તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Defence Minister Rajnath Singh Commissions The Second Kalvari class Submarine INS Khanderi

રાજનાથ સિંહે INS ખંડેરી સબમરીન નૌસેનાને સોંપી, કહ્યું- પાક. કાર્ટૂન મેકર્સ વચ્ચે મજાક બન્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે INS ખંડેરીને નૌસેનામાં સામેલ કરી
  • રાજનાથ સિંહે કહ્યું- હવે 26/11 જેવા કાવતરાં સફળ નહીં થઈ શકે

મુંબઈ: ભારતની બીજી સ્કોર્પીન ક્લાસ સબમરીન આઈએનએસ ખંડેરી આજે નૌસેનામાં સામેલ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ નેવલ સ્ટાફની હાજરીમાં આઈએનએસ ખંડેરી સાથે P-17A વર્ગના પહેલાં સબમરીન આઈએનએસ નિલગિરી અને જંગી જહાજને રાખવા માટે ડ્રાયડૉકનું પણ મુંબઈ નેવલ ડોકયાર્ડ પર ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનની મજાક ઉડાવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તેને વૈશ્વિક સમર્થન મળી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન આ મુદ્દે દરેકના દરવાજે જઈને કાર્ટૂન બનાવનાર લોકો વચ્ચે મજાકનો મુદ્દો બની રહ્યું છે.
આઈએનએસ ખંડેરી ભારતની બીજી સ્કાર્પિયન ક્લાસની કિલર સબમરીન છે. તેને પી-17 શિવાલિક વર્ગના જંગી જહાજ સાથે નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તેને લીલી ઝંડી બતાવી છે. આઈએનએસ ખંડેરીના નૌસેનામાં સામેલ થવાથી ભારતની નેવીની ક્ષમતામાં ઘણો વધારો થઈ ગયો છે.

કાર્ટૂન મેકર્સની વચ્ચે મજાક બન્યું પાકિસ્તાન
આઈએનએસ ખંડેરીને નૌસેનાને સોંપતી વખતે રાજનાથ સિંહે કહ્યું- આ સબમરીનની પ્રેરણા જોખમી સ્વોર્ડ ટૂથ ફિશ (માછલીની એક જાતીની પ્રજાતિ) પાસેથી લેવામાં આવી છે. આ માછલી ઉંડા દરિયામાં તરીને શિકાર કરી શકે છે. રક્ષામંત્રીએ પાકિસ્તાનને કડક રીતે મેસેજ આપતા કહ્યું કે, પાડોશી દેશે એ સમજવું જોઈએ કે, અમારા દેશની મજબૂત ઈચ્છાશક્તિ અને વધતી નૌસેનાની ક્ષમતાથી અમે ગમે ત્યારે તેમને મોટું નુકસાન પહોંચાડી શકીએ છીએ.

એક સમયે 45 દિવસ સુધી દરિયામાં રહી શકે છે આઈએનએસ ખંડેરી
40થી 45 દિવસ સુધીમાં પાણીમાં રહેવાની અને એક સાથે 12 હજાર કિમી અંતર પસાર કરવાની ક્ષમતા વાળી આ સબમરીન 350 મીટર સુધી પાણીની ઉંડાઈમાં ઉતરી શકે છે. સબમરીનમાં આધુનિક એન્ટી-સરફેસ, એન્ટી સબરમીન હથિયાર આવેલા છે. તે સિવાય ખાનગી માહિતી ભેગી કરની અને સર્વિલાંસ માટે ખૂબ ઝડપી કોમ્યુનિકેશન કરી શકાય તેવા સાધનો પણ લગાવવામાં આવ્યા છે. જેનાથી દુશ્મનોના કાવતરાં તુરંત જાણી શકાય.

નૌસેનાની તાકાતમાં વધારો થશે
વાઈસ એડમિરલ જી અશોક કુમારના જણાવ્યા પ્રમાણે ખંડેરીના નૌસેલામા સામેલ થવાના કારણે અને નિલગીરીની લોન્ચિંગથી નૌસેનાની તાકાત વધી ગઈ છે. તેમણે જણાવ્યું કે, લોન્ચિંગના કાર્યક્રમ પછી રક્ષા મંત્રી શનિવાર સાંજથી લઈને રવિવાર બપોર સુધી આઈએનએસ વિક્રમાદિત્ય પર નૌસેનાનો અભ્યાસ કરશે. તેમાં મિસાઈલ ફાયરિંગથી લઈને દરિયાના ઓપરેશન્સ પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...