તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રુડના ભાવ બે સપ્તાહમાં 4.5 ટકા વધી શકે છે, પેટ્રોલ-ડિઝલ રૂપિયા 1.5 મોંઘા થાય તેવી શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો
  • અમેરિકા-ચીન વચ્ચે વેપાર સમજૂતી થવાથી મેન્યુફેક્ચરિંગ વધવાની આશા, ઇંધણની માંગ વધશે
  • વેપાર સમજૂતીને લીધે બ્રેન્ટ ક્રુડના દર 1.6 ટકા વધી પ્રતિ બેરલ 65.22 ડોલર થયા
  • નિષ્ણાતોના મતે- ક્રુડમાં તેજી રહેવાથી ઓઈલ કંપનીનું ઈમ્પોર્ટ બિલ વધશે

1) ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા કરતા વધારે ક્રુડની આયાત કરે છે

1. ઓઈલ કંપનીઓ ક્રુડના 15 દિવસના સરેરાશ ભાવ અને રૂપિયા-ડોલર એક્સચેન્જ દરના હિસાબથી દરરોજ પેટ્રોલ-ડિઝલના દર નક્કી કરે છે. ભારત તેની જરૂરિયાતના 80 ટકા કરતા વધારે ઓઈલની આયાત કરે છે. બ્રેન્ટ ક્રુડના ભાવ આ વર્ષ 21 ટકા વધ્યા છે. ઓઈલ કંપનીઓ માટે આયાત મોંઘી થઈ રહી છે તો તેઓ દર વધારી રહી છે. કંપનીઓએ ઈમ્પોર્ટ બિલની ચુકવણી ડોલરમાં કરવી પડે છે, માટે કરન્સી એક્સચેન્જ દર પણ મહત્વનો છે.

2. દિલ્હીમાં પેટ્રોલના દર શુક્રવારે પ્રતિ લીટર રૂપિયા 74.84 હતા. ત્રણ દિવસમાં 16 પૈસા પેટ્રોલ સસ્તુ થયું પરંતુ 9મી ડિસેમ્બરના રોજ તે રૂપિયા 75ની એક વર્ષની ઉચ્ચ સપાટીને સ્પર્શી ગયું હતું. આ અગાઉ 23મી નવેમ્બર, 2018ના રોજ તે 75.25 થયું હતુ. વીતેલા એક મહિનાની વાત કરીએ તો પેટ્રોલ 1.39 રૂપિયા મોંઘુ થયું છે. 14મી નવેમ્બરના રોજ દર 73.45 હતો.

શહેરપેટ્રોલ (રૂપિયા/લીટર)ડિઝલ (રૂપિયા/લીટર)
દિલ્હી74.8466.04
મુંબઈ80.4969.27
કોલકાતા77.5068.45
ચેન્નાઈ77.8169.81

4. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)એ બુધવારે આંકડા જારી કર્યા હતા. તેમના મતે ગત મહિને ઈંધણની માંગ 1.87 કરોડ ટન રહી. તે નવેમ્બર,2018ની તુલનામાં 10.50 ટકા વધારે છે. તે જાન્યુઆરી,2018 બાદ સૌથી વધારે છે. ગત મહિને ડિઝલના વપરાશમાં 8.8 ટકા વધારો થયો હતો. કુલ ફ્યુઅલ ડિમાન્ડમાં ડિઝલનો 40 ટકા હિસ્સો છે.

5. ક્રુડ મોંઘુ થવાને લીધે ભારતનું આયાત બિલ અને વ્યાપાર ખાધ પણ વધે છે. પેટ્રોલિયમ મંત્રાલયના એક અધિકારીએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે ક્રુડની કિંમતમાં એક ડોલર વધવાથી ભારત પર વાર્ષિક 10,700 કરોડનો બોજ પડે છે.