સુપ્રીમ કોર્ટ / મોતની સજાને લગતા કેસમાં સુનાવણીની માર્ગદર્શિકા નક્કી કરાઈ, નિર્ભયાના દોષિતોની ફાંસીમાં વિલંબને જોતા નિર્ણય લેવાયો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

  • કેન્દ્ર સરકારે સુપ્રીમ સમક્ષ મૃત્યુદંડના કેસમાં ક્યુરેટીવ પિટીશન, દયા અરજી દાખલ કરવાની સમયસીમા નક્કી કરવા માંગ કરી હતી
  • સુપ્રીમે પરિપત્ર જારી કરી કહ્યું - હાઈકોર્ટમાં મોતની સજા આપ્યાના 6 મહિનામાં 3 ન્યાયમૂર્તિની ખંડપીઠ કેસને જોશે

Divyabhaskar.com

Feb 14, 2020, 10:10 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મોતની સજાને લગતા ફોજદારી કેસોની સુનાવણીમાં ગતિ લાવવા માટે નવી માર્ગદર્શિકા નક્કી કરી છે. શુક્રવારે કોર્ટે આ પ્રકારના કેસોની સુનાવણી માટે 6 મહિનાની સમયસીમા નક્કી કરી છે. એટલે કે જે દિવસે હાઈકોર્ટ મોતની સજાના કેસ પર ચુકાદો આપે તે દિવસથી ત્યારપછીના 6 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસમાં દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબને જોતા આ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસમાં એક પરિપત્ર જારી કર્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટે જે પણ દિવસ ફોજદારી કેસોમાં દોષિતોને મોતની સજા ફરમાવે અને તે માટે બીજી કોર્ટમાં અપીલ દાખલ કરવાનો માર્ગ મોકળો કરે તે દિવસથી લઈ ત્યારપછીના 6 મહિનામાં જ સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી કરી લેવામાં આવશે, પછી ભલે તે કેસમાં દોષિતોએ અપીલ દાખલ કરેલી હોય.

તમામ દસ્તાવેજોની સોંપણી કરવાની રહેશે

એક પરિપત્ર (Circular)માં કહેવામાં આવ્યું છે કે જેવી સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન (SLP) દાખલ કરવામાં આવશે એટલે રજિસ્ટ્રી મોતની સજા ફરમાવનાર કોર્ટને 60 દિવસ (અથવા તો જે સમય કોર્ટ નક્કી કરે તે)ની અંદર તમામ દસ્તાવેજ મોકલવા માટે આદેશ આપશે. તેને લગતા કોઈ વધારાના દસ્તાવેજ અથવા આવશ્યક માહિતી સ્થાનિક ભાષાના દસ્તાવેજોના અનુવાદ સાથે રજિસ્ટ્રીને આપવાના રહેશે. જો રજીસ્ટ્રીને અન્ય દસ્તાવેજોની જરૂર પડે તો તે પક્ષકારોને 30 દિવસનો વધારાનો સમય આપશે. તેમ છતાં જો કેટલાક દસ્તાવેજ ન મળે તો કેસને ન્યાયમૂર્તિની ચેમ્બરમાં નોંધવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ગાઈડલાઈન નક્કી કરવા અપીલ કરી હતી

નિર્ભયા કેસમાં દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબથી દેશમાં જોવા મળી રહેલી નારાજગી વચ્ચે 22મી જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ગઈ હતી. ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું હતું કે મોતની સજા પર ક્યુરેટીવ પિટીશન દાખલ કરવા માટે સમય સીમા નક્કી કરવામાં આવે. ડેથ વોરન્ટ મળ્યા બાદ 7 દિવસમાં જ દયા અરજી દાખલ કરવાનો નિયમ છે. દયા અરજી નકાર્યા બાદ 7 દિવસમાં ડેથ વોરન્ટ અને ત્યારબાદ 7 દિવસમાં ફાંસી થાય, પછી ભલે બાકી દોષિતોની કોઈ પણ અરજી પડતર હોય. વર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે કોઈ પણ દોષિતની કોઈ પણ અરજી પડતર હોય ત્યારે તે કેસ સાથે સંકડાયેલ બાકી દોષિતોની પણ ફાંસી આપી શકાતી નથી.

X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી