• Home
  • National
  • nirbhaya case: supreme court to hear curative petitions of 2 convicts news & Updates

ફાંસી માટે 8 દિવસ બાકી / નિર્ભયાના બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી, ચારેયને 22 જાન્યુઆરી ફાંસી અપાશે

nirbhaya case: supreme court to hear curative petitions of 2 convicts news & Updates

  • સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ આ અરજીની સુનાવણી કરશે 
  • આરોપી મુકેશ અને વિનયે ડેથવોરંટ જાહેર થયા બાદ અપીલ કરી હતી
  • નિર્ભયાના માતાએ કહ્યું- આજનો દિવસ ખાસ છે

Divyabhaskar.com

Jan 14, 2020, 03:57 PM IST

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ જાહેર થયા બાદ બન્ને આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે પાંચ જજોની બેંચ સુનાવણી કરી હતી.હવે આ કેસના ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે.

જસ્ટિસ એન રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ બન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન પર સુનાવણી કરી હતી.

આરોપીએ અરજીમાં શું કહ્યું હતું?
આ અરજીમાં આરોપી વિનય શર્માએ કહ્યું હતું કે, આ કાર્યવાહીના કારણે આરોપીનો આખો પરિવાર હેરાન થયો છે. પરિવારની કોઈ ભૂલ ન હતી, તેમ છતા તેમને સામાજિક હેરાનગતિ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વકીલ એપી સિંહે કહ્યું કે, આરોપીના માતા પિતા વૃદ્ધ અને ગરીબ છે. આ કેસમાં આ લોકો બરબાદ થઈ ગયા છે તેમની પાસે કંઈ વધ્યું નથી.

ઘટનાના 2578 દિવસ બાદ ડેથ વોરંટ જાહેર કરાયું
ચારેય આરોપીઓને જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવશે. ત્રણ આરોપીઓને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે અને એકને જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. નિર્ભયાના કેસમાં ઘટનાના 2578 દિવસ બાદ ડેથ વોરંટ જાહેર થયું હતું. 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાનો નરાધમોએ શિકાર કર્યો હતો.
નિર્ભયાના માતાએ કહ્યું- આજનો દિવસ ખાસ, 22 જાન્યુઆરી સૌથી ખાસ દિવસ હશે
નિર્ભયાના માતા આ નિર્ણય બાદ કહ્યું- આજનો દિવસ મારા માટે ખાસ છે. હું સાત વર્ષથી સંઘર્ષ કરી રહી છું. પરંતુ 22 જાન્યુઆરીએ સૌથી ખાસ દિવસ હશે.

X
nirbhaya case: supreme court to hear curative petitions of 2 convicts news & Updates

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી