તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Nirbhaya Case: Supreme Court To Hear Curative Petitions Of 2 Convicts News & Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ભયાના બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી, ચારેયને 22 જાન્યુઆરી ફાંસી અપાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ આ અરજીની સુનાવણી કરશે
  • આરોપી મુકેશ અને વિનયે ડેથવોરંટ જાહેર થયા બાદ અપીલ કરી હતી
  • નિર્ભયાના માતાએ કહ્યું- આજનો દિવસ ખાસ છે

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.  પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ જાહેર થયા બાદ બન્ને આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે પાંચ જજોની બેંચ સુનાવણી કરી હતી.હવે આ કેસના ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે.
જસ્ટિસ એન રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ બન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન પર સુનાવણી કરી હતી.

આરોપીએ અરજીમાં શું કહ્યું હતું?
આ અરજીમાં આરોપી વિનય શર્માએ કહ્યું હતું કે, આ કાર્યવાહીના કારણે આરોપીનો આખો પરિવાર હેરાન થયો છે. પરિવારની કોઈ ભૂલ ન હતી, તેમ છતા તેમને સામાજિક હેરાનગતિ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વકીલ એપી સિંહે કહ્યું કે, આરોપીના માતા પિતા વૃદ્ધ અને ગરીબ છે. આ કેસમાં આ લોકો બરબાદ થઈ ગયા છે તેમની પાસે કંઈ વધ્યું નથી.

ઘટનાના 2578 દિવસ બાદ ડેથ વોરંટ જાહેર કરાયું 
ચારેય આરોપીઓને જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવશે. ત્રણ આરોપીઓને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે અને એકને જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. નિર્ભયાના કેસમાં ઘટનાના 2578 દિવસ બાદ ડેથ વોરંટ જાહેર થયું હતું. 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાનો નરાધમોએ શિકાર કર્યો હતો. 
નિર્ભયાના માતાએ કહ્યું- આજનો દિવસ ખાસ, 22 જાન્યુઆરી સૌથી ખાસ દિવસ હશે
નિર્ભયાના માતા આ નિર્ણય બાદ કહ્યું- આજનો દિવસ મારા માટે ખાસ છે. હું સાત વર્ષથી સંઘર્ષ કરી રહી છું. પરંતુ 22 જાન્યુઆરીએ સૌથી ખાસ દિવસ હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો