તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂડ 3 મહિનામાં 48% સસ્તું પરંતુ કિંમત ઘટી ફક્ત 8%, ગ્રાહકોને ઠેંગો; 36 રૂપિયાનો ઘટાડો થઈ શકે!

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર રૂ.3નો વધારો
 • સરકારની રેવન્યૂ રૂ. 39 હજાર કરોડથી 45 હજાર કરોડ સુધી વધવાની આશા

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો છેલ્લા ત્રણ મહિનામાં 48.33% ઘટી ચૂકી છે, પરંતુ ઓઈલ કંપનીઓએ આ દરમિયાન સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ-ડીઝલમાં ફક્ત 8% ભાવ ઘટાડ્યા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ સસ્તું થવાનો લાભ ગ્રાહકોને આપવાના બદલે સરકારી ખજાનો ભરવાનો નિર્ણય કર્યો છે. સરકારે શનિવારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 3-3 રૂપિયા વધારી દીધી છે.

વાર્ષિક આવક 45 હજાર કરોડ સુધી વધશે
કેન્દ્રના નોટિફિકેશન પ્રમાણે એક્સાઈઝમાં રૂ. 2 અને રોડ સેસમાં રૂ. એકનો વધારો કરાયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આ આઠ વર્ષનો સૌથી મોટો વધારો છે. જોકે, ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાતોના કહેવા પ્રમાણે, એક્સાઈઝના કારણે હાલ રિટેલ કિંમતો વધવાની શક્યતા નથી. ક્રૂડ ઓઈલની કિંમત ઘટવાની સાથે તે એડજસ્ટ થઈ જશે. એક્સાઈઝ વધવાથી સરકારની વાર્ષિક આવક રૂ. 39 હજાર કરોડથી રૂ. 45 હજાર કરોડ સુધી વધવાની આશા છે.

જાન્યુઆરીથી અત્યાર સુધી 6 રૂપિયા ઓછા થયા
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર પહેલા ત્રિમાસિકમાં ક્રૂડની કિંમતમાં ઘટાડાનો મહત્તમ લાભ ગ્રાહકોને અપાયો. હવે કથળતી આર્થિક સ્થિતિને પગલે સરકારે રેવન્યૂ વધારવા એક્સાઈઝ ડ્યૂટી વધારી છે. આ ભંડોળમાંથી વિકાસકાર્યો આગળ ધપાવી શકશે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને પગલે 11 જાન્યુઆરી પછી પેટ્રોલ-ડીઝલની કિંમત રૂ. 6થી વધુ ઘટી ચૂકી છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિ લિટર અનુક્રમે રૂ. 69.87 અને રૂ. 62.58 હતો. 

2014 પછી એક્સાઈઝ 11 વાર વધી, પેટ્રોલમાં 142% અને ડીઝલમાં 429%નો વધારો
- પેટ્રોલમાં રૂ. 22.98 અને ડીઝલમાં રૂ. 18.83 એક્સાઈઝ (પ્રતિ લિટર) થઈ ગઈ. આ ઉપરાંત બંને પર પ્રતિ લિટર રૂ. 10-10 રોડ સેસ પણ લગાવાયો. 
- 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે પેટ્રોલ રૂ. 9.48 અને ડીઝલ પર રૂ. 3.56 એક્સાઈઝ (પ્રતિ લિટર) હતી. 
- નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 વચ્ચે ક્રૂડની કિંમતમાં ઘટાડાનો ફાયદો લોકોને આપવાના બદલે મોદી સરકારે નવ વખત એક્સાઈઝ વધારીને તિજોરી ભરી હતી. એ 15 મહિનામાં પેટ્રોલ પર રૂ. 11.75 અને ડીઝલ પર રૂ. 13.47 એક્સાઈઝ વધારાઈ હતી. તેના કારણે 2016-17માં એક્સાઈઝ તરીકે રૂ. 2.42 લાખ કરોડ ભેગા કરાયા હતા, જ્યારે 2014-15માં આ આંકડો રૂ. 99 હજાર કરોડ હતો. 
- એપ્રિલ 2014 પછી પેટ્રોલ પર 142% અને ડીઝલ પર 429% એક્સાઈઝ વધારાઈ છે. 
- ઓક્ટોબર 2017માં બે રૂપિયા એક્સાઈઝ વધારાઈ હતી, જ્યારે એક વર્ષ પછી ફરી રૂ. 1.5નો ઘટાડો કરાયો. જોકે, જુલાઈ 2019માં ફરી પ્રતિ લિટર રૂ. 2 ડ્યૂટી વધારી દેવાઈ.

પેટ્રોલ રૂપિયા 36 જેટલું સસ્તું થઈ શકે
1 જાન્યુઆરી, 2020ના રોજ ભારતીય બજારમાં ક્રૂડની કિંમત પ્રતિ બેરલ રૂ. 4,638 હતી. 14 માર્ચે તે 48.33% ઘટીને પ્રતિ બેરલ રૂ. 2,396 થઈ ગઈ. બીજી તરફ, પેટ્રોલની કિંમત 8.11% ઘટીને રૂ. 76.04થી 68.87 પર પહોંચી છે. આ દરમિયાન ડીઝલની કિંમત પણ 7.87% સુધી ઘટી છે. જો કંપનીઓ ક્રૂડની કિંમતના ઘટાડાનો બધો લાભ ગ્રાહકોને આપે તો પેટ્રોલની કિંમતમાં આશરે રૂ. 36 સુધીનો ઘટાડો થાય!   

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો