તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Shashi Tharoor Attacks Arvind Kejriwal On JNU Attack, Says, He Is A Helpless Chief Minister

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરુરે કેજરીવાલને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા, પૂછ્યું- લોકોએ કયા આધારે તેમને મત આપવા જોઈએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • થરુરનો દાવો- એક સમયે કેજરીવાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા હતા, હવે તેમણે જાતે વિચારવું જોઈએ
 • JNU કેમ્પસમાં 5 જાન્યુઆરીએ બુકાનીધારીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે હિંસા કરી હતી, તેમાં 30થી વધારે લોકો ઘાયલ થયા હતા

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ શશિ થરુરે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા છે. તેમણે કહ્યું- કેજરીવાલ JNU હિંસામાં ઘાયલ વિદ્યાર્થીઓને મળવા પણ નથી જઈ શક્યા. થરુરે કેજરીવાલ પર નાગરિકતા સંશોધન કાયદાનો મજબુતાઈથી વિરોધ ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.


થરુરે કહ્યું- કેજરીવાલ કદાચ ઈચ્છે છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધી અને સમર્થક બંને તેમના તરફ હતા. તેથી તેઓ આ મુદ્દે કોઈ મજબૂત સ્ટેન્ડ ન લઈ શક્યા. જો તેઓ આ મામલે કઈ બોલી જ નથી શકતા તો લોકોએ કયા આધારે કેજરીવાલને વોટ આપવા જોઈએ.

કેજરીવાલે ક્યારેક શિલા દિક્ષિતને લાચાર ગણાવ્યા હતા- થરુર
થરુરે દાવો કર્યો છે કે, કેજરીવાલે એક સમયે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતને લાચાર મુખ્યમંત્રી ગણાવ્યા હતા. હવે તેમણે જાતે પોતાનું એ ટ્વિટ વાંચવુ જોઈએ. શું લોકો આવા મજબૂર મુખ્યમંત્રી ઈચ્છે છે કે તેમના બાળકો સાથે લાઠીચાર્જ થાય અને મુખ્યમંત્રી તેમને મળવા પણ ન જઈ શકે.

કેજરીવાલ કોનો આદેશ સાંભળી રહ્યા છે
થરુરે કહ્યું- હું નથી જાણતો કે કેજરીવાલ કોનો આદેશ સાંભળી રહ્યા છે. પણ તમને કોણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા સામે ન બોલશો, તેમને ન મળશો અથવા પછી નાગરિકતા સંશોધન કાયદા મામલે સ્પષ્ટ સ્ટેન્ડ ન લેશો? તમે તો મુખ્યમંત્રી છો. બીજુ કોઈ નથી જે તમને આદેશ આપે.

પોલીસે JNUમાં કોઈ કાર્યવાહી નથી કરી- કેજરીવાલ
5 જાન્યુઆરીએ JNUના કેમ્પસમાં બુકાનીધારીઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર રૉડ અને પથ્થરથી હુમલો કર્યો હતો. જેમાં 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 9 વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરી હતી. કેજરીવાલે JNU હિંસા વિશે કહ્યું હતું કે, પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી કારણકે તેમને કેન્દ્ર તરફથી આદેશ હતો કે હસ્તક્ષેપ ન કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો