માપણી / ડ્રોનની મદદથી ભારતના ભૂગોળનું ડિજીટલ મેપિંગ મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણામાં શરુ થયું

Digital mapping of geography of India started with the help of a drone in Maharashtra, Karnataka and Haryana

  • બે વર્ષમાં ભારતનો નવો ડિજીટલ નકશો તૈયાર થવાની શક્યતા
  • અંગ્રેજો પહેલા માપણી કરીને ગયા ત્યારબાદ આ મોટો ડિજીટલ પ્રોજેક્ટ
  • ગંગાની આસપાસના વિસ્તારનો નકશો બનાવવાની પણ યોજના
  • આ ડેટાથી ભારતનો એવો નવો નકશો બનશે જેમાં માહિતી વધારે સચોટ રહેશે

Divyabhaskar.com

Sep 17, 2019, 05:57 PM IST

નેશનલ ડેસ્ક:ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી(DST)ના સહયોગથી સર્વે ઓફ ઇન્ડિયા(SOI)એ ભારતના ભૂગોળનો ડિજીટલ નકશો બનાવવાની કામગારી શરુ કરી દીધી છે જે બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. તેના માટે ત્રણ ડિજીટલ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે જે ભારતની ભૂગોળનો ડિજીટલ ડેટા બનાવશે અને તેનાથી ભારતના સમગ્ર વિસ્તારનો ડિજીટલ નકશો તૈયાર થશે.

સેટેલાઇટ દ્વારા નિયંત્રિત થતી GPS સિસ્ટમથી અલગ ભારતનો આ ડિજીટલ મેપ વધારે સચોટ અને પરફેક્ટ હશે તેવું SOIનું માનવું છે. જો કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એવા વિસ્તારોની માપણી કાપી નાખવામાં આવશે જે સુરક્ષાને ધ્યાનમાં લેતા સંવેદનશીલ છે. આ મેપિંગ ડ્રોનની મદદથી કરવામાં આવશે અને અત્યારે ઉપલબ્ધ ડેટા સાથે તેની ખરાઇ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની શરુઆત મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં થઇ ગઇ છે.

અત્યારે SOI પાસે 2500થી વધુ ગ્રાઉન્ડ કન્ટ્રોલ પોઇન્ટ છે જે દેશભરમાં યોગ્ય રીતે વહેંચાયેલા છે. જોકે નવી માપણી માટે Continuously Operating Reference Stations (CORS) નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી તાત્કાલિક થ્રીડી માહિતી મેળવી શકાય. નવી ટેક્નોલોજીની મદદથી સરકારનો ઉદ્દેશ્ય 1:500 ની સ્કેલ પર ડિજીટલ મેપ બનાવવાનો છે. આ પહેલા 1:50,00,000 અને થોડા ઘણા અંશે 1:25,00,000 અને 1:10,00,000ની સ્કેલમાં ભૂગોળના મેપ ઉપલબ્ધ છે.

ગંગાની આસાપાસના વિસ્તારની માપણી થશે

ગંગા નદી અને તેની આસપાસના 25 કિલોમીટરના વિસ્તારની માપણી કરવાની પણ SOIની યોજના છે. આ માપણીથી તજજ્ઞો તે વિસ્તારની આસપાસ થતા ડિસ્ચાર્જ, ધોવાણ અને મેદાનની આસપાસની અન્ય માહિતી મેળવી શકશે જેથી ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ માટે આગોતરું આયોજન કરી શકાય.


પહેલા અંગ્રેજોએ માપણી કરી હતી, પોસ્ટ વિભાગે પણ પ્રોજેક્ટ શરુ કર્યો હતો

જૂના સમયમાં બ્રિટિશ સર્વેયર કર્નલ જ્યોર્જ એવરેસ્ટ અને ત્યારબાદ વિલિયમ લેબમ્ટને વૈજ્ઞાનિક પદ્ધતિથી તે સમયની ભારતીય સીમાઓ અને સમગ્ર ભૂગોળની માપણી કરી હતી. ત્યારબાદ આ મેપને અપડેટ કરવા માટે સરકારે ઘણા પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. 2017માં પોસ્ટવિભાગે મેપમાયઇન્ડિયા સાથે જોડાઇને એક પાયલટ ડિજીટલ પ્રોજેક્ટ કર્યો હતો જેનું નામ હતું ઇલોકેશન્સ. તેને eLoc તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય લોકોના એડ્રેસની ડિજીટલ માપણી કરવાનો હતો જેથી ભારતની પોસ્ટ સેવાને વધુ સુવિધા મળે અને રિયલ એસ્ટેટના વિષયમાં વધુ પારદર્શકતા આવે. જોકે SOIનો ડ્રોન વાળો ડિજીટલ મેપનો પ્રોજેક્ટ ભૂ-માહિતીથી જોડાયેલી પ્રણાલીઓ અને ગ્રાહકોની લોકેશનને લગતી સેવાઓ માટે વધુ કારગર નિવડે તેવી શક્યતાથી ભરેલો છે.

X
Digital mapping of geography of India started with the help of a drone in Maharashtra, Karnataka and Haryana
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી