વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર કોંગ્રેસના નેતા શશી થરુર ફસાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શશી થરુરની ફાઇલ તસવીર - Divya Bhaskar
શશી થરુરની ફાઇલ તસવીર
  • શશિ થરુરને કોંગ્રેસ નોટિસ આપશે

તિરુઅનંતપુરમ: કોંગ્રેસ સાંસદ શશી થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કેરળ પ્રદેશ કોંગ્રેસ નારાજ થઈ ગઈ છે. તેઓ થરુરને નોટિસ પાઠવશે. 

થરુર હાલ વિદેશ પ્રવાસે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એમ. રામચંદ્રનને મંગળવારે કહ્યું કે પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકરોએ મોદીની પ્રશંસા કરનાર થરુર માટે ફરિયાદ કરી છે. થરુર હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ પરત ફરશે પછી તેમને નોટિસ અપાશે. તેઓ જે જવાબ આપશે તે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીને મોકલી અપાશે. કોંગ્રેસના ત્રણ સાંસદ કે. મુરલીધરણ, બેની બેહનન, ટીએમ પ્રતાપ અને થરુર પર શાબ્દિક હુમલો કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...