• Home
  • National
  • Congress leader Chidambaram said If Muslims are sent to Detention Camp, then mass movement should be conducted

નાગરિકતા કાયદો / ચિદમ્બરમે JNUમાં કહ્યું- જો મુસલમાનોને ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવશે તો મોટા પાયે આંદોલન કરવું જોઈએ

Congress leader Chidambaram said If Muslims are sent to Detention Camp, then mass movement should be conducted

  • પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, સરકાર એક દિવસે અચાનકથી JNUનું નામ મોદી અથવા અમિત શાહ યુનિવર્સિટી કરી શકે છે 
  • ‘CAAમાં 3 દેશોની લઘુમતીનો ઉલ્લેખ શા માટે, જેમાં નેપાળ, ભૂટાન અને ચીનને સામેલ શા માટે નતી કરાયા?’

Divyabhaskar.com

Feb 14, 2020, 10:59 AM IST

નવી દિલ્હીઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ગુરવારે કહ્યં કે, જો સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંશોધન કાયદાની માન્યતાને યથાવત રાખશે અને મુસલમાનોને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવશે તો દેશમાં મોટા પાયે આંદોલન કરવું જોઈએ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ચિદમ્બરમે કહ્યું હતું કે, આસામમાં 19 લાખ લોકોને NRCની બહાર કર્યા બાદ સરકાર CAA લઈને આવી જેથી આમાંથી 12 લાખ હિન્દુઓને નાગરિકતા આપવામાં આવે.

એક વિદ્યાર્થીએ સવાલ કર્યો કે જો CAAને સુપ્રીમ કોર્ટ માન્ય ગણશે તો પછી આગળ શું પગલું હોઈ શકે? આ અંગે ચિદમ્બરમે કહ્યું કે, (આવી સ્થિતિમાં) યાદીમાંથી બહાર રહેનારાઓમાં માત્ર મુસ્લિમ જ હશે, તેમણે શોધી કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેને બહાર કરી દેવાશે. તે(સરકાર) જાહેર કરી દેશે કે મુસલમાન દેશનો ભાગ નથી. જો કોઈ મુસલમાનને બહાર કાઢવામાં આવશે અથવા ડિટેન્શન કેમ્પમાં મોકલવામાં આવે તો જનઆંદોલન થવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસનું માનવું છે કે CAAને ખતમ કરી દેવો જોઈએ. સાથે જ આની પર રાજકીય સ્તરે કામ કરવું જોઈએ, જેથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NRP)ને 2024થી આગળ ટાળી શકાય.

બંધારણમાં ધર્મ આધારિત નાગરિકતાની જોગવાઈ નથીઃ ચિદમ્બરમ
ચિદમ્બરમે કહ્યું કે, ‘આ સરકારમાં એક દિવસે ઓચિંતુ JNUનું નામ મોદી અથવા અમિત શાહ યુનિવર્સિટી રાખી દેવામાં આવશે.’ તેમણે આરોપ લગાવ્યો કે શાહીનબાગનું પ્રદર્શન ભાજપનું છળ છે. ઈઝરાયલ જેવા ઘણા દેશોમાં ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવી રહી છે, પરંતુ ભારતમાં આ શક્ય નથી. આપણું બંધારણ આવું કરવાની પરવાનગી નથી આપતું. આપણે ધર્મ આધારિત હેરાનગતિનું સમર્થન ન કરી શકીએ. આપણે શરણાર્તીઓ માટે કાયદો બનાવવાની જરૂર નથી.

ચિદમ્બરમે એવો પણ સવાલ ઉઠાવ્યો, ‘CAAમાં 3 દેશ (બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તા)ની લઘુમતીઓનો ઉલ્લેખ શા માટે છે? આમાં નેપાળ, ભૂટાન અને ચીનને સામેલ કેમ નથી કરાયું? પાકિસ્તાનને અહમદિયા અને શિયા, મ્યાંમારના રોહિંગ્યા અને તમિલ હિન્દુઓને પણ હેરાન કરાઈ રહ્યા છે, તો પછી એમણે બહાર શા માટે રાખવામાં આવ્યા છે?’

X
Congress leader Chidambaram said If Muslims are sent to Detention Camp, then mass movement should be conducted

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી