• Home
  • National
  • Congress candidate Alaka Lamba says Kejriwal cowardly, BJP's defeat will actually be Modi's defeat

ભાસ્કર ઈન્ટરવ્યૂ / કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ કહ્યું- કેજરીવાલ ડરપોક, ભાજપની હાર વાસ્તવમાં મોદીની હાર હશે

Congress candidate Alaka Lamba says Kejriwal cowardly, BJP's defeat will actually be Modi's defeat

  • અલકા ગત વખતની ચૂંટણીમાં ચાંદની ચોકથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર જીતી હતી, આ વખતે કોંગ્રેસ તરફથી મેદાનમાં છે 
  • અલકાના કહ્યાં પ્રમાણે, ‘અચ્છે બિતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’નારો દિલ્હીની જનતા સાથે મજાક કર્યા જેવું છે 

Divyabhaskar.com

Jan 29, 2020, 11:46 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અલકા લાંબા જૂની પાર્ટીમાં પાછા ફર્યા છે. 2015માં તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચાંદની ચોક બેઠક પરથી પહેલા મહિલા ધારાસભ્ય બન્યા હતા. આ વખતે પાર્ટી બદલી પણ સીટ એ જ છે. પ્રચારમાં જોડાયેલી અલકા સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. કેજરીવાલે જોડાયેલા એક સવાલ પર તેમણે કહ્યું- અરવિંદ ગભરાયેલા માણસ છે. પાર્ટીમાં જે પડકાર જોવા મળે છે, તેને દૂધમાંથી માખી કાઢી હોય એમ ફેંકી દેવામાં આવે છે. ભાજપ વિશે લાંબાએ કહ્યું- તેમની પાર્ટીમાં સીએમના ચહેરા અંગે યુદ્ધ છેડાયું હતું. એટલા માટે મોદીને જ આગળ કરી દીધા.

તમે ગત વર્ષ સુધી ‘AAP’માં હતા, ‘અચ્છેદ બીતે 5 સાલ-લગે રહો કેજરીવાલ’માં તમારું કેટલું યોગદાન છે?
લડવા અને ધરણા કરવામાં વિત્યા પાંચ વર્ષ, બસ કરો કેજરીવાલ. દિલ્હીમાં તેમની કામ માટે પસંદગી થઈ હતી. પરંતુ તેઓ ક્યારેય ધરણામાં, ક્યારેક લડવામાં અને ક્યારેક કોર્ટ-કચેરીમાં જોવા મળે છે. ક્યારેક છત્તીસગઢ તો ક્યારેક મધ્યપ્રદેશ પ્રચાર કરવા માટે પહોંચી ગયા. આ જ કામોમાં પોતાને અને આખી સરકારને વ્યસ્ત રાખી. હવે દરેક વસ્તુ મફત બતાવવામાં કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે.‘અચ્છે દિન બિતે પાંચ સાલ’નો નારો એક મજાક છે.

ચાંદની ચોકની શેરીઓમાં કેજરીવાલની પ્રશંસા સાંભળવા મળી, ધારાસભ્ય અલકા લાંબાનો ઉલ્લેખ કેમ નથી થતો?
કેજરીવાલ સરકારે અહીંયા કયા સારા કામ કરાવ્યા? જે પણ કામ થયા, તે ધારાસભ્ય તરીકે મેં કરાવ્યા. ગટરલાઈન, પાણીની લાઈન અથવા પાકા રસ્તાઓ જે કંઈ પણ છે એ બધું મે કરાવ્યું છે. જામા મસ્જિદ ગેટ નંબર-1 પર ભૂમાફિયાઓ પાસેથી જમીન ખાલી કરાવવું એ જ સરકારનું કામ હતું. જ્યાં મોહલ્લાનું ક્લિનીક હતું ત્યા કચરાનો ઢગલો હતો. 12 શાળાઓ હતી અને હવે માત્ર 9 વધી છે. કોઈ કામ થયું જ નથી. અહીંયાની હવામાં શ્વાસ લેવું મુશ્કેલ છે. આ સરકારે કંઈ જ કર્યું નથી. હું મારા દમ પર ચાંદની ચોકમાં જે કરી શકતી હતી, એ કર્યું. જેનો શ્રેય પણ હવે તેઓ લેવા માંગે છે.

ચાંદની ચોકમાં કયા કામ બાકી રહી ગયા, જે આ વખતે કરવા માંગશો?

અહીંયા છેલ્લા પાંચ વર્ષમાં અમે વિકાસ કર્યો છે. હજું ઘણું બધું કરવાનું બાકી છે. હાલ આપણે જ્યાં ઊભા છીએ, તે વાલ્મિકી વિસ્તાર છે. અહીંયા નગર નિગમના કર્મચારીઓ રહે છે. તેમને સેલરી અને વૃદ્ધોને પેન્શન નથી મળી રહ્યું. કેન્દ્રમાં ભાજપની સરકાર, નગર નિગમમાં ભાજપ, તેમના મેયર અને તેમના જ કાઉન્સિલર છે. પરંતુ આ લોકો માટે કંઈ જ નથી કર્યું. કેજરીવાલે કહ્યું હતું કે, ઠેકેદારી પ્રથાને ખતમ કરીશું. આતો ઊંધું થયું, એ તો ઓછી થવાની જગ્યાએ વધતી ગઈ.

પહેલા આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસ, અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવાર બનવું મુશ્કેલ નથી?

મારા માટે નથી. હું હંમેશાથી કોંગ્રેસમાં હતી. પાર્ટી બદલવી જ હેતું હોત તો હું ભાજપમાં જઈ શકતી હતી. પણ ના ગઈ. વિચારધારાના કારણે રામલીલા મેદાનમાં ગઈ, આપમાં જોડાઈ. અમે કેજરીવાલ માટે વારાણસી સુધી ગયા. પાછા આવીને જોયું તો વ્યવસ્થા પરિવર્તન અને સ્વરાજની વાતો ગુમ થઈ ગઈ હતી.

સમજૂતી થવા લાગી. સોનિયા જીના કહેવાથી કોંગ્રેસમા આવી. પાર્ટી તો વાસ્તવમાં 70 વર્ષ પાર કરનારા સરદાર જીએ(પ્રહ્લાદ સિંહ, AAP ઉમેદવાર)બદલી છે. એ લોકો તો હવે ચાલી પણ શકતા નથી. પરંતુ ધારાસભ્ય બનવું છે. પહેલા કોંગ્રેસ ધારાસભ્ય હતા તો કેજરીવાલ તેમને ભ્રષ્ટ ગણાવતા હતા. હવે એ જ ભ્રષ્ટ નેતાને આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બનાવી દેવાયો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન તમને કોઈએ ટોક્યા નહીં મેડમ ફરી પાર્ટી બદલી દીધી?
હા બિલકુલ ટોકી, લોકોએ કહ્યું- અહીંયાથી ત્યાં અને ફરી ત્યાંથી અહીંયા. મેં તેમને જણાવ્યું હતું કે પાર્ટી નહોતી બદલી, બસ એક આંદોલનમાં જોડાઈ હતી. પરંતુ જ્યારે લાગ્યું કે આંદોલન કરનારા હવે સમજૂતી કરવા લાગ્યા છે તો પાછી મારા ઘરે(કોંગ્રેસમાં)આવી ગઈ.

અમે ચાંદની ચોકના લોકો સાથે વાત કરી. એ લોકો કહે છે કે- પાર્ટી બદલનારા નેતાઓને મત નહીં આપીએ. એ લોકોને કેવી રીતે મનાવશો?
આ વાત માત્ર ભાજપ વાળા જ કહી શકે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવું નહીં કે. કારણ કે બન્ને નેતા બદલાયેલી પાર્ટી સાથે ચૂંટણી લડી રહ્યા છે.પાર્ટી તો તેમને(પ્રહ્લાદ સિંહ સાહની)એ બદલી છે. કોંગ્રેસનો વર્ષો જૂનો સાથ માત્ર સત્તાની લાલચમાં છોડી દીધો હતો.હું તો 18 વર્ષની ઉમંરમાં જ પાર્ટી સાથે જોડાઈ હતી, અહીંયા પાછી આવી છું.

ભાજપ પાસે મોદી અને ‘AAP’પાસે કેજરીવાલ ચહેરો છે. કોંગ્રેસ પાસે કોણ છે?
વડાપ્રધાન મોદી તો દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ નથી લઈ રહ્યાં ને. તેમના ચહેરા પર ચૂંટણી લડવી દિલ્હીની જનતાને દગો આપવાનું છે. જ્યારે જીતે છે તો કોઈ આરએસએસના મોહરાને મુખ્યમંત્રી બનાવી દે છે. તમારી પાસે કેજરીવાલનો ચહેરો છે. એ બીજો લાવવા પણ નથી દેતા. શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી થઈ તો મનીષ સિસોદીયાનો ચહેરો આગળ કેમ ન કરાયો? સ્વાસ્થ્યમાં જો બહુ સારુ કામ થયું તો સત્યેન્દ્ર જૈનનો ચહેરો બનાવી દેત. કેજરીવાલ ઘણા ઈનસિક્યોર અને ગભરાયેલા માણસ છે. તેમને જ્યાંથી પડકાર મળે છે, એને દૂધમાંથી માંખીને જેમ કાઢીને ફેંકી દે છે. 2 દાયકા બાદ અમે શીલા જી વગર લડી રહ્યા છીએ. પરંતુ તેમના 15 વર્ષના કાર્યકાળમાં કરાયેલા કામના દમ પર જ આપણે આ ચૂંટણી જીતશું.

થોડા દિવસ પહેલા જ તમે કહ્યું હતું કે, આ ચૂંટણી દિલ્હીને કોઈ નવી શીલા દીક્ષિત આપશે. શું અલકા પોતાને કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર માને છે?

બિલકુલ નહીં, હું એવું નથી કહી રહી કે કોંગ્રેસ ઉઠી રહી છે. 2015માં કેજરીવાલ એકતરફી જીત્યા હતા. 2 વર્ષ બાદ જ નગર નિગમ ઈલેક્શનમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ જીતી તો નથી, પણ વોટ બેન્ક 2 વર્ષમાં પાછું મળી ગયું.ત્રણેય નગર નિગમોમાં કેજરીવાલ હારી ગયા હતા. લોકસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટી 70 વિધાનસભા વિસ્તારમાં પાછળ રહી હતી. કેજરીવાલ તેમની નવી દિલ્હી વિધાનસભામાં પણ ભાજપને પછાડવામાં નિષ્ફળ રહી હતી. કોંગ્રેસ બીજા નંબરે રહી હતી. કોંગ્રેસમાંથી 10 મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે. 60 પુરુષો પણ છે. નવું નેતૃત્વ આમાથી જ એકને આપવામાં આવશે.

X
Congress candidate Alaka Lamba says Kejriwal cowardly, BJP's defeat will actually be Modi's defeat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી