ગાઝિયાબાદ / આર્થિક તંગીના કારણે વેપારીએ 2 પત્નીઓ સાથે 8માં માળેથી ઝંપલાવ્યું, ફ્લેટમાં 2 બાળકોના મૃતદેહ મળ્યા

  • ઘટના ઈન્દિરાપુરમની એક સોસાયટીમાં મંગળવાર સવારે બની હતી, વેપારી તેની 2 પત્ની સહિત 5 મૃતહેદ મળી આવ્યા 
  • રૂમની દીવાલ પર 500ની નોટ અને બાઉન્સ ચેક ચોંટાડેલા મળી આવ્યા, સુસાઈડ નોટમાં લખ્યું- પાંચેયનો અંતિમ સંસ્કાર સાથે કરવામાં આવે 

Divyabhaskar.com

Dec 03, 2019, 02:50 PM IST

ગાઝિયાબાદઃ દિલ્હી પાસે આવેલા ઈન્દિરાપુરમ વિસ્તારમાં મંગળવારે સવારે એક વેપારીએ બે પત્નીઓ સાથે એપાર્ટમેન્ટના 8માં માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. તેમના ફ્લેટમાં બે બાળકોના મૃતદેહો બેડ પર પડ્યા હતા. રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં વેપારીએ આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ દીવાલ પર 500ની નોટ અને બાઉન્સ ચેક પણ ચોંટાડેલા મળી આવ્યા હતા. દંપત્તિએ લખ્યું છે કે આ રૂપિયાનો ઉપયોગ પાંચ લાશોનો સાથે અંતિમ સંસ્કાર કરવા માટે કરજો.

ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના ઈન્દિરાપુરમના વૈભવ ખંડ ખાતે આવેલી કૃષ્ણા સફાયર સોસાયટીમાં બની હતી. મૃતક ગુલશનની જીન્સની ફેક્ટરી હતી. તે બે પત્નીઓ પરવીન-સંજના અને બે બાળકો સાથે અહીંયા અંદાજે દોઢ મહિનાથી ભાડે રહેતા હતા. તેમના દીકરો રિતિક (11)અને દીકરી રિતિકા(12)ના મૃતદેહ બેડ પર મળી આવ્યા હતા. દીકરાના ગળા પર ચાકુના નિશાન મળી આવ્યા હતા. રૂમમાં પાલતું સસલું પણ મૃત હાલમાં મળી આવ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી