તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dobhal Arrives For Srinagar For Second Time, Reviews Security After Terror Alert In Kashmir

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજીત ડોભાલ બીજી વખત શ્રીનગર પહોંચ્યા, મેહબૂબાએ ટ્વિટ કર્યું- આ વખતે મેન્યુમાં શું છે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું- ડોભાલે ગત વખતે બિરયાની ખાધી હતી, આ વખતે મેન્યુમાં શું છે?
 • ગુપ્તચર વિભાગના જણાવ્યા પ્રમાણે, લગભગ 200 પાકિસ્તાની આતંકી LOC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

શ્રીનગરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ બીજી વખત જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુપ્તચર એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યું હતું કે, પાકિસ્તાની આતંકીઓ રાજ્યમાં મોટા પાયે વિસ્ફોટ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ અંગે અજીત ડોભાલ રાજ્યમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. 
આ પહેલાં 5 ઓગસ્ટે અનુચ્છેદ 370 ખતમ કર્યાના એક સપ્તાહ પૂર્વે જ ડોભાલે કાશ્મીરની મુલાકાત લીધી હતી. ત્યારે તેઓ અહીં લગભગ 11 દિવસ માટે રોકાયા હતા. તેમણે અનંતનાગ, કાશ્મીર ઘાટી, શ્રીનગર સહિત અન્ય સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતા. જો કે આ વખતે કેટલા સમય માટે રોકાશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. 

200 આતંકી LOC પર ઘુસણખોરી કરી રહ્યાં છેઃ ગૃહમંત્રી અમિત શાહે 16 સપ્ટેમ્બરે જ કાશ્મીરની હાલની સ્થિતી અને અહીંના ઘણા વિસ્તારોમાં મોબાઈલ સેવા શરૂ કરવા અંગે બેઠક કરી હતી. આ દરમિયાન ગુપ્તચર વિભાગે એક રિપોર્ટ રજુ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અંદાજે 200 પાકિસ્તાની આતંકી નિયંત્રણ રેખા પર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં છે. આ તમામ આતંકી જમ્મુ-કાશ્મીરમાં આત્મઘાતી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. 

મહેબૂબાએ ડોભાલ પર કટાક્ષ કર્યોઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ ડોભાલની મુલાકાત અંગે ટ્વીટ કરીને ટોણો મારતા કહ્યું કે, પહેલા તેઓ (ડોભાલ) બિરયાનીના ફોટા સાથે જોવા મળ્યા હતા. આ વખતે મેન્યુમાં શું છે? હલીમ? ઉલ્લેખનીય છે કે, ગત વખતની મુલાકાત પર ડોભાલે શોપિયામાં સ્થાનિક લોકો સાથે બજારમાં બિરયાની ખાધી હતી. 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો