમતા કુલકર્ણીના પતિ અને કિમ શર્માના પૂર્વ પતિની પણ સંડોવણી

Divyabhaskar.com

Sep 12, 2019, 05:43 AM IST

નવી દિલ્હી: અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. તેના તાર ભારતમાં દાઉદ ઈબ્રાહિમના સાથીદારો, ભારતથી સંચાલિત એક ફાર્મા કંપની અને બોલિવૂડ સુધી જોડાયેલા હોવાનું પણ ખૂલ્યું છે.

કિમ શર્માના પૂર્વ પતિ અલી પંજાનીના નામનો પણ ઉલ્લેખ
આ દવા કંપની મેન્ડ્રેક્સ અને એફેડ્રિન જેવા ડ્રગનું ઉત્પાદન કરતી હતી. ન્યૂયોર્કની એક અદાલતે 25 જુલાઈએ ડીઈએ તરફથી નોંધાવેલા તપાસ રિપોર્ટમાં ડી કંપનીના સહયોગી અને બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીના પતિ વિકી ગોસ્વામી તેમજ કિમ શર્માના પૂર્વ પતિ અલી પંજાનીના નામનો પણ ઉલ્લેખ છે. આ લોકો પર કેન્યાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની દાણચોરી કરવાનો આરોપ છે. અલી પંજાની કેન્યાથી ભાગીને મુંબઈ પહોંચ્યો હતો, જ્યાં છેલ્લીવાર ઓગસ્ટના અંતિમ અઠવાડિયે બાન્દ્રાની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં દેખાયો હતો. વિકી ગોસ્વામીએ દુબઈમાંથી છૂટીને કેન્યાથી ગેરકાયદે ધંધો શરૂ કર્યો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી