તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

CAA-NRCના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શનના 38 દિવસ પૂરા; જુસ્સો યથાવત, લોકો શાયરી-ગીતો દ્વારા વિરોધ કરી રહ્યા છે

8 મહિનો પહેલાલેખક: શિવ ઠાકુર
  • કૉપી લિંક
  • દિલ્હીના શાહીન બાગમાં 15 ડિસેમ્બરથી CAA અને NRCના વિરોધમાં મહિલાઓના ધરણા
  • 700-800 મીટરના આ વિસ્તારમાં દરેક પોત પોતાની રીતે દેખાવ કરી રહ્યા છે

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાદમાં છેલ્લા 38 દિવસથી નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ દેખાવ ચાલી રહ્યા છે. અહીંયા 15 ડિસેમ્બરથી પ્રદર્શન શરૂ થયું હતું, પરંતુ એક પણ દિવસ હિંસા નહોતી થઈ. દેખાવમાં જોડાયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ છે. બાળકો અને વદ્ધો પણ અહીંયા જોવા મળે છે.દરેક ધર્મના લોકો અહીંયા આવીને લંગર લગાવી દેખાવકારોને જમાડે છે. કોઈ હિંસક તત્વ જોવા મળે તો અમે જાતે જ તેમને બહાર ખદેડી મુકીએ છીએ. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈ ખોટી વાત કોઈના મોઢેથી ન નીકળે. ભાસ્કરે ગત દિવસોમાં અહીંયા સવાર ,સાંજ અને રાતનો આખો માહોલ જોયો અને જે જોયું તે કંઈક આ પ્રકારે છે. 
શાહીન બાગ જસોલા વિહાર મેટ્રો સ્ટેશન પાસે આવેલું છે. અમે અહીંયા સવારે 9 વાગ્યે, બપોરે 2 વાગ્યે અને રાતે 11 વાગ્યે જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તમે જ્યારે પણ મેટ્રો સ્ટેશનથી ઉતરશો તો કોઈ ન કોઈ નારા લગાવતું જોવા મળી જશે. જેમાં ત્રણ લોકોનું ઝુંડ પણ હોઈ શકે છે કે પછી 100થી વધારે લોકોનો સમૂહ પણ. આ જૂથમાં યુવાનો, મહિલા કે પછી બાળકો જોવા મળી શકે છે. જેમ જેમ આગળ વધીએ વધશો,તેમ તેમ તિરંગાથી સજાવેલી શેરીઓના આધારે તમે શાહીન બાગના એ ભાગમાં પહોંચી જશો, જ્યાં CAAના વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 

કોઈ CAA પર શાયરી કહી રહ્યું છે તો કોઈએ પીએમ પર ગીત લખી દીધું 
150મીટર લાંબા ટેન્ટની નીચે દેખાવકારો દેખાવ કરી કરી રહ્યા છે. જેમાં એક નાનકડું સ્ટેજ પણ છે. જ્યાં લોકો તેમની વાત રજૂ કરી રહ્યા છે. આ મંચ પર પુરુષ કરતા મહિલાઓ અને બાળકોનું વર્ચસ્વ વધારે છે. અહીંયા કોઈ CAA અને NRC પર પોતે લખેલી કવિતા અથવા શાયરી વાંચી રહ્યું છે. જાણીતા શાયરો અને આઝાદીની લડાઈમાં ગવાયેલા ગીત અને નારા પણ મંચ રજુ થાય છે. મંચ પર સૌથી વધારે સંભાળાતા ચાર શબ્દોમાં મોદી જી, અમિત શાહ, CAA અને NRC છે.  અહીંયા દેખાવ કરી રહેલા મહિલા, પુરુષો અને વૃદ્ધો મંચ પર પોતાની વાત રજુ કરી રહેલો લોતોનું તાળી વગાડીને, ગીત ગાઈને અથવા તો નારા લગાવીને પ્રોત્સાહિત કરે છે. 

સવારથી રાત સુધી નારાબાજી 
અમે થોડા ખસ્યા તો દેખાવની અલગ અલગ રીત જોવા મળી. નાના નાના ગ્રૂપમાં લોકો હબીબ જાલિમનું લખેલું ‘મેં નહીં માનતા- મેં નહીં જાનતા’ગીત ગાઈ રહ્યા છે તો ક્યાંક ‘મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી- નહીં ચલેગી’જેવા નારા લગાવી રહ્યા છે. તો વચ્ચે વચ્ચે ક્યારેક આ ગ્રૂપ અડધો કિમીના વિસ્તારમાં એક નાની રેલીનું પણ સ્વરૂપ લઈ લે છે. આ દરમિયાન તેમનો જૂસ્સો બમણો થઈ જાય છે.

પોસ્ટર માટેની સામગ્રી હાજર 
પોસ્ટર બનાવવા માટે એક ટેન્ટ અને તેના ઉપર બનાવાયેલા બ્રિજ પર બધો સામન રાખેલો છે. અહીંયા પોસ્ટર સામગ્રીને ભેગી કરી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, દરરોજ 500 કરતા વધારે લોકો તેમના હિસાબથી પોસ્ટર બનાવે છે. તેમને જે લખવાનું હોય છે, તે લખે છે. પોસ્ટર માટે જરૂરી ચીજ વસ્તુ કોણ આપે છે, કેવી રીતે લાવો છો. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, કોઈ કાગળ, તો કોઈ કપડું આપે છે આવી રીતે બધી સામગ્રી ભેગી કરીએ છીએ. આ પોસ્ટર ઘણા લોકોના હાથમાં જોવા મળે છે તો ક્યાંક ફુટઓવર બ્રિજ પર લટકેલા જોવા મળે છે. શાહીન બાગની દીવાલ નારાઓથી ભરાયેલી છે તો રસ્તાઓ પર પણ ઘણા પ્રકારની પેઈન્ટિંગ્સ સાથે NRC અને CAAનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણી જગ્યાએ આ પોસ્ટરો સાથે ઘણા પુસ્તકોનું કલેક્શન પણ જોવા મળે છે. 

 ઈન્ડિયા ગેટ અને ડિટેન્શન કેમ્પના મોડલ, 35 ફુટ ઊંચા લોખંડથી ભારતનો નકશો  બનાવ્યો 
અહીંયા ઈન્ડિયા ગેટ અને ડિટેન્શન કેમ્પના મોડલ પણ બનાવવામાં આવ્યા છે. કોઈ ડિટેન્શન કેમ્પમાં ઊભા રહીને તેમનો ફોટો ક્લીક કરી રહ્યા છે તો ઘણા લોકો ઈન્ડિયા ગેટની સામે મીણબત્તી લઈને બેસ્યા છે. આ પ્રકારના અલગ અલગ ગ્રૂપમાં લોકો રસ્તા પર મીણબત્તી લઈને બેઠા છે. અહીંયા લગભગ દોઢ ટનના લોખંડથી બનાવાયેલા લોખંડનો નકશો પણ છે. 35 ફુટ ઊંચા આ નકશામાં અમે‘ભારતના લોકો CAA, NPR અને NRCકો નહીં માનતે’લખેલું છે. આ નકશાની એક બાજુ મશાલ સળગતી રહે છે. બીજી બાજું મોંઘવારીને બતાવવા માટે એક મોટી થાળીમાં ડુંગળી રાખવામાં આવી છે. 

ક્યાંક લંગરમાં જમવાનું પીરસાઈ રહ્યું છે, તો ક્યાંક ગાડીમાં બિરયાની આપવામાં આવી રહી છેઃ ફ્રી મેડિકલ કેમ્પ પણ 
ઘણા શીખ સમુદાયના લોકોએ અહીંયા લંગર શરૂ કર્યા છે, રાતે જમવાનું પીરસાય છે. વચ્ચે વચ્ચે બિરયાનીથી ભરેલી ગાડીઓ પણ શાહીન બાગમાં આવે છે. મંચની પાછળ ફ્રી મેડિક કેમ્પ પણ લગાડવામાં આવ્યો છે. જ્યાં મેડિકલ ચેકઅપ સાથે સાથે ઈજા થવાથી અથવા નાની મોટી બિમારી માટે દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વોલેન્ટિયર આબિદ શેખના જણાવ્યા પ્રમાણે, જેને જેમ ફાવે તેમ અહીંયા આવીને લોકોને જમાડે છે. શીખ સમુદાયના લોકોએ લંગર ચાલુ કરી દીધું છે. હિન્દુ-મુસ્લિમ ભાઈ પણ સમય સમય પર જમવાનું ભરીને ગાડીઓ લઈને આવે છે. દેખાવ ખતમ કરવા માટે પણ નવા નવા આરોપો લગાડવામાં આવી રહ્યા છે, પણ જે પણ અહીંયા એક વખત આવે છે, તે સમજી જાય છે કે કેટલી શાંતિથી અહીંયા લોકો પ્રદર્શન કરી રહ્યા છે. 

લોકોના ચહેરાઓને તિરંગાથી રંગવા માટે 15-20 લોકોની ટીમ ઓછી પડી રહી છે 
લોકોના ચહેરા પર ભગવા, સફેદ અને લીલો રંગ કરી રહેલા નઈમે જણાવ્યું કે, સવારથી સાંજ સુધી તો ચહેરા પર રંગ કરાવવા માટેની ભીડ ઓછી હોય છે, પણ રાત પડતાની સાથે ભીડ ખતમ જ નથી થતી. અમે લોકો થાકી જઈએ તો બીજું કોઈ આવીને બેસે છે અને કલર કરવા લાગી જાય છે. આ પ્રકારે અહીંયા આ ત્રણ રંગોથી બનાવાયેલી ઘણી ચીજ વસ્તુઓ વેચવાનો સ્ટોલ પણ લાગેલો છે. 

આ આખા વિરોધ પ્રદર્શનનું સંચાલન કેવી રીત થાય છે?
વોલેન્ટિયર ટીમના સભ્ય આબિદ શેખના કહ્યાં પ્રમાણે, તમામ લોકોના એકબીજાના સાથથી આ પ્રદર્શન આગળ વધી રહ્યું છે. જેને મંચ પર પોતાની વાત રજુ કરવી હોય, તે કરે છે. બાકીના લોકોને જ્યાં જગ્યા મળે છે, ત્યાં તે પોસ્ટર-બેનર, ગીત-સંગીત દ્વારા વિરોધ દેખાવ કરે છે. અમારે ઘણી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ કે, મંચથી ઘણી એવી વાતો ન નીકળે કે હોબાળો મચી જાય, રોડ પર જે સમૂહ પોત પોતાના અંદાજમાં પ્રદર્શન કરી રહ્યા છે, એ પણ કોઈ પ્રકારના ખોટા રસ્તે ન જાય. પણ તેમ છતા આવું કંઈ જ નથી થયું

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો