કોરોના વાઈરસ / બેંગકોકથી કોલકાતા પરત ફરેલા બે મુસાફરોને ઈન્ફેક્શન, દિલ્હી એરપોર્ટ પર પણ શંકાસ્પદની તપાસ; ચીનમાં એક દિવસમાં 242 મોત

Mumbai Sonali appeals to government for help from Japanese cruise, killing 242 people in China a day in  Coronavirus
દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની તપાસ કરતા સ્વાસ્થ્ય અધિકારી.(ફાઈલ)

  • જાપાનના યોકોહામ પોર્ટ પર 3 ફેબ્રુઆરીથી ફસાયેલી સોનાલી ઠાકુર ક્રૂઝ પર સુરક્ષા અધિકારી છે
  • ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા 1365 થઈ, એક દિવસમાં 16 હજારથી વધારે ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા

Divyabhaskar.com

Feb 13, 2020, 07:41 PM IST

બીજિંગ/બેંગકોક/નવી દિલ્હીઃ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 6 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાં 3 દર્દી કોલકતાના અને 3 કેરળના છે. કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોસ એરપોર્ટ પર ગુરુવારે બે મુસાફરો કોરોનાવાયરસથી સંક્રમિત મળી આવ્યા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું કે બંને મુસાફરો થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી પરત આવ્યા હતા. આ અગાઉ બેંગકોકથી પરત આવેલ એક મુસાફર એરપોર્ટ પર થર્મલ સ્કેનિંગ દરમિયાન સંક્રમિત મળી આવ્યો હતો. આ દરમિયાન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સ્પાઈસજેટની ફ્લાઈટથી બેંગકોકથી પરત ફરેલ મુસાફર શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. તેની તપાસ ચાલી રહી છે. ચીનમાં આ વાયરસથી બુધવારે 242ના લોકોના મૃત્યુ થયા છે. જ્યારે મરનાર લોકોનો આંકડો 1365 થઈ ગયો છે. કોરોનાવાયરસના લગભગ 60 હજાર મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે જાપાનના યોકોહોમા તટ પર ફસાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર અત્યાર સુધીમાં 218 લોકો સંક્રમિત મળી આવ્યા છે.

જાપાનમાં ક્રૂઝ 3 ફેબ્રુઆરીથી ક્વારૈંટાઈન છે. ભારતીય સુરક્ષા અધિકારી 24 વર્ષની સોનાલી ઠાકુર મુળ મુંબઈની છે. એક ન્યૂઝ ચેનલ દ્વારા વીડિયો જાહેર કરીને તેણે ભારત સરકારને મદદ કરવાની અપીલ કરી છે. સોનાલીએ કહ્યું છે કે, ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમને ડર છે કે, અમે પણ તેના ઝપાટામાં ન આવી જઈએ. અમે ઘરે પરત આવવા માંગીએ છીએ.

સરકાર કોરના વાઈરસના જોખમને ગંભીરતાથી નથી લઈ રહી- રાહુલ ગાંધી
આ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાઈરસ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતુ કે, કોરોના વાઈરસ આપણા દેશના લોકો અને અર્થવ્યવસ્થા માટે એક ગંભીર જોખમ છે. મારી સમજણ પ્રમાણે સરકાર આ જોખમને ગંભીરતાથી નથી લઈ રહી. બીજી બાજુ આંધ્ર પ્રદેશમાં એક 50 વર્ષના આધેડે કોરોના વાઈરસના ઈન્ફેક્શનની શંકા પછી આત્મ હત્યા કરી લીધી છે. તેમની સારવાર કરતા ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે તેમને વાઈરલ ઈન્ફેક્શન હતું, તેમનામાં કોરોના વાઈરસના કોઈ લક્ષણ દેખાયા નથી. તેમના સંબંધીઓએ જણાવ્યું કે, તેમણે તેમની પત્ની અને બાળકોને આ ઈન્ફેક્શનથી બચાવવા માટે આત્મ હત્યા કરી હતી.

બુધવારે 2 ભારતીયોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો
ડાયમંડ પ્રિંસેજ ક્રૂઝ પર બુધવારે બે ભારતીયોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બુધવારે જાપાનમાં ભારતીય એમ્બેસેડર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એમ્બેસેડરે જણાવ્યું કે, યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સહિત 160 ભારતીયો આ જહાજ પર છે. જાપાનમાં વાઈરસ ન ફેલાય તે માટે ક્રૂઝને 19 ફેબ્રુઆરી સુધી પોર્ટ પર જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિપમાં કુલ 3711 લોકો છે. આ ક્રૂઝ પર જ્યારથી એક યાત્રીમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે ત્યારથી આ ક્રૂઝને અહીં જ રોકી રાખવામાં આવ્યું છે.

X
Mumbai Sonali appeals to government for help from Japanese cruise, killing 242 people in China a day in  Coronavirus

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી