તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Coronavirus Death In Delhi Latest News Updates; Delhi Woman Dies, Second Death In India After Karnataka

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાઈડલાઈન્સ જાણવા દિલ્હીની 69 વર્ષની મહિલાના અગ્નિ સંસ્કાર રોકાયા, અંતે સીએનજીમાં શબદાહ ગૃહમાં પૂરી કરાઈ વિધિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મહિલાનો દીકરો ઈટાલી અને સ્વિત્ઝરલેન્ડથી પરત આવ્યો હતો, તેને પણ કોરોનાનું ઈન્ફેક્શન હતું
 • મહિલાને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ હતો
 • 12 માર્ચે કર્ણાટકમાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ 76 વર્ષના એક વૃદ્ધનું મોત થયું છે
 • દિલ્હીમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ અને સિનેમા બંધ રાખવામાં આવ્યા છે

નવી દિલ્હી: દેશમાં શુક્રવારે કોરોના વાઈરસથી મોતનો બીજો કેસ સામે આવ્યો છે. દિલ્હીમાં ઈન્ફેક્ટેડ એક 69 વર્ષની મહિલાનું મોત થયું છે. મહિલાના શનિવારે દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જોકે પહેલાં નિગમબોધ ઘાટ પ્રશાસને પહેલા અંતિમ સંસ્કાર રોકી દીધા હતા. ત્યાંના કર્મચારીઓ કોરોના વાઈરસથી મોતના કેસમાં અંતિમ સંસ્કાર વિશે WHO પાસેથી ગાઈડ લાઈન્સ જાણવા ઈચ્છતા હતા. હોસ્પિટલ પ્રશાસન પહેલાં મૃતદેહ સોંપવા નહતા માંગતા. પરિવાર ઈચ્છતો હતો કે નિગમબોધ ઘાટ પર લાકડાઓથી અંતિમ સંસ્કાર કરવામાં આવે. અંતે હોસ્પિટલા ડોક્ટર્સ અને એમસીડીના ઓફિસર્સની હાજરીમાં નિગમબોધ ઘાટ પર સીએનજી શબદાહ ગૃહથી મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.


દિલ્હીમાં જે મહિલાનું કોરોનાના કારણે મોત થયું તેમને ડાયાબિટીસ અને હાઈ બ્લ્ડ પ્રેશરની પણ તકલીફ હતી. તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો દીકરો 5-22 ફેબ્રુઆરી વચ્ચે ઈટાલી અને સ્વિત્ઝરલેન્ડના પ્રવાસેથી આવ્યો હતો. તે 23 ફેબ્રુઆરીએ ભારત પરત આવ્યો હતો. તેને કફ અને શરદીની તકલીફ હતી. રિપોર્ટમાં તેને પણ કોરોના વાઈરસનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. તે પણ હોસ્પિટલમાં દાખલ છે. આ પહેલાં 12 માર્ચે કર્ણાટકમાં એક વૃદ્ધનું મોત ઈન્ફેક્શનના કારણે થયું છે.

મહિલા અને તેમના બંને દીકરા હોસ્પિટલમાં દાખલ
ડોક્ટર્સે જણાવ્યું કે, મહિલાના દીકરાને 7 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રોટોકોલ પ્રમાણે આખા પરિવારનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી મહિલામાં પણ કફ અને તાવના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યારપછી મહિલાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 8 માર્ચે મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મહિલાનું સ્વાસ્થય ખરાબ થતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 માર્ચે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. 13 માર્ચે મહિલાનું મોત થ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો