તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISના ત્રણ આતંકીઓની ધરપકડ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ત્રણેય આતંકીઓની પૂછપરછ કરી રહી છે

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ત્રણેય આંતકીઓની ધરપકડ એન્કાઉન્ટર પછી વજીરાબાદથી કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ત્રણેય આતંકીઓની પૂછપરછ કરી રહી છે.


ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આતંકીઓ તમિલનાડુમાં રહે છે. આતંકીઓ પહેલાં પણ ગુનાહિત ઘટના કરી ચૂક્યા છે. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આતંકીઓએ વર્ષ 2014માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી.


પોલીસ કડકરીતે આતંકીઓની પૂછપરછ કરી રહી છે, તે ઉપરાંત આતંકીઓએ શું કાવતરું ઘડ્યું હતું, તે શું કામથી દિલ્હી આવ્યા હતા તે જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.


ગયા વર્ષે નવેમ્બરમાં પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હતી. ત્રણેય આતંકીઓની આસામના ગોપાલપાડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લોકો રાસમેલમાં થનારા લોકલ મેળામાં ટેસ્ટ રન દરમિયાન IED બ્લાસ્ટ કરવાના હતા. ત્યારપછી તેઓ દિલ્હીને ટાર્ગેટ કરવાના હતા. આતંકીઓ વિશે મળેલી ખાનગી માહિતીના આધારે સ્પેશિયલ સેલે ત્રણેયની ધરપકડ કરી હતી. આતંકીઓ પાસેથી એક કમ્પલીટ IED, 1 કિલો વિસ્ફોટક અને 2 વિશેષ પ્રકારના ચાકુ જપ્ત કર્યા હતા.

નેપાળ સીમા પર હાઈ એલર્ટ
સેના અને સ્થાનિક પોલીસ હાલ બોર્ડર વિસ્તારમાં એલર્ટ પર છે. જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ પર સેનાની ચોકીથી ઘૂસણખોરીમાં અસફળ આતંકી સંગઠનો હવે નેપાળ બોર્ડર પરથી ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સેનાને ઈન્ટેલિજન્સ પાસેથી માહિતી મળ્યા પ્રમાણે આતંકીઓ નેપાળ બોર્ડરથી ઉત્તર પ્રદેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ માહિતી મળ્યા પછી નેપાળ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો