રિપોર્ટ / દાઉદ ઈબ્રાહિમે ત્રણ વર્ષથી કોઈની સાથે ફોન પર વાત નથી કરી, પાકિસ્તાનમાં છુપાયો હોવાનો પાક્કા પુરાવા: પોલીસ

Dawood Ibrahim has not spoken to anyone over the phone for three years, there is strong evidence of hiding in Pakistan: police
X
Dawood Ibrahim has not spoken to anyone over the phone for three years, there is strong evidence of hiding in Pakistan: police

  • દિલ્હી પોલીસે છેલ્લી વાર દાઉદ ઈબ્રાહિમનો કોલ નવેમ્બર 2016માં રેકોર્ડ કર્યો હતો
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનએસએ અજીત ડોભાલે મધ્ય-પૂર્વ અને યુરોપમાં ડી-કંપની પર ગાળીયો નાખ્યા

Divyabhaskar.com

Dec 03, 2019, 02:50 PM IST

નવી દિલ્હી: મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમે છેલ્લા ત્રણ વર્ષથી કોઈની સાથે ફોન પર વાત કરી નથી. તે પોતાની સુરક્ષાને લઈને ખુબ એલર્ટ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે, દાઉદ અત્યારે પણ તેના સાથીયો સાથે પાકિસ્તાનમાં છુપાયેલો છે. તેના પાક્કા પુરાવા પણ મળ્યા છે. દિલ્હી પોલીસે તેનો છેલ્લો કોલ નવેમ્બર 2016માં રેકોર્ડ કર્યો હતો. દાઉદ 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી મુંબઈ છોડીને ભાગી ગયો હતો.
 

દાઉદે કરાચીથી તેનો અડ્ડો નથી બદલ્યો

ઈન્ટેલિજન્સ એજન્સીની મદદથી ત્રણ વર્ષ પહેલાં અંદાજે 15 મિનિટનું રેકોર્ડિંગ થયું છે. ત્યારે દાઉદ કરાચીથી તેના ફોનથી દુબઈમાં આવેલા તેના સહયોગી સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે તે હ્રદયની કોઈ બીમારીથી પીડિત છે અને કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ તેના ભાઈ અનીસ ઈબ્રાહિમે આ વાત નકારી દીધી છે.

દિલ્હી પોલીસના અધિકારીના જણાવ્યા પ્રમાણે, કદાચ હવે તે ફોનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે દાઉદે કરાચીથી તેનો અડ્ડો બદલી નાખ્યો છે. અમારી પાસે એ સાબીત કરવા માટે પૂરતા પુરાવા છે કે, દાઉદ અને તેના ખાસ માણસો હજી પણ પાકિસ્તાનમાં કોઈ કાવતરુ ઘડી રહ્યા છે.

3. ડોભાલે મધ્ય-પૂર્વ અને યુરોપમાં ડી-કંપની પર ગાળીયો કસ્યો- સૂત્ર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્ય-પૂર્વ અને યુરોપમાં ડી-કંપની પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ સક્રિય થતા દેખાય છે. ત્યારપછીથી દાઉદ અને તેનો ભાઈ અનીસ સેલફોનનો ઉપયોગ પણ ટાળી રહ્યા છે. દાઉદનો ખાસ છોટા સકીલ પણ સાવધાની રાખી રહ્યો છે. મુંબઈના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને પણ ધમકીઓ આપીને પૈસા વસુલવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, વાતચીત દરમિયાન (2016)માં એવું લાગતું હતું કે તેણે દારૂ પીધો છે. કારણકે તે સમયે તેનો અવાજ થોડો લથડી રહ્યો હતો. તે સમયે જે વાત રેકોર્ડ કરવામાં આવી છે તે તેમની અંગત વાત હતી અને તેમાં અંડરવર્લ્ડની કોઈ ગતિવિધિની યોજનાનો ઉલ્લેખ કરવામાં નહતો આવ્યો. તેમણે જણાવ્યું કે, ત્યારપથી આ મામલે ઉચ્ચ સ્તરીય વાતચીત પણ થઈ હતી. તેમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના સીનિયર અધિકારીઓ સામેલ થયા હતા.

રૉએ દાઉદનું ફોન રેકોર્ડિંગ ઘણી વખત કર્યું હતું. તે સમયે દિલ્હી પોલીસ કમિશનર નીરજ કુમાર દ્વારા જૂન 2013માં રેકોર્ડ કરવામાં આવેલી અંડરવર્લ્ડની સૌથી ચર્ચિત વાતચીત હતી. દાઉદનો 1994થી પીછો કરી રહેલા નીરજ કુમારે કહ્યું કે, સ્પોર્ટ ફિક્સિંગની તપાસ દરમિયાન અમે દાઉદનો અવાજ સાંભળ્યો હતો. આ મામલે આઈપીએલના ઘણાં ક્રિકેટરોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

નીરજ કુમારે દાઉદના સહયોગી ઈકબાલ મિર્ચી વિરુદ્ધ તપાસ કરી હતી. કુમારે કહ્યું કે, હું દાઉદની વાતચીતની 2016ની રેકોર્ડિંગ વિશે કોઈ ટીપ્પણી ન કરી શકું, પરંતુ દિલ્હી પોલીસ દાઉદની સાથે સાથે ડી કંપનીના સહયોગીઓના કોલ્સમાં  તિરાડ પાડવા માટે સક્ષમ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી