દિલ્હી / ગૌતમ ગંભીરના ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા, લખ્યું- છેલ્લી વખત ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા 

  • વીવીએસ લક્ષ્મણે જતિન સપ્રૂ અને ગંભીર સાથે ઈન્દોરમાં જલેબીનો નાસ્તો કરતા તસવીર ટ્વીટ કરી હતી 
  • તસવીર સામે આવ્યા બાદ ગંભીરને ટ્રોલ કરાયા હતા, પ્રદુષણ પર થનારી બેઠકમાં ગેરહાજરી માટે ટિકા કરવામાં આવી હતી 

Divyabhaskar.com

Nov 17, 2019, 02:56 PM IST

દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર દિલ્હીમાં વધતા જતા પ્રદુષણ અંગે બોલાવાયેલી બેઠકમાં સામેલ ન થવા બાદથી સતત કટાક્ષનો સામનો કરી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટરો પર લખ્યું હતું કે, શું તમે આમને ક્યાંય જોયા છે? છેલ્લી વખતે તેઓ ઈન્દોરમાં જલેબી ખાતા જોવા મળ્યા હતા. આખું દિલ્હી તેમને શોધી રહ્યું છે.

ગંભીર ગત સપ્તાહે ઈન્દોરમાં ચાલી રહેલી ટેસ્ટમાં કોમેન્ટ્રી માટે આવ્યા હતા. શુક્રવારે વીવીએસ લક્ષ્મણે જતિન સપ્રૂ અને ગંભીર સાથે પૌહા અને જલેબીનો નાસ્તો કરતા ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ ગંભીરે યુઝર્સને ટ્રોલ કર્યા હતા. AAP સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ગંભીરની ટીકા કરી હતી.
વિવાદ વધ્યા બાદ ગંભીરે ટ્વીટ કર્યું કે, જો મને ગાળો આપવાથી દિલ્હીનું પ્રદુષણ ઓછું થતું હોય તો તમે મને ગાળો આપો. મારા સંસદીય વિસ્તાર અને શહેર પ્રત્યેની નિષ્ઠાને ત્યાં થઈ રહેલા કામથી માપવું જોઈએ. મેં છેલ્લા 6 મહિનામાં મારા મતાદાતાઓને સર્વશ્રેષ્ઠ કામ આપવામાં કોઈ કચાશ નથી રાખી. ગંભીરે તેમના કાર્યકાળ દરમિયાન કરેલા વિવિધ કાર્યોની વિગતો પણ ટ્વીટર પર આપી હતી.

પ્રદુષણ પર થનારી બેઠક ટાળવામાં આવી
દિલ્હીમાં દિવાળી બાદથી જ પ્રદુષણનું સ્તર વધી ગયું છે. સુપ્રીમ કોર્ટે સરકારને તેનું સમાધાન કરવાના આદેશ આપ્યા છે. પ્રદુષણ મુદ્દે સરકાર, ઘણા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક 15 નવેમ્બરના રોજ યોજાવાની હતી. બેઠકની પેનલમાં ગંભીર સહિત 29 સભ્યોનું નામ હતું, જ્યારે તેમાં માત્ર 4 સભ્યો જ બેઠકમાં પહોંચ્યા હતા. દિલ્હીના ત્રણ નગર નિગમોના કમિશનર પણ પહોંચ્યા ન હતા. ત્યારબાદ આ બેઠકને ટાળી દેવાઈ હતી. તમે આ ગેરહાજરીને સુપ્રીમ કોર્ટની અવમાનનાનો મામલો ગણાવ્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી