તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Delhi Jama Masjid CAA Protest: Court Hits OUT At Delhi Police Over Bhim Army Chief Chandrashekhar Azad Ravan Arrest, Says Jama Masjid Not In Pakistan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટે દિલ્હી પોલીસને પુછ્યું- એવું લાગી રહ્યું છે, જાણે જામા મસ્જિદ પાકિસ્તાનમાં હોય, શાંતિપૂર્ણ વિરોધ માટે કેવી મંજૂરી?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 21 ડિસેમ્બરે 2019ના રોજ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરની ધરપકડ કરાઈ હતી, ભીડને ઉશ્કેરવાનો આરોપ
 • ચંદ્રશેખર રાવણે અરજીમાં કહ્યું- મેં ભીડને ઉશ્કેરી હોય, તેના કોઈ પુરાવા નથી, તપાસમાં સહયોગ આપીશ

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જામા મસ્જિદ પર થયેલા પ્રદર્શન અંગે હાઈકોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી છે. ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની અરજી અંગે મંગળવારે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે, કોઈ પણ દેખાવ માટે મંજૂરીની જોઈએ. આ અંગે કોર્ટે સવાલ કર્યો- કેવી મંજૂરી? જસ્ટિસ કામિની લાઉએ દિલ્હી પોલીસને કહ્યુ- તમે તો એવું વર્તન કરી રહ્યા છો જાણે જામા મસ્જિદ પાકિસ્તાનમાં હોય. પાકિસ્તાનમાં પણ શાંતિપૂર્વક દેખાવો થાય છે. બેંચે કહ્યું કે, નાગરિકને ગમે ત્યાં શાંતિપૂર્ણ દેખાવ કરવાનો બંધારણીય અધિકાર છે, ધાર્મિક સ્થળની બહાર પણ. 
ચંદ્રશેખરની CAA અંગે દેખાવ કરતી વખતે 21 ડિસેમ્બરે એ વખતે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દરિયાગંજ વિસ્તારમાં હિંસા શરૂ થઈ હતી. આઝાદ હાલ જ્યુડિશઅલ કસ્ટડીમાં છે. તેમણે તેમની અરજીમાં કહ્યું કે મેં દેખાવ કરતી વખતે ભીડને ઉશ્કેરી હતી, જેના કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું કે, હું તપાસમાં પુરતો સહયોગ કરી રહ્યો છું. 

હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી, કહ્યું- આઝાદની કોઈ પોસ્ટ ગેર બંધારણીય નથી 

 • જસ્ટિસ કામિની લાઉએ જ્યારે દિલ્હી પોલીસના વકીલને પુછ્યું કે,ચંદ્રશેખર પર શો આરોપ છે, તો તેમણે કહ્યું કે, હાલ ખબર નથી, હું ટૂંક સમયમાં જ એ અંગેની જાણ કરીશ. આ જવાબ સાંભળી કોર્ટ હેરાન થઈ ગઈ હતી.
 • વકીલે ચંદ્રશેખરની ઘણી સોશયલ મીડિયા પોસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. અરજદારના વકીલે જ્યારે આ અંગે પુછ્યું તો સરકારી વકીલે તેને રજુ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે કોર્ટે ફરી વકીલને ઝાટકીને કહ્યું કે, તમે કયા અધિકારોનો દાવો કરી રહ્યા છો?
 • દિલ્હી પોલીસે કહ્યું કે, ચંદ્રશેખરે એક પોસ્ટમાં કહ્યું હતું કે, જામા મસ્જિદમાં ચાલી રહેલા પ્રદર્શનમાં જોડાવા જઈ રહ્યો છું. આ અંગે જસ્ટિસ કામિનીએ કહ્યું-ધરણા અને વિરોધમાં ખોટું શું છે? આ દરેક વ્યક્તિનો બંધારણીય હક છે કે તે શાંતિપૂર્ણ વિરોધ કરી શકે.
 • જસ્ટિસ કામિનીએ કહ્યું- તમે આ કેવો વ્યવહાર કરી રહ્યા છે, જાણે જામા મસ્જિદ પાકિસ્તાનમાં હોય,. જો તે પાકિસ્તાનમાં હોય તો પણ તમે ત્યાં જઈને દેખાવ કરી શકો છો. તે અવિભાજિત ભારતનો ભાગ હતો. આઝાદ દ્વારા કરાયેલી એક પણ પોસ્ટ ગેરબંધારણીય નથી.
 • દિલ્હી પોલીસે કહ્યું કે, કોઈ પણ વિરોધ કે દેખાવ માટે મંજૂરીની જરૂર હોય છે. આ અંગે જજે પુછ્યું કેવી મંજૂરી

પોલીસે જંતર-મંતર સુધી રેલીની પરવાનગી આપી ન હતી
20 ડિસેમ્બર, 2019ના જામા મસ્જિદ વિસ્તારમાં જુમાની નમાજ બાદ ભીડે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભીમ આર્મીનો પ્રમુખ ચંદ્રશેખર રાવણ પણ ત્યાં મોજૂદ હતો. ભીમ આર્મી જંતર મંતર સુધી રેલી કાઢવા માગતી હતી પરંતુ પોલીસે તેની પરવાનગી આપી ન હતી. દિવસે શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલો વિરોધ સાંજ સુધીમાં ઉગ્ર બની ગયો હતો. પોલીસે 21 ડિસેમ્બર, 2019ની સવારે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો