અત્યાર સુધીમાં 13 કેસઃ આગ્રામાં 6 દર્દી પોઝીટીવ, 200 યાત્રી લઈ જતી વિયેના-દિલ્હી ફ્લાઈટમાં પણ એક સંક્રમિત વ્યક્તિ હતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 12 કેસમાં જયપુર, દિલ્હી, તેલંગાણામાં નવા એક એક કેસ નોંઘાયો છે. અગાઉ કેરળમાં ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા હતા
 • વિશ્વના 67 દેશોમાં કોરોના વાઈરસના કેસ પ્રકાશમાં આવ્યા, 11 દેશોમાં મૃત્યુ થયા
 • આગ્રામાં છ શંકાસ્પદ કેસ, લોહીના નમુના પુના મોકલાયા
 • સંક્રમણ ફેલાતું અટકાવવા માટે નોઈડાની એક સ્કૂલને બંધ કરાઈ
 • સાઉદી અરેબિયામાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો
 • પાકિસ્તાનમાં કોરોના વાઈરસના પાંચ કેસ નોંધાયા
 • અમેરિકામાં વાઈરસથી મૃત્યુંઆંક છ થયો
 • ઈરાનમાં કોરોના વાઈરસના કારણે વધુ 11 લોકોના મોત, મૃત્યુઆંક 77 થયો
 • વિશ્વમાં ઝુંબેશ; ક્યાંક કિસ કરવા પર પ્રતિબંધ, ક્યાંક પગથી અભિવાદન

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસને લીધે સંક્રમિત થયેલી વ્યક્તિનો આંક 13 થયો છે. આગ્રામાં 6, કેરળમાં 3, જયપુર-દિલ્હી-તેલંગાણામાં એક એક કેસ સામે આવ્યો છે. ભારતમાં કોરોનાવાઈરસનો એક કેસ જયપુરમાં પ્રકાશમાં આવ્યો છે. આ વ્યક્તિ ઈટલીનો હોવાનું કહેવાઈ રહ્યું છે, તેની ઉંમર 69 વર્ષ છે. આ કેસની પુષ્ટિ એસએમએસ હોસ્પિટલના ડોક્ટર સુધીર ભંડારીએ કરી છે.
આ કેસની પુષ્ટિ એસએમએસ હોસ્પિટલના ડોક્ટર સુધીર ભંડારીએ કરી છે. ભંડારીના જણાવ્યા મુજબ દર્દીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. હોસ્પિટલ દિલ્હી સ્થિત ઈટલીના દૂતવાસ સાથે સંપર્કમાં પણ છે. કારણ કે આ વ્યક્તિની સાથે ઈટલીના 18 લોકો પણ છે. તેલંગાના અને દિલ્હીમાં સોમવારે એક-એક કેસ પ્રકાશમાં આવ્યા હતા. બંને દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. તેલંગાના સરકાર પીડિતની સાથે જે 25 મુસાફરોએ બસમાં યાત્રા કરી હતી, તેની પણ તપાસ કરાઈ રહી છે. સોમવારે બે કેસ સામે આવ્યા હતા જેમાં એક દિલ્હી અને એક તેલંગાણામાં નોંધાયો છે. અગાઉ કેરળમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા જેઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી આમ અત્યાર સુધીમાં ભારતમાં છ કેસ નોંઘાઈ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કોરોનાવાઈરસની તપાસથી લઈને ઉપચાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેને લઈને ગભરાવવાની જરૂર નથી. આ અંતર્ગત ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનના નાગરિકોને 3 માર્ચ પહેલા અને પછી ઈસ્યુ કરવામાં આવેલા વિઝા અને ઈ-વિઝાને રદ કરવામાં આવ્યા છે.

દિલ્હીની હયાત રેજન્સીમાં એક વ્યક્તિનો કેસ પોઝિટીવ
સત્તાવાર જાહેરાત પ્રમાણે દિલ્હીની હયાત રેજન્સી હોટલમાં એક વ્યક્તિએ લા પિઆઝા રેસ્તરાંમાં 28 ફેબ્રુઆરીએ ભોજન લીધું હતું. તેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તે દિવસે હોટલમાં ઉપસ્થિત દરેક વ્યક્તિને પોતાની રીતે આઇસોલેશનમાં જવા માટે કહેવામાં આવ્યું છે. 

અનેક દેશોમાં ‘નો હેન્ડ શેક’ માટે સરકારની ગાઈડલાઈન

 • ફ્રાંસમાં કિસ કરતા પહેલા સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. હાથ મિલાવવાની પણ ના કહેવાઈ છે. એકબીજાની આંખમાં આંખમાં જોઈને અભિવાદન કરી શકાય છે.
 • બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે નાગરિકોને નિર્દેશ આપ્યા છે કે, ચુંબન કરીને અભિવાદન ના કરો અને કોઈ પણ પીણું પીતા વખતે મેટલ સ્ટ્રો એકબીજા સાથે શેર ના કરો.
 • જર્મનીના લોકો પણ એકબીજા સાથે હાથ મિલાવતા નથી. જર્મનીના મિનિસ્ટર સીહોફરે અને ચાન્સેલર એન્જેલા મર્કલ હાથ જોડીને અભિવાદનની શરૂઆત કરી.
 • સ્પેનમાં ઈસ્ટર નિમિત્તે લોકો પરંપરા પ્રમાણે વર્જિન મેરીને ચુંબન કરે છે. ઈસ્ટર સપ્તાહ શરૂ થયાના આશરે એક મહિના પહેલા જ તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
 • રોમાનિયામાં સરકારે ગાઈડલાઈન જાહેર કરીને કહ્યું છે કે, લોકો એકબીજાને ફૂલ આપે, પણ ચુંબન ના કરે.
 • હાલ ઈરાનમાં પણ હાથ મિલાવવાના બદલે એકબીજા સાથે પગ થપથપાવીને અભિવાદન કરાય છે.
 • ન્યૂઝીલેન્ડ, યુએઈમાં પ્રચલિત એકબીજા સાથે નાક લડાવવાની પરંપરા પણ અટકાવવાની સલાહ અપાઈ છે.

કોઈએ ગભરાવવાની જરૂર નથી : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગભરાવાની કોઈ જરૂર નથી. કોરોનાનો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરાઈ છે. આપણે સાથે મળીને કામ કરવાની અને બચાવ સુનિશ્ચિત કરવા મહત્ત્વપૂર્ણ ઉપાયની જરૂર છે.
ભારતમાં ગરમીની સિઝન, એ જ બચાવશે કોરોનાથી
આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે,  ભારતની ગરમી અને લૂના કારણે આ વાઈરસ તબાહી નહીં મચાવી શકે. હકીકતમાં વાઈરસ ઓછા તાપમાનમાં ફેલાય છે. આ જ કારણસર દક્ષિણ પૂર્વ એશિયામાં તે ઝડપથી ફેલાયો છે. એ તમામ દેશ ભારતની સરખામણીમાં ઠંડા છે.

યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે એક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી 
યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે એક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. આ અંતર્ગત ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનના નાગરિકોને 3 માર્ચ પહેલા અને પછી ઈસ્યુ કરવામાં આવેલા વિઝા અને ઈ-વિઝાને રદ કરવામાં આવ્યા છે. આ સિવાય 3 માર્ચથી જાપાન અને સાઉથ કોરિયાના નાગરિકોને વિઝા ઓન અરાઈવલ(દેશમાં આવ્યા બાદ) પર જે વિઝા ઈસ્યુ કરવામાં આવે છે, તેને પણ સસ્પેન્ડ કરવાની વાત એડવાઈઝરીમાં કહેવામાં આવી છે. 

આગ્રામાં છ શંકાસ્પદ કેસ, લોહીના નમુના પુના મોકલાયા
નોઈડા બાદ હવે આગ્રામાં કોરોનાવાઈરસના 6 શકાસ્પદ મળ્યા છે. આ તે જ લોકો છે, જે ઈટલીથી આવેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સ કોરોનાવાઈરસથી સંક્રમિત છે. હાલ આ 6 લોકોને આઈસોલેશન વાર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેના સેમ્પલ પુનાની મેડિકલ લેબમાં મોકલવામાં આવ્યા છે. 

સંક્રમણ ફેલાતું અટકે તે માટે નોઈડાની એક સ્કૂલને મંગળવારે બંધ કરવામાં આવી
કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે નોઈડાની એક સ્કુલને મંગળવારે બંધ કરવામાં આવી છે. આ પહેલા સોમવારે દિલ્હીમાં ઈટલીથી આવેલ એક વ્યક્તિ વાયઈસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. ગત સપ્તાહે વ્યક્તિ એક બર્થડે પાર્ટીમાં ગયો હતો, જેમાં તેના બાળકો પણ સામેલ થયા હતા. જે સ્કુલને બંધ કરવામાં આવી છે, તે વ્યક્તિના બાળકો પણ આ સ્કુલમાં અભ્યાસ કરે છે. હાલ સ્કુલમાં મંગળવારે થનારી પરિક્ષાને પણ બંધ રાખવામાં આવી છે. કોરોનાવાયરસથી 5 ભારતીયો સંક્રમિત છે. તેમાં દિલ્હી, તેલંગાનાના 1-1 અને કેરળના 3 લોકોનો સમાવેશ થાય છે. 

1,000 કંપનીને એલર્ટ કરવામાં આવી
કોરોના વાઈરસના જોખમને જોતા ગૌતમબુદ્ધ નગર જિલ્લાના અધિકારીઓએ એલર્ટ જારી કર્યું છે અને અહી આવેલી 1000 કરતા વધારે સ્થાનિક-વિદેશી કંપનીઓને કોરોના વાઈરસ અંગે નોટીસ પાઠવી છે. મુખ્ય આરોગ્ય અધિકારી અનુરાગ ભાર્ગવે જણાવ્યું હતું કે નોટીસમાં તમામ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે જો તેમનો કોઈ કર્મચારી વિદેશ ગયો હોય તો તે ભારત પરત ફરે ત્યારે તે અંગે આરોગ્ય વિભાગને જાણકારી આપે. CMOએ જણાવ્યું હતું કે ઈરાન, સિંગાપોર, ચીન સહિત 13 દેશમાંથી પરત આવેલા લોકોની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોઈડામાં ચીન, જાપાન, કોરિયા, ઈટાલી, જર્મનીની ઘણીબધી કંપની છે.

હાઈ રિસ્ક વાળા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવો આવશ્યક
અગામી દિવસોમાં હાઈ રિસ્ક વાળા દેશોની મુસાફરી પર પ્રતિબંધ ન લાગ્યો તો ભારતમાં  ઈરાન, ઈટલી જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દેશના તમામ એરપોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઈટલી, ચીન, જાપાન, વિયતનામ, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, નેપાળ, મલેશિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડથી આવનારા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવે. તાજેતરમાં ઈટલીથી દિલ્હી પરત ફરેલો એક શખ્સ જીવલેણ વાઈરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વાયરસનો શિકાર બનેલો બીજો શખ્સ હાલ તેલંગાનામાં છે, જે દુબઈથી પરત ફર્યો છે.

કર્ણાટક સરકારે કોરોનાવાઈરસને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી

આ દરમિયાન કર્ણાટક સરકારે કોરોનાવાઈરસને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે. સમગ્ર વિશ્વમાં કોરનાવાઈરસથી મરનારાઓની સંખ્યા 3,000ના આંકડાને પાર કરી ગઈ છે. ચીનમાં કોરોનાવાઈરસથી 42 વધુ મોત થયા હોવાની માહિતી છે. તેની સાથે જ આ સંક્રમણથી મરનારાઓની સંખ્યા વધીને 2912 થઈ ગઈ છે. કોરોનાના ખતરાને જોતા બ્રિટિશ એરવેઝે 16 માર્ચથી 28 માર્ચની વચ્ચે ઉડાન ભરનારી 216 ફલાઈટ્સને રદ કરી દીધી છે.
એડવાઈઝરીમાં કહ્યું- 11 દેશોમાંથી મુસાફરી કરીને આવનાર દરેક વ્યક્તિનું સક્રીનિંગ કરવામાં આવે

સિવિલ એવિએશનના ડેપ્યુટી ડાયરેક્ટર સુનીલ કુમારે એડવાઈઝરી બહાર પાડીને કહ્યું કે દરેક દેશના તમામ એરપોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ઈટલી, ચીન, જાપાન, વિયતનામ, દક્ષિણ કોરિયા, હોન્ગકોન્ગ, નેપાળ, મલેશિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડથી આવનારા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવે. આ એડવાઈઝરી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશો બાદ બહાર પાડવામાં આવી છે, જેથી કોરનાવાઈરસને રોકી શકાય.
88,000થી વધુ લોકો સંક્રમિત
સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું છે કે આ મહામારીથી વિશ્વભરમાં 3,000 લોકોના મોત થયા છે અને 88,000થી વધુ લોકો સંક્રમિત છે. આ ધાતક સંક્રમણની માહિતી પ્રથમ વખત ડિસેમ્બરમાં ચીનમાંથી મળી હતી અને અત્યાર સુધીમાં તે 70 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. કોરોનાવાઈરસથી 88,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી માત્ર ચીનમાં 80,000થી વધુ મામલા છે.
રાજસ્થાન સરકાર પણ એલર્ટ
ભારતમાં કોરોનાવાઈરસથી પીડિત 2 નવા દર્દીઓ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. તેમાંથી એક દર્દી દિલ્હીમાં છે અને બીજો તેલંગાનામાં છે. દિલ્હીમાં રહેતા આ દર્દીએ ઈટલીમાં મુસાફરી કરી હતી. જ્યારે તેલંગાનામાં કોરોનાવાયરસથી પીડિત દર્દીએ દુબઈ મુસાફરી કરી હતી. રાજસ્થાન સરકારનું કહેવું છે કે તેમના રાજ્યમાંનો એક વ્યક્તિ કોરોનાવાયરસથી પીડિત હોવાની શકયતા છે, કારણે તેનું એક સેમ્પલ પણ પોઝિટિવ છે.

70 દેશોમાં કોરોનાનો ડર
આ પહેલા ભારતમાં કોરોનાવાઈરસના માત્ર 3 પોઝેટિવ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. તેમાંથી ત્રણ મામલાઓ કેરળમાં હતા, જ્યાં દર્દીઓને સારવાર બાદ ઠીક કરવામાં આવ્યા હતા. કોરોનાવાઈરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે દેશોમાં દર્દીઓની સંખ્યા વધુ છે, ત્યાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ઈરાન, જાપાન, દક્ષિણ કોરિયા, ઈટલી અને હવે અમેરિકામાં પણ આ વાઈરસ મોતનું કારણ બની રહ્યો છે. ચીનમાંથી ફેલાયેલો આ વાઈરસ અત્યાર સુધીમાં 70 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

ચીન બાદ ઈરાન, દક્ષિણ કોરિયા અને ઈટલી હોટ-સ્પોટ
ચીન સિવાયની વાત કરવામાં આવે તો સૌથી મોટા હોટ-સ્પોટ તરીકે ઈરાન, દક્ષિણ કોરિયા અને ઈટલીને ગણાવમાં આવી રહ્યાં છે. ઈરાનમાં કોરોનાવાઈરસથી વધુ 11 લોકોના મોત થયા છે, જેના પગલે મરનારાઓનો આંકડો 74 થયો છે. દક્ષિણ કોરિયામાં 17 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈટલીમાં 29 લોકો જીવલેણ વાયરસથી જિંદગીની લડાઈ હારી ચૂક્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાઉદી અરેબિયામાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો છે. પાકિસ્તાનમાં કોરોના વાઈરસના પાંચ કેસ નોંધાયા છે. 

અન્ય સમાચારો પણ છે...