નિવેદન / દિગ્વિજયે કહ્યું- જ્યારે ભાગવત એકતાનો સંદેશ આપવા લાગશે ત્યારે કોંગ્રેસને સંઘ સાથે કોઈ મતભેદ નહીં હોય

  • કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, જે દિવસે ભાગવત ગાંધીજીના સંદેશ પર ચાલવાનો નિર્ણય કરશે, મોબ લિંચિંગ પણ ખતમ થઈ જશે. 
  • AIMIMના સાંસદ અસુદ્દદીન ઓવેસીએ કહ્યું-ભાજપ ખેડૂત આત્મહત્યા, બેરોજગારીની સમસ્યાને છોડી અનુચ્છેદ 370 અને હિન્દુ મુસ્લિમ જેવી ભાવનાત્મક મુદ્દાઓને ઉઠાવવામાં વ્યસ્ત છે. 
     

Divyabhaskar.com

Oct 09, 2019, 02:14 PM IST

ભોપાલઃ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદ્દુદીન ઔવેસીએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતને આડે હાથે લેતા કહ્યું હતું કે, જે દિવસે ભાગવત એકતાનો સંદેશ આપવાનો શરૂ કરી દેશું, તે દિવસે અમારી પાર્ટીનો સંઘ સાથેનો મતભેદ પણ ખતમ થઈ જશે. તો બીજી તરફ ઓવેસીએ કહ્યું કે, ભાગવતને ન તો બંધારણ પર વિશ્વાસ છે ન તો તેના નિર્માતા ભીમરાવ આંબેડકર પર.દિગ્વિજયે પત્રકારોને કહ્યું કે, જે દિવસે તે(સંઘ) પ્રેમ અને ગાંધીજીના સંદેશ પર ચાલવાનો નિર્ણય કરશે, મોબ લિંચિંગ અને નફરત પણ ખતમ થઈ જશે.
મહારાષ્ટ્રના જલના જિલ્લામાં ચૂંટણી રેલીમાં ઓવેસીએ કહ્યું કે, મુસ્લિમ, દલિત અને હિન્દુ પણ મોબ લિંચિંગની ઘટનાઓનો શિકાર થયા છે. લિંચિંગ કરનારા ગુનાખોરો મહાત્મા ગાંધીના હત્યારા નથૂરામ ગોડસેના વંશજ છે. હૈદરાબાદના સાંસદે તાત્કાલિક વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ નવી દિલ્હીમાં થયેલા 1984ના શીખ વિરોધી હુલ્લડો અને 2002ના ગુજરાત હુલ્લડોને પણ મોબ લિંચિંગની ઘટના ગણાવી હતી. દેશમાં આત્મહત્યા, બેરોજગારી, મોંઘવારીની સમસ્યા છે. પરંતુ ભાજપ અનુચ્છેદ 370, પાકિસ્તાન અને હિન્દુ મુસ્લિમ જેવા ભાવનાત્મક મુદ્દાઓને ઉઠાવવામાં વ્યસ્ત છે.

ભાગવતે કહ્યું હતું- લિંચિંગ ભારતની પરંપરા નથી
આ પહેલા સંઘ પ્રમુખે વિજયાદશમી પર સ્વંયસેવકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, લિંચિંગ ભારતની પરંપરા નથી. આ તો પશ્વિમનો વિચાર છે. લિંચિંગ જેવા શબ્દોની આડમાં ભારત અને હિન્દુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. લઘુમતી કોમને ડરાવાઈ રહી છે. એક સમુદાયના વ્યક્તિ દ્વારા બીજા સમુદાયના વ્યક્તિને સામુહિક હિંસાનો શિકાર બનાવવા અથવા મારવાના સમાચાર છપાયેલા છે. આવી ઘટનાઓ એક તરફી નથી પણ બન્ને તરફથી થઈ છે. ઘણી ઘટનાઓ જાણી જોઈને કરાવાઈ છે.

લિંચિંગની સમાધાના કાયદા દ્વારા જ કરવું પડશે
ભાગવતે કહ્યું કે, હિંસાની આ પ્રકારની ઘટનાઓની અસર સામાજિક સંબંધો પર પડે છે. આ પ્રવૃતિ આપણા દેશની પરંપરામાં નથી. આપણા બંધારણમાં પણ આ વાતનો ઉલ્લેખ નથી. લિંચિંગ શબ્દ આવ્યો ક્યાંથી? એક સમુદાયના ધર્મગ્રંથમાં ઉલ્લેખ છે કે એક મહિલાને જ્યારે બધા પત્થરથી મારવા લાગ્યા તો ઈસા મસીહને કહ્યું કે, પહેલો પત્થર એ જ મારશે જેને કોઈ પાપ ન કર્યું હોય. આપણા ત્યાં આવું કંઈ નથી થયું. બીજા દેશની પરંપરાના શબ્દ ભારત પર થોપવાના પ્રયાસ થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓનું સમાધાન કાયદા દ્વારા જ લાવવું પડશે. આવી ઘટનાઓનું સંઘે પણ સમર્થન કર્યું ન હતું.

ભારતને હિન્દુ રાષ્ટ્ર સાબિત કરવા પર સંઘ અડગ
ભાગવતે કહ્યું કે, સંઘ પોતાના વાત પર અડગ છે છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે. રાષ્ટ્રના વૈભવ અને શાંતિ માટે તમામ ભારતીય હિન્દુઓ કામ કરી રહ્યા છે. પોતાના રાષ્ટ્ર અને અમારા સૌની સામુહિક ઓળખાણ વિશે સંઘનો વિચાર સ્પષ્ટ અને અડગ છે કે ભારત હિન્દુસ્તાન, હિન્દુ રાષ્ટ્ર છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી