ચક્રવાત વાયુ / 2018માં દેશમાં 7 ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા, 343 લોકોએ ગુમાવી હતી જિંદગી

cyclon storms Vayu in Gujarat know everything about cyclone in 2018

  • 1967થી અત્યાર સુધી કુલ 121 ચક્રવાતી વાવાઝોડા આવ્યા, સૌથી વધારે 2018માં આવ્યા
  • 2018માં દેશમાં આવેલી કુદરતી આપત્તિઓ જેમાં ચક્રવાતી વાવાઝોડા પણ સામેલ છે, તેમાં કુલ 2057 લોકોના મોત થયા

Divyabhaskar.com

Jun 12, 2019, 01:12 PM IST

નેશનલ ડેસ્ક: ગુજરાત તરફ સતત આગળ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડુ 'વાયુ'થી બચવા સરકારે શક્ય તમામ વ્યવસ્થા કરી લીધી છે. પરંતુ હવે ચક્રવાતી વાવાઝોડું ભયાનક સ્વરૂપ લેશે તો દરેક તૈયારીઓ પણ નિષ્ફળ સાબીત થઈ શકે છે. 1967થી અત્યાર સુધીમાં કુલ 121 ચક્રવાતી વાવાઝોડા આવ્યા છે. તેમાં 2018માં સૌથી વધારે ચક્રવાતી વાવાઝોડા નોંધવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડામાં ગયા વર્ષે કુલ 343 લોકોના મોત થયા હતા અને અંદાજે રૂ. 4,000 કરોડનું નુકસાન થયું હતું.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 2018માં દેશમાં આવેલી કુદરતી આપત્તિ, જેમાં ચક્રવાતી વાવાઝોડું સામેલ છે. તેમાં કુલ 2057 લોકોના મોત થયા હતા. તેમાં 46,888 પશુના મોત થયા હતા અને 9,15,878 મકાન ધ્વસ્ત થયા હતા. જ્યારે 2017માં આવેલી કુદરતી આપત્તિમાં 1487 લોકોના મોત થયા હતા અને 41,965 પશુ મર્યા હતા. તે સમયે 5,46,518 મકાન ધ્વસ્ત અથવા ક્ષતિગ્રસ્ત થયા હતા. 2018ના અંતિમ ચાર મહિનામાં સૌથી વધારે મુશ્કેલી ઉભા કરે તેવા ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા.

2018માં સૌથી વધારે 7 ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા. વર્ષ 2018માં મેમાં 2, સપ્ટેમ્બરમાં 1, ઓક્ટોબરમાં 2, નવેમ્બરમાં 1 અને ડિસેમ્બરમાં 1 ચક્રવાતી વાવાઝોડું આવ્યું હતું. 19 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતી વાવાઝોડું 'ડે'માં 25 લોકોના મોત થયા હતા. 6 ઓક્ટોબરે આવેલા વાવાઝોડા 'તિતલી'ના કારણે ઓરિસ્સામાં 77 અને આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા હતા. બંને રાજ્યોમાં અંદાજે 7 હજાર કરોડનું નુકસાન થયું હતું. ત્યારપછી 10 નવેમ્બરે ચક્રવાતી વાવાઝોડું 'ગાઝા' આવ્યું હતું. તેના કારણે 52 લોકોના મોત થયા હતા. 13 ડિસેમ્બરે ચક્રવાતી વાવાઝોડું 'ફેથાઈ' આવ્યું હતું. આ વાવાઝોડામાં આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મોત થયા હતા અને અંદાજે રૂ. 300 કરોડનું નુકસાન થયું હતું.

ગયા વર્ષે ઉત્તર ભારતમાં આવ્યા ચક્રવાતી વાવાઝોડા
અમુક ચક્રવાતી વાવાઝોડાને નામ નહીં માત્ર નંબર આપવામાં આવે છે. તેને ઓછા પ્રેશરવાળું વાવાઝોડું ગણવામાં આવે છે. 26 જુલાઈ 2018માં આવેલા બીઓબી 03 ચક્રવાતી વાવાઝોડાના કારણે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. સૌથી વધારે વરસાદ 226 મિમી મેરઠમાં નોંધવામાં આવ્યો હતો. યુપીમાં 69 લોકોના મોત થયા હતા. જ્યારે દિલ્હીમાં 1500 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારપછી ઓગસ્ટમાં બીઓબી 05 અને સપ્ટેમ્બરમાં બીઓબી 06 વાવાઝોડું આવ્યું હતું.

1990થી 2018 સુધી ક્યાં આવ્યા મોટા ચક્રવાતી વાવાઝોડા

1990- આંધ્રપ્રદેશ
1996- આંધ્રપ્રદેશ
1999- ઓરિસ્સા
2008- તમિલનાડુમાં ચક્રવાતી વાવાઝોડું નિશા
2011- તમિલનાડુ અને પોંડિચેરીમાં ચક્રવાતી વાવાઝોડું થાણે
2012- તમિલનાડુંમાં ચક્રવાતી વાવાઝોડું નીલમ
2013- તમિલનાડુમાં ચક્રવાતી વાવાઝોડું મહાસેન
2013- ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી વાવાઝોડું ફેલિન
2014- ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી વાવાઝોડું હુડહુડ
2015- પશ્ચિમ બંગાળ
2016- તમિલનાડુ

બંગાળની ખાડીની સરખામણીએ અરબ સાગર વધારે શાંત

બંગાળની ખાડીની સરખામણીએ અરબ સાગર વધારે ઠંડો છે તેથી અહીંથી વાવાઝોડું ઓછું આવે છે. વાવાઝોડાથી ત્રણ પ્રકારના જોખમ હોય છે. ભારે વરસાદ, ઝડપી પવન અને ઉંચા મોજા ઉછળવા. આ બધામાં સૌથી જોખમી છે ઉંચા મોજા ઉછળવા. આ વખતના વાવાઝોડામાં ગુજરાતની આસપાસ પશ્ચિમી દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાનું જોખમ ઓછું છે. પૂર્વ દરિયા કિનારેથી જેમ-જેમ તમિલનાડુથી ઉપર આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની તરફ વધશે તો જોખમ વધી શકે છે.

X
cyclon storms Vayu in Gujarat know everything about cyclone in 2018
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી