તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Delhi Police Will Be Interrogated In JNU. Nine People Have Been Told To Join The Investigation From Today. 

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HCની એપ્પલ-વોટ્સએપ-ગૂગલને નોટિસ, હિંસાનો ડેટા સુરક્ષીત રાખવા કહ્યું; બુકાનીધારી છોકરીની ઓળખ કોમલ શર્મા તરીકે કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચની આગેવાનીમાં બનેલી SITએ 3 વિદ્યાર્થીઓને નોટિસ મોકલી છે
  • બુકાનીધારી છોકરી કોમલ શર્મા દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની છે

નવી દિલ્હી: JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા મામલે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે હિંસા સાથે જોડાયેલા વીડિયો મામલે એપ્પલ, વોટ્સએપ અને ગૂગલને નોટિસ આપી છે અને વીડિયોને સુરક્ષીત રાખવા કહ્યું છે. આ મામલે કોર્ટે પોલીસ, દિલ્હી સરકાર, વોટ્સએપ, એપ્પલ અને ગૂગલને કાલે બપોરે 3 વાગ્યા સુધીમાં જવાબ આપવા કહ્યું છે. હિંસા સમયે વોટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર ઘણાં પ્રકારના વીડિયો અને ફોટો વાયરલ થયા હતા. જેમાં ઘણાં દેખાવકારોની ઓળખ થઈ શકે છે. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું છે કે, અત્યાર સુધી  જેએનયુ પ્રશાસનથી હિંસાના ફૂટેજ સુરક્ષિત રાખવા વિશે કોઈ માહિતી મળી નથી.

પોલીસે બુકાનીધારી છોકરીની ઓળખ કરી લીધી
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા દરમિયાન હાથમાં ડંડો પકડીને જોવા મળેલી બુકાનીધારી છોકરીની પોલીસે ઓળખ કરી લીધી છે. દિલ્હી પોલીસે આ છોકરીની ઓળખ કોમલ શર્મા તરીકે કરી છે. કોમલ શર્મા દિલ્હી યુનિવર્સિટી (DU)ની છોકરી છે. તે DU સેકન્ડ યરની વિદ્યાર્થીની છે. હવે દિલ્હી પોલીસ કોમલ શર્માની પૂછપરછ કરવા માટે તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની આગેવાનીમાં બનેલી SITએ 3 વિદ્યાર્થીઓને નોટિસ આપી છે અને આજે તેમની પૂછપરછ થાય તેવી પણ શક્યતા છે.

દિલ્હી પોલીસ કરશે પૂછપરછ
JNUમાં હિંસા પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂછપરછ માટે 9 આરોપીઓને બોલાવ્યા છે. આ દરેકની JNU હિંસા વાળા વીડિયોમાં ઓળખ કરી લેવામાં આવી છે. પૂછપરછમાં JNU સ્ટુડન્ટ  યુનિયન અધ્યક્ષ આઈશી ઘોષ પણ સામેલ છે.

JNUમાં આજથી નવુ સેમિસ્ટર શરૂ
JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા પછી આજથી પહેલીવાર ક્લાસ શરૂ થવાના છે. જે દિવસે હિંસા થઈ તે સમયે બે સેમિસ્ટર વચ્ચેનું વેકેશન હતું. આજથી ક્લાસ શરૂ થઈ રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલુ રહેશે. હિંસા અને વિરોધ વચ્ચે JNU પ્રશાસન તરફથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુવિધા માટે સેમિસ્ટર રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 15 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ લેટ ફી આપ્યા વગર પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રાર પ્રમોદ કુમારે રવિવારે કહ્યું છે કે, રવિવાર સાંજ સુધીમાં 4,000થી વધારે રજિસ્ટ્રેશન થઈ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો