તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Conspiracy To Attack Terrorist Attack On Republic Day Failed, Jaish Arrested 5 Terrorists From Srinagar

ગણતંત્ર દિવસ પર હુમલાનું ષડયંત્ર રચી રહેલા જૈશના 5 આતંકવાદીઓની ધરપકડ, બે ગ્રેનેડ હુમલા કરી ચૂક્યા છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલો હથિયારોનો જથ્થો
  • ગ્રેનેડ સહિતના હથિયારોનો મોટ જથ્થો પણ આતંકવાદીઓ પાસેથી કબ્જે કરવામાં આવ્યો
  • DIGએ કહ્યું- જે પ્રકારના વિસ્ફોટકો મળ્યા તેનાથી લાગે છે કે મોટા હુમલાનું પ્લાનિંગ હતું

શ્રીનગર: જમ્મૂ-કાશ્મીર પોલીસે ગણતંત્ર દિવસના અવસરે મોટા હુમલાના ષડયંત્રને નાકામ કર્યું છે. પોલીસે ગુરૂવારે જૈશ માડ્યૂલના 5 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટા પ્રમાણમાં ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદીઓ પહેલાથી જ બે ગ્રેનેડ હુમલાને અંજામ આપી ચૂક્યા હતા. તેઓ 26 જાન્યુઆરીના અવસરે હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલને જાહેર કર્યું છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી 26મી જાન્યુઆરીના રોજ ગ્રેનેડથી હુમલો કરવાની તૈયારી કરતા હતા.
ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં એઝાઝ અહેમદ શેખ, ઉમર હામીદ શેખ, ઈમ્તિયાઝ અહેમદ, સાહિલ ફારુખ અને નાસિર અહેમદ મીર તરીકે ઓળખ થઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ આતંકવાદીઓ ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હતા. ઘાટીમાં જે ગ્રેનેડ હુમલા થયા હતા તેમા પણ તેમની સંડોવણી સામે આવી છે. તપાસ એજન્સીના અધિકારીઓ પકડવામાં આવેલા આતંકવાદીની પૂછપરછ કરી રહ્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો