કોલકતા / ઝોમેટોમાં કામ કરતા ડિલિવરી બોય્સ બીફ, પોર્કની ડિલિવરીના વિરોધમાં બકરી ઈદના દિવસે હડતાલ પાડશે

Delivery boys working in Zomato go on strike on Eid day as opposed to meat delivery

  • હડતાળમાં ધાર્મિક લાગણી દુભાતી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે
  • પે ઓર્ડરને રિવાઈઝ કરવા સહિતની બાબતોની રજૂઆત કરાશે 

Divyabhaskar.com

Aug 11, 2019, 03:58 PM IST

કોલકતાઃ ફુડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટોમાં કોલકતામાં ડિલિવરી આપવાનું કામ કરતા છોકરાઓએ સોમવારે હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. હડતાળમાં કંપનીના જે ફુડની ડિલિવરી કરવામાં આવે છે, તેનાથી તેમની ધાર્મિક લાગણી દુભાતી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે. સોમવારે બકરી ઇદના તહેવાર પર બીફ કે પોર્કની ડિલીવરી કરવાનો ડિલિવરી બોય્ઝે ઇનકાર કર્યો છે.

હડતાળમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને કોમ્યુનિટીના છોકરાઓ ભાગ લેશે

હડતાળ પર જઈ રહેલા ડિલવરી બોય્સની બે માંગણીઓ છે કે કંપનીએ તેમના પે ઓર્ડરને રિવાઈઝ કરવા જોઈએ. આ સિવાય કંપનીએ તેમની ધાર્મિક લાગણીઓ ન દુભાય તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. સોમવારની હડતાળમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને કોમ્યુનિટીના છોકરાઓ ભાગ લેશે અને જે ફુડ આઈટમ તેમના ધર્મ વિરુદ્ધની હશે તેનીડિલિવરી કરશે નહિ.

તાજેતરમાં જ કેટલીક મુસ્લિમ રેસ્ટોરન્ટ્સને ઓનલાઈન ફુડ ડિલવરી એપમાં જોડાઈ

કર્મચારીઓએ દાવો કરતા જણાવ્યું છે કે તેઓ તેમના ઉપરી અધિકારીને જાણ કરી છે. જોકે તેમના તરફથી અત્યાર સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ અંગે ઝોમેટોમાં ફુડ ડિલિવરી બોય તરીકે કામ કરતા મોસીન અખ્તરે જણાવ્યું હતું કે તાજેતરમાં જ કેટલીક મુસ્લિમ રેસ્ટોરન્ટ્સને ઓનલાઈન ફુડ ડિલવરી એપમાં જોડવામાં આવી છે. પરંતુ અમારી પાસે કેટલાક હિન્દુ ડિલિવરી બોય્સ પણ છે, જેઓ બીફની ડિલિરી કરવાનો ઈન્કાર કરી રહ્યાં છે. આ સિવાય હાલ એવી વાત પણ જાણવા મળી રહી છે કે થોડા દિવસોમાં અમારે ડુક્કરના માંસની પણ ડિલિવરી કરવાની છે, જેની ડિલિવરી કરવાનો અમે ઈન્કાર કર્યો છે.

કંપની મુદ્દાથી પરિચીત છતાં પણ ખોટા આરોપો લગાવ્યા

અખ્તરે વધુમાં અન્ય મુદ્દાઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમારે પેમેન્ટનો પણ મુદ્દો છે. આ સિવાય અમારા માટે જરૂર મુજબની મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ નથી. આ સિવાય અમારી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવા છતાં પણ અમારે એવા ફુડની ડિલિવરી કરવી પડે છે, જે અમારા ધર્મમાં નિષેધ છે. અમારા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. આ અંગે કંપની પરિચીત છે છતાં પણ તે અમને મદદ કરવાના સ્થાને અમારી સામે ખોટા આરોપ લગાવી રહી છે.

X
Delivery boys working in Zomato go on strike on Eid day as opposed to meat delivery
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી