ઓનલાઈન છેતરપિંડી / રશિયન હેકર્સ પાસેથી ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદ્યો, દેશભરમાં ઘણા લોકો સાથે કરોડોની છેતરપિંડી; ઈન્દોરમાં 2 આરોપીની ધરપકડ

Data purchased from Russian hackers, millions of people in the country hit crores; Two vicious arrests

  • આરોપીઓ પાસે દેશભરના 700 લોકોના ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ડેટા મળી આવ્યો, જેનાથી ફેસબુકને જાહેરાતની ચુકવણી કરતા હતા 
  • આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું કે, ગ્રે માર્કેટ(અંડર ગ્રાઉન્ડ માર્કેટ)માં એક ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા 8 ડોલર (600 રૂપિયા)માં મળી રહ્યો છે 

Divyabhaskar.com

Feb 13, 2020, 11:42 AM IST

ઈન્દોરઃ રશિયન હેકર્સની વેબસાઈટ પરથી ભારતીયોના ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદીને તેમની સાથે છેતરપિંડી કરનારા બે હેકર્સને મધ્યપ્રદેશ સાઈબર સેલે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ગત દિવસોમાં ફેસબુક પર આવનારી એક જાહેરાતની ચુકવણી ચોરી કરેલા ક્રેડિટ કાર્ડની મદદથી કરી હતી. બન્ને દેશભરમાં ઘણા લોકોને આવી રીતે ઠગી ચુક્યા છે. આ બન્ને પાસેથી 700 ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ડેટા મળી આવ્યો છે. આરોપીઓએ પુછપરછમાં જણાવ્યું કે, અંડરગ્રાઉન્ડ ઓનલાઈન સાઈટ્સ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ડેટા ખરીદવા-વેચવા માટે આ લોકો બિટ કોઈન વોલેટનો ઉપયોગ કરતા હતા.

સાઈબર સેલ એસપી જિતેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે, પીડિત અનૂપ તિવારીએ 9 ડિસેમ્બરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી 21,188 રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હતું, પરંતુ ન તો OTP મળ્યો અને ન તો તેમણે કોઈને તેમના કાર્ડની માહિતી આપી હતી. આ મામલાની તપાસમાં જાણવા મળ્યું કે અનૂપનું ક્રેડિટ કાર્ડનો ડેટા રશિયન હેકર્સે ચોરી કરીને સાઈબર દુનિયાના ગ્રે માર્કેટ તરીકે ઓળખાતા ‘અંડર ગ્રાઉન્ડ માર્કેટ’પર અપલોડ કરી દીધો હતો, જેને આરોપી ચિરાગ અને મુકુલે 8 ડોલર(લગભગ 600 રૂપિયા)માં ખરીદ્યો હતો.

ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શનમાં OTPની જરૂર નથી પડતીઃપોલીસ
ચિરાગ અને મુકુલે પીડિતાન ક્રેડિટ કાર્ડથી ફેસબુક પર આવતી એક જાહેરાતની ચુકવણી કરી હતી. તેઓ દેશભરના ઘણા લોકોને કરોડો ચૂનો લગાવી ચુક્યા છે. તેમની પાસે 700 લોકોના ક્રેડિટ -ડેબિટ કાર્ડનો ડેટા પણ મળ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વેબસાઈટ પર ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે OTPની જરૂર પડતી નથી. આ લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા આ વાતનો જ ફાયદો ઉઠાવે છે. આરોપીઓએ ડિઝીટલ જાહેરાતના સર્વિસ પ્રોવાઈડર બનવા માટે ફેસબુક સાથે ટાઈઅપ કર્યું હતું. વિજ્ઞાપન પ્રસારિત કરવા માટે તેઓ ક્રેડિટ કાર્ડ ડેટાની મદદથી ફેસબુકને ઓનલાઈન પેમેન્ટ કરતા હતા.

નોકરી છોડીને બન્ને આરોપીઓએ કંપની બનાવી, ઓફિસમાં 38 લોકો
પોલીસે જણાવ્યું કે, આરકોપી ચિરાગે કોમ્પ્યુટર એન્જિનીયરીંગથી પોલીટેક્નિક ડિપ્લોમા કર્યું છે. સાથે જ મુકુલે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીયરીંગથી પોલીટેક્નિકનો અડધો કોર્સ કર્યો છે. બન્ને કોમ્પ્યુટર સોફ્ટવેર હેકિંગના માસ્ટર છે. ચિરાગ 2017માં ઈન્દોર આવ્યો હતો. તે ઈન્દોરમાં વિટ્ટીફીટ કંપનીમાં યૂટ્યુબ ઈન્ચાર્જ હતો. તો મુકુલ ચીફ ગ્રોથ ઓફિસર હતો. થોડા વર્ષ પહેલા બન્નેએ નોકરી છોડીને પોતાની ‘રોઈરિંગ વોલ્ફ મીડિયા પ્રાઈવેટ લિમીટેડ’કંપની શરૂ કરી હતી. ઈન્દોરના શેખર સેન્ટ્રલ મોલમાં 9માં માળે ઓફિસ બનાવાઈ, અહીંયા 38 લોકો નોકરી કરે છે.

X
Data purchased from Russian hackers, millions of people in the country hit crores; Two vicious arrests
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી