તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Shah, Who Praised The Police, Appeared Silently With The Protesters And The Haters In These 4 Videos.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહે જે પોલીસના વખાણ કર્યા, તે જ આ 4 વીડિયોમાં પ્રદર્શનકારીઓ અને હેટ સ્પીચ આપનાર લોકો સાથે ચૂપચાપ ઉભેલા દેખાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકસભામાં બુધવારે ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી હિંસા પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા
  • શાહે કહ્યું- 24 ફેબ્રુઆરીએ રમખાણો શરૂ થયા જે 25 ફેબ્રુઆરીએ રાતે 11 વાગ્યા સુધી ચાલ્યા, ત્યાર પછી કોઈ હિંસક ઘટના નથી બની

નવી દિલ્હી: લોકસભામાં બુધવારે દિલ્હી હિંસા પર થયેલી ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે પોલીસના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, હું દિલ્હી પોલીસની પ્રશંસા કરુ છુ અને તેમને શાબાશી આપવા માંગુ છું. કારણકે તેમણે રમખાણો સમગ્ર દિલ્હીમાં ન ફેલાવા દીધા. દિલ્હીના 4 ટકા વિસ્તાર અને 13 ટકા વસ્તી સુધી હિંસાને સીમિત રાખવાનું કામ દિલ્હી પોલીસે કર્યું છે. દિલ્હી પોલીસે 36 કલાકની અંદર જ રમખાણોને સમેટી લીધા છે. ગૃહમંત્રીનું આ નિવેદન ગૃહમાં એકદમ ચોંકાવનારુ હતું. ચોંકાવનારુ એટલા માટે કારણકે 24-25 ફેબ્રુઆરીએ થયેલી હિંસા દરમિયાન પોલીસના એવા ઘણાં વીડિયો સામે આવ્યા હતા જેમાં તેઓ પ્રદર્શનકારીઓને પથ્થરમારો કરતાં જોઈ રહ્યા હતા, ક્યારેક તેઓ પોતે પણ પથ્થરમારો કરતા હતા. તો ક્યારેક ભાજપ નેતાના ભડકાઉ નિવેદનો ચૂપચાપ સાંભળતા હતા.

ખજૂરી ખાસમાં પોલીસ જવાનો પણ પ્રદર્શનકારીઓ સાથે પથ્થરમારો કરતા દેખાયા
આ વીડિયો ખજૂરી ખાસ, વજીરાબાદ મેન રોડનો છે. પાછળ કાળો ધૂમાડો ઉડતો દેખાય છે અને આગળ રોડ પથ્થરોથી ભરેલો છે. આ વીડિયોમાં પ્રદર્શનકારીઓની સાથે પોલીસ જવાનો પણ પથ્થરમારો કરતાં દેખાય છે.

પ્રદર્શનકારીઓ સાથે ડંડા અને પથ્થરો લઈને દોડ્યા પોલીસ જવાન
આ વીડિયોને ધ્યાનથી જોશો તો દેખાશે કે પોલીસના ઈશારા પછી પ્રદર્શકારીઓ પથ્થરો લઈને દોડ્યા હતા. પ્રદર્શનકારીઓ સાથે પોલીસ જવાન પણ ડંડા લઈને દોડતા જોવા મળ્યા હતા.

પોલીસ જોતી રહી, ભીડ પથ્થર લઈને દોડતી રહી
આ વીડિયોની શરૂઆતમાં જ એક પોલીસ જવાન શાંતિથી ઉભા રહેલા દેખાય છે જ્યારે ભીડ પથ્થર લઈને દોડતી દેખાય છે. આગળ પણ ઘણાં પોલીસ જવાન દેખાઈ રહ્યા છે. પરંતુ તેઓ બસ માત્ર આ ભીડને જોઈ રહે છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો