તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Demand For BJP Floor Test To Be Done On March 16, Congress Said Decision On Resignation Is Not Possible; The Speaker Asked 19 MLAs To Attend

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની માંગ- 16 માર્ચે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે, કોંગ્રેસે કહ્યું- રાજીનામા પર નિર્ણય સુધી શક્ય નથી; સ્પીકરે 19 ધારાસભ્યોને હાજર થવા માટે કહ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બજેટ સત્ર 16 માર્ચથી શરૂ થશે, પહેલા દિવસે રાજ્યપાલનું અભિભાષણ થવાનું છે અને તેના પહેલા ફ્લોર ટેસ્ટની માંગ
 • સ્પીકર એનપી પ્રજાપતિએ 13 માર્ચે 6, 14 માર્ચે 7 અને બાકીના 9 ધારાસભ્યોને 15 માર્ચે બોલાવ્યા છે

ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાયાના 24 કલાક બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં નવું ચેપ્ટર જોડાઈ ગયું છે. ફ્લોર ટેસ્ટ અંગે કોંગ્રેસ અને ભાજપ સામ સામે છે. ભાજપની માંગ છે કે 16 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા દિવસે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય નહીં થાય, ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ શક્ય નથી. આ સાથે જ સ્પીકર એનપી પ્રજાપતિએ બેંગલુરુથી રાજીનામું મોકલનારા 19 ધારાસભ્યોને વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહ્યું છે. 
સ્પીકર એનપી પ્રજાપતિએ 6 ધારાસભ્યોને શુક્રવારે, 7 ધારાસભ્યોને શનિવારે અને બાકીના 9 ધારાસભ્યોને રવિવારે હાજર રહેવા માટે કહ્યું છે. સ્પીકરે કહ્યું કે અમે ફિઝીકલ વેરિફિકેશ કરવા માંગીએ છીએ કે ધારાસભ્યોએ જાતે રાજીનામું આપ્યું છે કે પછી કોઈના દબાણમાં આવીને આપ્યું છે. 

સરકાર અલ્પમતમાં, સ્પીકર ભાષણ કોણું વાંચશેઃભાજપ
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. અમારે કોઈ લેવા દેવા નથી. વાસ્તવિકતા તો એ છે કે જે સરકાર અલ્પમતમાં છે, તે કેવી રીતે રાજ્યપાલનું અભિભાષણ કરાવી શકે છે. ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, રાજ્યમાં બંધારણીય સંકટની સ્થિતિ પેદા થઈ ગઈ છે. રાજ્યપાલ ગૃહમાં સરકારનું અભિભાષણ વાંચે છે. સરકાર અલ્પમતમાં છે તો કોણું ભાષણ વાંચશે. રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ પાસે 22 ધારાસભ્યોના રાજીનામા પહોંચી ગયા છે. અમે રાજ્યપાલ અને અધ્યક્ષને અપીલ કરીશું કે પહેલા ફ્લોર ટેસ્ટ કરવામાં આવે પછી રાજ્યપાલનું અભિભાષણ. 

દિગ્વિજયે કહ્યું- ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય થવા સુધી ફ્લોર ટેસ્ટ ન થઈ શકે 
દિગ્વિજય સિંહે કહ્યું કે, કમલનાથ સરકાર ‘ફ્લોર ટેસ્ટ’માટે તૈયાર છે, પરંતુ જ્યાં સુધી ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય નહીં કરવામાં આવે, ફ્લોર ટેસ્ટ કેવી રીતે થશે. જ્યાં સુધી ધારાસભ્ય સ્વંય અધ્યક્ષ સામે હાજર નહીં થાય, રાજીનામા પર નિર્ણય કેવી રીતે લેવાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો